શબ્દ

૧)
આ શબ્દો અચોક્કસ કરાર છે.
જ્યાં
શ્વેત માણસ, શ્વેત કપડે ઢાંકેલા, શ્વેત અવકાશમાં
સળગતો લાલ ઊભો છે,
શબ્દમાં હું
પક્ષકાર
શરત
નુકસાની
કે, કરારનો અંત.
શબ્દો નોકરી છટકી જવાની જાહેરાત છે,
શબ્દ વ્યક્તિ-નિરપેક્ષ
અને મૂળ સંદર્ભમાંથી ઉચ્છેદાયેલા અસંગત;
એ જ તો આશય છે
શબ્દ જ અર્થનિર્ધારણ શાસ્ત્ર છે.
૨)
આ શબ્દો સફળ પ્લેટો કરાર છે.
શબ્દમાં ચંદ્રમય ખાબડખૂબડ સપાટી
અને
ચોકઠે બાંધેલી સપાટી
ચન્દ્રના પ્લેટો ક્રેટરમાં પ્રદર્શિત કરો
ત્યારે જ કળાત્મક ચિત્ર બને,
વેચવા દ્રૂષ્ટી સ્તરે લટકાવો,
લાવા લવણ સ્ફટિકે ચળકતો સુક્કો ચંદ્ર,
આપણા દૂષણ મુક્ત વાતાવરણમાં.
એ જ તો આશય છે
શબ્દોમાં, સંદર્ભમાંથી ઉચ્છેદી અસંગત બનાવવું,
શબ્દ વેપારી કળા છે;
પીળા દરિયામાં માણસ તરે છે,
પીળી જલેબીમાં દાંત બેઠા છે.
૧-૧-૨૦૧૦

10 Responses to શબ્દ

  1. Ch@ndr@ કહે છે:

    ej to aashay chhe
    shabdoma, sandarbhmaathi uchhedi asangat banavavu
    VERY NICE.
    ch@ndr@

  2. sudhir patel કહે છે:

    હિમાંશુભાઈ,
    આપનો ‘શબ્દ’ હમેશા આ રીતે જ તાજો અને નૂતન રહે એવી નવા વર્ષની શુભેચ્છા!
    સુંદર કાવ્યો!
    સુધીર પટેલ.

  3. himanshupatel555 કહે છે:

    મિત્રો, નવું વરસ કાવ્ય-ફળ દાયિ અવતરે તે અભ્યર્થના સાથે આજે મુક્યો છે તોફાની” શબ્દ”,
    ૨૦૧૦ની પહેલી અક્ષત કવિતા, શબ્દ ક્યાંય સખણો નથી, કાવ્યમાં કે વેપારમાં,છતાં
    શબ્દ સાથે આપણુ સંધાન અતૂટ છે,વાંચો અને આનંદો આ શબ્દમાંથી નીતરેલી કવિતા.
    નવા વર્ષનૂ સોગંદનામૂ-” કવિતા અને કેવળ કવિતા જ ગુજરાતી ભાષાને આપીશ,જે મારો
    જન્મ સિધ્ધ અધિકાર છે.” હું શબ્દમાંથી જન્મ્યો છૂ અને શબ્દમાં જ યાહોમ કરી પડ્યો છું–જૂઓ
    ફતેહ છે આગે???

  4. નવા વર્ષમાં અવનવા શબ્દો લઈને તમે રોજ મળતા રહો એવી એક શબ્દ સાધક તરીકે આજના નવા વર્ષના અવસરે ખુબ ખુબ શુભેચ્છાઓ.

  5. Dilip Gajjar કહે છે:

    અર્થ શબ્દાનુસાશનમ..હિમાન્શુભાઇ..કવિતા મુબારક..આપ લખતા રહેશો..અધિકાર છે જ હુ પણ છટકી નથી શકતો. ખુબ સુન્દર અભિવ્યક્તિ, આપની કવિતામાં આપનું વિશાળ અધ્યયન વર્તાઈ આવે છે;
    કૈ દિશા ને માર્ગ પર ચરણો ગતિ કરતા રહ્યાં
    ક્યા જીવન આવી ઉભું વિચાર કર ને બુદ્ધિ કસ
    શબ્દમાથી આ જગત છે નિપજ્યું તે સાંભ્ળ્યું
    શબ્દથી સમાજ છે ને શબ્દનો સહવાસ બસ

  6. himanshupatel555 કહે છે:

    Sent By
    kirtikant purohit On: Jan 01/02/10 4:02 AM
    Hi
    Study more Kavita before just framing words.It is not KAVITA.read more.As
    ‘karaar’ is never uncertain,it is always defined otherwise it is not
    ‘Karaar’.You have burning sansation of a poet so dont take
    ‘shabd’lightly.God bless you.Take it positively.

    Kirtikant

    • himanshupatel555 કહે છે:

      કિર્તિકાંન્તભાઈ, આપની સલાહ સરાંખો પર.શબ્દ તો મને રમાડે છે,જેને દરેક ક્ષણે હું ઉપાસુ છૂં,
      શબ્દ ક્રિડા મારી આંખો-નાદ અને ચિત્ર છે. હું જે મથામણ છૂ તે જ શબ્દ પણ છે.હયાતિ રમણીય
      પણ છે અને ક્રિડનિય પણ.હયાતિ જ કૃષ્ણ દ્વારા વેચાયેલો અને રામ દ્વારા છેતરાયાલો શબ્દ છે.
      શબ્દ દ્વૈત પરિસ્થિતિ છે નરોવા કુંજરવા અને ધોબીએ ફેંકેલી અગ્નિપરિક્ષા પણ.
      અભાર, હિમાન્શુ

  7. himanshupatel555 કહે છે:

    Sent By:
    kirtikant purohit On: Jan 01/03/10 2:55 AM
    Good.
    SHABD is called ‘brahma’. eni upasana hoy, nahike vyabhichar-etalu
    samajavu jaroori Chhe.Ram athava Krishna aapana ‘shabd’na mohataz nathi.
    Jem swas vedfay nahi,tem shabd pan vedfay nahi.Best of Luck.
    ..Kirtikant.

  8. પંચમ શુક્લ કહે છે:

    પીળી જલેબીમાં દાંત બેઠા છે. What an imagination!
    Quite refreshing and different class of poetry. It takes years for Gujarati poets and especially most Gazal writers to understand the span and spectrum of your expressions.

  9. kishoremodi કહે છે:

    સુંદર કાવ્યો

Leave a comment