અ-છંદ સોનેટ

ઓગસ્ટ 2, 2011

સૂર્યમાં સૂર્ય હલબલે,
મૃગજળમાં સમગ્ર દૃષ્ટિ,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.

સ્વપ્નમાં રંગો હલબલે,
ઇન્દ્રધનુષમાં છીછરું પાણી,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.

મોતિયામાં ઝાંખપ હલબલે,
પડઘામાં પછડાયેલું નાદબ્રહ્મ,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.

ચિત્તભ્રમમાં માંહ્યલો હલબલે
વૃક્ષમાંથી નર્યા પડછાયા,
હું એકાએક બાહ્ય પ્રવૃત્તિ.

!?!?!?!?!?!?!?!!
. . . . . . . . . . . .
જુલાઈ-૨૦૧૧