હું- # ૧

ડિસેમ્બર 25, 2017

અનુવદકની માહિતિ
નામઃ   હિમાન્શુ પટેલ
જન્મતારીખઃ   ૨૧-૩-૧૯૫૧
જન્મ સ્થળઃ     સેજકુવા,પાદરા તલુકો
વતનઃ    નાર
સરનામુઃ    1715 lisa ct hatfield PA 19440
ફોન/મોબાઇલઃ    5085887970
ઇ-મેઇલઃ    boghi55@comcast.net
વેબસાઇટઃ   ૧) https://himanshupatel555.wordpress.com/…ઓરિજિનલ કાવ્યો
૨) http://himanshu52.wordpress.com/…વિશ્વની કવિતાના અનુવાદ માટે.
અભ્યાસઃ     એમ એ ( એમ એસ યુનિ. વડોદરા)
પ્રવૃત્તિઃ    retired
ભાષાકિય જાણકારીઃ     ગુજરાતિ અને અંગ્રેજી.
[રિસર્ચ પ્રોજેક્ટ,પદવી,સ્ન્માન,પુરસ્કાર,ચંદ્રક,એવોર્ડ,પારિતોષિક અને અન્ય,
આ બધાં ક્ષેત્રમાં કશું નહીં]
અનુવાદિત પુસ્તકની વિગતઃ
૧)એક કવિતા પર્યાપ્ત છે અસ્તિત્વ માટે,
( વિશ્વભરના ૨૦૦+ કાવ્યોના અનુવાદ).

Advertisements

અનુને મળ્યા પછીનાં કાવ્ય..૫

ડિસેમ્બર 25, 2017

ઇશ્વરી
ઉદ્વેગોથી
તને ચાહું છું.
૨)
આંધળી આંખોમાં
સાચવેલી દ્રષ્ટિથી
તને ચાહું છું.
૩)
તારા નામમાં
બોળેલી


ફ્રેસ્કો વિશે…

ડિસેમ્બર 25, 2017

કવિતા-યુરોપ સમ- સરમુખત્યારની હયાતીમાં ઉછરે છે,તે પણ ગૂંગળાતી.ત્યાર પછી રાફડો ફાટી નીકળે છે,કવિતાના વિકાસમાં,અનુભૂતિમાં.કળાના અભ્યુદયમાં આ પ્રવૄત્તિ કેટલી પરિણામકારી છે? કવિતા કવિતા રહે છે કે ટોળું થઈ જાય છે? એ સમય,એ સંસ્કૃતિની કવિતા પર ધરમૂળથી લાદેલા ફેરફાર હોવા છતાં.કવિતા માટે,એવા કાળમાંથી પસાર થતાં,એક જોખમ ઉદભવે છે,તે એ કે એ સાંસ્કૃતિક ક્રાંતિ મટી કેવળ નફરત કે ઘૃણા ન થઈ જાય,લાગણીમાં અચાનક થતાં જોરદાર પલટાથી.કવિતાનું કામ ઇજા પહોંચાડવાનું કે વપરાશમાંથી નાબુદ થવાનું નથી.સામાન્યતઃ આવાં કાવ્ય તેમના સમયની વક્રોક્તિ છે અને કવિ એના સમયનો બારોટ છે.જે એની ધરીમાં લાદેલી સમાજવાદી વાસ્તવિકતા ઊતરડી ફરીથી પોતાનો અને સંસ્કૃતિનો ભાર વેંઢારે છે.આવાં કાવ્યનો નાનકડો સંગ્રહ,અનુવાદ સ્વરૂપે,લુલયેતા લેશનાકુ(Luljeta Lleshanaku )૧૯૬૮,આલબેનિયામાં જન્મેલી કવયિત્રિનો,સર્જક ઉપરાંત બીજાં દશ અનુવાદ કર્તાઓએ સંયુકતપણે’ફ્રેસ્કો'(Fresco)નામે બજારમાં મૂક્યો છે.

ફ્રેસ્કો-માં ૧૧૯૨ થી ૧૯૯૯ સુધીમાં પ્રકાશિત ચાર સંગ્રહના, ત્રણ વિભાગમાં ઉપરાંત બીજાં નવાં ઉમેરેલાં કાવ્ય, એમ કુલ મળી સત્તાવન કાવ્ય પ્રકાશિત છે છતાં પાછલાં પુઠ્ઠા ઉપર ૫૮ નોંધ્યા છે.આ એકમાત્ર વિગત દોષ સાથે જણાવવાનું કે, ‘ ફ્રેસ્કો’ના કાવ્ય પીડિત સંસ્કૃતિની અનુભૂતિના સ્વર પર આઘાત કરતાં ચિહ્ન કાવ્ય છે.સંપાદક હેન્રી ઇઝરાયલનો સંગ્રહ અંતેનો ઉપોદઘાત અને પીટર કોન્સ્ટેનટાઈનની પ્રસ્તાવના-ગુજરાતી સાહિત્ય જગતમાં મેં કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યાં ત્યારે સ્વ.ડૉ.નીતિન મહેતાએ કહ્યુ હતું હું પ્રસ્તાવના લખતો નથી અને વિશ્વ સાહિત્યમાં સર્જકો ,વિવેચકો લખવા તૈયાર છે ,આતુર છે.( આપણે પ્રોત્સાહન આપવામાં સાવ બેદરકાર છીએ અથવા આપણે પક્ષપાતી છીએ.)-કોઈ કવિને વિશ્વ સમક્ષ રજૂ કરવા મથામણ કરે છે,લેશનાકુના કેસમાં બન્ને અભ્યાસીઓ આલ્બેનિયા ગયાં હતાં માહિતિ મેળવવા.-ત્યારે ગુજરાતીઓ આટલા બધાં સંસ્થાવાદી,ચોકઠાવાદી અને એકમેકને ધીક્કારતી સાહિત્ય પ્રજા અને પ્રવૃત્તિ શા માટે છે? ૧૯૮૦થી મુંબઈના સર્જકોની સાઠમારીથી માંડીને આજ સુધી જોયેલાં સર્જકો-વિવેચકો કેવળ નર્યાં ટોળાં હતાં અને છે !!!.ગુજરાતી સાહિત્ય સાચા અર્થમાં ‘સુરરિયલ’ છે,સાહિત્ય પ્રવૃત્તિ ગુજરાતી ભાષામાં મોભાધારી-માલધારી ગતિ-વિધિ છે,ક્યારે અટકશે??– આલ્બેનિયાની યુવા કવયિત્રિને એના વિકાસયુક્ત દ્ર્ષ્ટિકોણ સાથે વિશ્વ સમક્ષ મૂકી આપે છે.આ સંગ્રહની પ્રસ્તાવના દરેક ગુજરાતી વિવેચકે વાંચવી એટલે જરુરી છે કે કોઇપણ કવિને એના સામયિક સંદર્ભો સહિત વાંચો-નહીં કે કેવળ એના ખાનગી જીવનના પ્રસંગો,રાજકીય,સામાજિક પણ-જે કવિતા વિશે દ્રષ્ટિકોણ બદલે છે.આપણે આપણું સંત સાહિત્ય સામાજિક સંદર્ભે -અને તે પણ કાવ્યમાં મળતાં પ્રસંગોમાંથી વાર્તા રૂપે.-તપાસ્યું છે અને ભાષા સંદર્ભે,બોનસમાં.એ રીતિ હજુ પણ ચાલું છેઃ જુઓ રાવજી પટેલ વિશે લખાયેલાં લેખો એના કાવ્ય સંગ્રહ અંતે.(અંગત-ચતુર્થ આવૃત્તિ,૧૯૯૯)કવિતાના વિકાસ સાથે સંસ્કૃતિની ઉથલપાથલ પણ એક વધારે જુદા દ્રષ્ટિકોણથી જોવાય છે,તપાસાય છે.વાંચો પાછલા પુઠા પરના અભિપ્રાય આ સંદર્ભે,અને આ રહ્યાં થોડાં એમાંથીઃ
૧) a child who paid for the political sins of her grandparents in Hoxha’s Albenia.-એલિયટ વાઈનબર્ગર.
૨) in this bewildering human world such articulate determination proves again our common faith.-રોબર્ટ ક્રીલી.
૩) she makes explicit what it means to live in a violent and corrupt public world which penetrates privacy and betrays every intimacy.-એલન ગ્રોસમન.

૧૯૬૮માં જન્મેલી લુલયેતા એન્વર હોજા(Enver Hoxha)ના આપખૂદ સાસનકાળમાં ઉછરી છે.હોજા ૧૯૮૫માં મૃત્યુ પામ્યો.પણ આલ્બેનિયામાં પરિવર્તન-સુધારા!-હળવે કે દાબતે પગલે પ્રવેશ્યા હતાં.સોવિયેત યુનિયનમાં રાજકિય પડતી પછી આલ્બેનિયા લોકશાહી તરફ વળ્યું,પણ મર્યાદિત સફળતા સાથે.પીટર કોન્સ્ટેનટાઈનની પ્રસ્તાવનામાં આવશ્યક માહિતી સાથે.ટૂંકું વિહંગાવલોકન,ખાસ કરીને કવિતા,જે નિયંત્રિત સમય દરમ્યાન કેવળ ટકી રહી એટલું જ નહીં પણ બીજાં સ્વરૂપો કરતાં વધારે વિકાસ પામી,તે ખાસ ધ્યાન ખેંચે છે.કવયિત્રિની મથામણ,પ્રતિકૂળતાને,હેન્રી ઇઝરાયલીએ કાવ્યાંતે પ્રસ્તાવનામાં વિગતે બયાન કરી છે.

‘ફ્રેસ્કો’લુલયેતાનો પહેલો અંગ્રેજી ભાષામાં પ્રગટ થયેલો કાવ્ય સંગ્રહ છે.સર્જક સહિત કુલ અગ્યાર અનુવાદકોનું એક સાથે કામ કરતું અનેરું તંત્ર છે,એની પાછળ એ પણ કારણ હોઇ શકે કે એ ભાષા એટલી જટીલ હશે કે એક અનુવાદકથી સંપૂર્ણ કામ કરવું શક્ય નહીં હોય,અથવા એક અનુવાદક પાસેથી પાંચ-છથી વધારે કાવ્યો અનુવાદ કરાવવા ભરોસા પાત્ર નહીં હોય! છતાં,અનેક હાથે અનુવાદ થયાં હોવાં છતાં,અને વીસમી સદીના વળાંક સુધી આલ્બેનિયામાં તુર્કીભાષા પણ વપરાતી હતી,તે જોતાં સંગ્રહના ધ્વનિંમાં એકરૂપતા જળવાયેલી છે.એ કાવ્યધ્વનિંમાં સ્પષ્ટોક્તિ અને સામર્થ્ય અંગ્રેજીમાં પણ અનુભૂતક્ષમ છે.અનુવાદ આંટીઘૂંટી વગરના,સરળભાષી,અ-છાંદસ અને ભારે કે લાંબા શ્બ્દપ્રયોગ વગરના છે.કાવ્ય પ્રમાણમાં સંક્ષિપ્ત છે,પરિણામે મિતભાષી છે.

આખો કાવ્ય સંગ્રહ એક બેઠકે વાંચી જતાં,સૌથી પહેલી અનુભૂતિ થઈ તે મોટા ભાગની કવિતામાં સંસ્મૃતિ કેન્દ્ર સ્થાને છે,મોખરે છે.આ સંસ્મૃતિ વિશ્વયુધ્ધના અનેક કવિઓની જેમ ઇતિહાસ અને ભૂતકાળમાંથી અપ્રિહાર્ય આવે છે.એક માણસે અન્ય જણને આપેલી કાળાશ.એ પોતાને વિશે હોય,માતૃભૂમિ મટે હોય કે એની મા વિશે હોય,એ કેવળ ઉતપત્તિના મૂળગામી મૌનથી ભરેલી છેઃ
“મારૂં કાળુ લોહી ફરે છે,મારી કાળી સંસ્મૃતિ/પોતાની સામે થઈ જાય/અને ડૂબે/ઉતપ્ત્તિના આદી મૌનમાં”(ૃ.૧૭)આ પંક્તિઓ જર્મન કવિ પાઉલ સેલાનની’ડેથ ફ્યુહુ” કવિતા મનમાં ટપકાવી જાય છે.આવાં જ સંસ્મૃતિના કાવ્યોમાં એક સ્ત્રી પોતાના કુટુંબને જીરાફના કુટૂંબમાં જૂએ છે અથવા કાતર સંદર્ભે પણ વિચારે છેઃજીરાફ વિશે લખતાં-‘ એ ચામડી એટલી ગરમ/કે હવા પણ શેકાઈ ટેરા કોટા થઈ જાય.’અથવા,’મારાં મા-બાપના સામાન્ય સ્વપ્નને છેતરતીઃદરજીની મોટી કાતર/ચોકની સફેદ લાઈનને અનુસરે છે.’આ એજ કાતર છે જેણે છાપાંના કકડા કરી ગરમી આપતા સ્ટવની પાઈપોમાંની તરાડો ઢાંકી હતી,અને સોજા જેવા નાજુક નખ કાપ્યા હતાં.આવી સુરરિયલ ઈમેજો આપણી અપેક્ષા વધારે છે,છતાં બહુધા કરીને કાવ્યપધ્ધતિ,વસ્તુઓને યથાર્થપણે ચીતરતી ઉત્કૃષ્ટ કક્ષાની કાવ્યપધ્ધતી છે,જે મા વિષયક કવિતામાં વધારે અસરકારક છે.’આપણે ક્યારેય મૃત્યુ વિશે વાતો નથી કરતાં મા/જેવી રીતે પરણેલા ક્યારેય સમાગમ વિશે બોલ્યા નથી.’યદ્યપિ આપણે કવિતા સાથે મૃત્યુ તરફ ગતિ કરીએ છીએ-‘કેમોમાયલ દૅથ'(chamomile [kam-uh-mahyl,ઇન્ડિયાના શબ્દકોષોમાં camomile જોડણી છે)કાવ્યમાં એની માને કહે છે,’રાહ જો મરણની,એ મેળાના માણસ સમ ઘોંઘાટીયું આવશે.’

તો ક્યારેક ઇમેજીસ કર્કશ કે રૂક્ષ લાગે છે-આવું કયા કાવ્ય સંગ્રહમાં નથી બનતું?અથવા કયોઅ સર્જક પૂર્ણતઃ અ-ચૂક છે!-જેમ કે,’માફ કરજો,બાપુ આ કવિતા લખવા માટે/જે દરવાજાના કિચૂડાટ જેવી સંભળાય/ચીંથરાના ઢગ સામે/ઓરડામાં એની બગલના જાળાં સાથે…(પૃ.૪૫)દરવાજો કિચૂડાટ કરે પણ ચીંથરા સામે કેવો કરે?રૂમની બગલ એટલે? કદાચ ખૂણો અભિપ્રેત હશે !જ્યારે સ્પ્ષ્ત નથી કે નિશ્ચિત પણ નથી કે ક્યાંથી શા માટે શુષ્ક ફરિયાદ આવે છે…કદાચ બગલ શબ્દ આલ્બેનિયન ભાષાની વાક્ય રચનામાં અલગ રીતે બંધ બેસતો હશે,પણ અંગ્રેજી પર્યાય તરીકે વપરાતા કદાચ વાક્ય રચના અજુગતી બની ગઈ હોય.

કાવ્ય સંગ્રહ કદાચ એની દરેકે દરેક કવિતાની પૂર્ણતાની ખાતરી નહીં કરાવતો હોય છતાં એ ઇતિહાસની-ભૂતકાળની-સબળતા ઝીલીને આવે છે.ઉપરાંત યુરોપની ઓછી ઓળખાયેલી સંસ્કૃતિની ઝાંખી પણ લાવે છે-જેમાં લુલયેતા એ અનુભૂતિ કે અનુભવ તરફ અંગૂલીનિર્દેશ કરે છે( જેમ સેલાન,બાકમેન,હેરબર્ટ,પ્રીમો લીવી વગેરે કરે છે)-કે યુરોપના માણસમાં જીવન વિભાવના અને મથામણ કેવી હતી.સંત્રસ્ત.આગળ-પાછળ મૂકેલા લેખોથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘ફ્રેસ્કો’ની કવયિત્રી કાવ્યને ચોક્કસ ઓળખે છે;પણ કદાચ અનુવાદની મર્યાદાને કારણે આપણે કવિતાની ઉણપ પાસે પણ બેસીએ છીએ.પ્રશ્ન એ પણ ઉદભવે કે કવિતા ‘કાવ્યબાની’થી-તોડી ફોડીને-ઓળખાય કે કવિતાને માનવ સંદર્ભમાં-જે કવિતાનો વિષય છે.-ઓળખવી જોઇએ,જ્યારે કવિતા એક સર્જકનો અનેક સંસ્કૃતિ અનુભવ થઈ ગઈ છે.
૩-૩-૨૦૦૮


two poems by ravji patel

ડિસેમ્બર 25, 2017

1) a throng

it is a throng,even in solitude!
this
some breeze like
a sweetheart
goes brushing by.
overflows both shores.
increased with the rain of darkness.
i could hardly take a step
there,
such a snare of the air
that not even a thin hair
would move!
let me take a little walk
among the people on the other side of the bridge,
oh-
never even had an idea
about a throng of one!
* * *
2)
bedstead

tell me,how long will i be a stranger,
in your house?
tell me,in your house
would i receive a hubble-bubble treat?
in southern verandah on a spread out bedstead
i would rest for a while
watching the people come and go;
with eyes closed i hear your voice from inside
i open the door slightly!
what i saw was a concert of two bodies!
who would grind poppies?
who would pulverize the flower of intoxication?
palms tingling like rutted wind-
day becomes thorny-
a portion of the day would come running—
the horses of the night
wings would grow from the bedstead
a sparrow attached to the door
would fly in the house like a dream.
looking over there the moon sniffs verandah
give off the fragrance of a nap,for a little while,
give me your breath wrap it around me and rest.
with darkness,fastens this excitement from the side
on a spread bedstead—
2005


નોંધઃ રુબિકનું સતોડિયું

ડિસેમ્બર 25, 2017

કવિતામાં થાક લાગે છે,અને એ થાકેલી કે થાક લગાડતી ભાષા જ વિધાન છે,સંદેશો છે.ભાષા અને તે માટે વપરાતા મૂળાક્ષરો આત્યંતતા છે.આ શબ્દો જ સિસિફીયન(સિસિફસનો) જાહેર તમાશો છે એના અને એને માટે કરેલી મજૂરીનો.આકારબધ્ધ કૃતિ જાણીબુઝી જોર તોડી નાખતી કોઇ પણ પરિસ્થિતિમાં એવું દેખાડવા માંગે છે કે ધાકધમકીભરી અસંભવિત અવસ્થામાંય,ભાષા હજું પણ જો અપરિચિત,કદાચ ઉદ્દાત્ત નહીં,વિચાર અભિવ્યક્ત કરી શકે છે.

‘રૂબિકનું સતિડિયું’બે વૈશ્વિક અવસ્થા કે રમતના સંયોજનનું પરિણામ છે.રૂબિકનાં ચોકઠાં અને આપણી સાત ઉપરાછાપરી ગોઠવેલી કૂકરીઓનું.દરેક ચોરસ અને સાત ભાગ જતાં જતાં લખવાની કળા ઉલ્લેખે કે વળગી રહે,દરેક ભાગ ઘડતરનો ગુચ્છો,કામલોલુપ ઇશ્કબાજી,તરાઈ અને દરિયાઈ ગતિને ઉલ્લેખતો હોવો જોઇએ એના સાંકેતિક સ્વરૂપે.

આ કાવ્ય રમત છે,માહિતિ છે,મનોયત્ન છે.આ ત્રણેવને તોડી ફરી સાંધતી દરિયાઈ ગતિ છેકુલ સાત વાક્યની,નવ ભાગમાં લખાયેલ, છ ચોકઠામાં ચોપ્પન કાવ્ય છે.
(૩-૧૪-૨૦૧૪)


રુબિકનું સતોડીયું-કાવ્ય ગુચ્છ-૧

ડિસેમ્બર 25, 2017

ભવાઈ
રંગલીની મશ્કરી કરવા કરતાં
તારી સોને મઢી આકર્ષક દૂંટી
વિશે વિચારતાં દરેક ક્ષણ પલકારા
સમ મારે પક્ષીંમાં ગોઠવેલું છાપરું
પવનમાં અઠડાતા પીંછાં ઉથલાવે
અને રવાલ પેદા કરી ગતિ તાણે
ભવાઈ ભવાઈ ભવાઈ ભ-વાઈ.

છાપરું
પછીથી છાપરું અળસિયા સમ
ભાખોડીયું ભરે પેટમાં બરડ
અવાજ જાળવી માટીમાં ગોલેલો
દાદરામાં પગથિયાંને બદલે ઊભેલી
જાહેરાત-ભાર પગી વા ફાચર સજ્જડ
ખાંચાઃ અળસિયાં કેદેથી પાણીપોચાં
છાપરે છાપરે છાપરે છા-પરું

બાળક
બાળક કેન્દ્રમાં ઉભેલી બારી
જો કેન્દ્રમાંથી બાળક તૂટી પડે
તારું તેન્ડુલકર ઉર્જા ખમીસ
હેલિકોપ્ટર અલ્લદીન ભીંતમાં
‘કાલી’શકીરા પવનોમાં લહેરાતી
તૂટેલી ભીંતમાંથી તરાપે ઉગરશે
બાળક બાળક બાળક બા-ળક

બાગ
પૂરેલા કૂવા થાળે સિસોટી રમાડતો
આંખમાંથી ભીનું જોઇ કહ્યું હતું
મટોડા લહુને જલિયાંવાલાંમાં
માટી ફેલાયેલી છે,સંકલિત નહીં
એકવાર ફૂટી છે મારામાં
મોડી પણ તદ્દન રમતિયાળ રહે જે
બાગ બાગ બાગ બાગ-બા

ભોંયતળ
દલાલ સ્ટ્રીટે કાળો મોબાઇલ કાન
કાળા વાળમાં ઓફીસ મોઢામાં
બારખડી કકળાટ મોડા મંગળે
હતાશા અંદાવદી ચાવી રમતમાંથી
પડોશી ઉઘાડો ફટ રવિવારે
દરેક ઓફીસ પડોશી વ્યાકરણ
ભોંયતળ ભોંયતળ ભોંયતળ ભોં-યતળ

કામેચ્છા
૩m બ્લેક ટેપમાં કેવું હતું
એલેક્ટ્રોન લિપિમાં encoded
અગઉથી ફાટેલા દરિયામાં
કાળા rapમાં અનુસરતા રવાલમાં
ઇલેક્ટ્રોન ટપકાંમાં ખસતાં સંગીતમાં
એક નપુંસક ભાષા ડચકાં ખાય
કામેચ્છા કામેચ્છા કામેચ્છા કેમ-છો.

પ્રસ્તાવના
અહીં સપ્તધનુષમાં રંગ સાતવાર
અહીં સપ્તપંક્તિમાં ફરી સાતવાર
અહીં સપ્તપદીમાં ડિવોર્સ સાતવાર
તું ડિંગલામાં જન્મ્યો’તો જેમ ટી.
વી.સીરિયલની સંદિઘ્ધતામાં કે
ઉકરડામાં ગૌતમીને મળેલો માણસ
પ્રસ્તાવના પ્રસ્તાવના પ્રસ્તાવના પ્રસ્તાવ-ના

ફૂલદાની
ફૂલદાનીંમાં પકડી રાખેલો હાથ
અને ધૂમાડો થૂંકતી રાત્રિમાં
ખીલેલા ટકોરા ટાઇના સમોસામાંથી
ગળુ ઢીલું મૂકે ચામડી ગળતાં
બારી પારદર્શક આકાશ પણ કાળું
હથેળી ફરીથી ખીલવા માંડી
ધૂમાડો કવિતાને રાત્રિમાં દોરે

સ્તન દર્શન
અંધકાર કબૂતર જેવું આરડતું બેસે
બે કાચમાં ખખડતો હતો અવાજ
દૂર દેખાતો હતો સાડાદસને ટકોરે
ભૂરો પ્રકાશ ફાટી પડતાં ઓહ માંથી ઓહ
શું છે આંખમાં પરપોટા ટહુંકે
નખ દાઝે ઘરડાવાળ ટૂકડો ભાષા
પારદર્શકતા જ કેવળ વર્ચસ્વ હોય
(૧૦-૧ થી ૧૦-૧૫-૨૦૧૦)

નોંધઃ રુબિકનું સતોડિયું

કવિતામાં થાક લાગે છે,અને એ થાકેલી કે થાક લગાડતી ભાષા જ વિધાન છે,સંદેશો છે.ભાષા અને તે માટે વપરાતા મૂળાક્ષરો આત્યંતતા છે.આ શબ્દો જ સિસિફીયન(સિસિફસનો) જાહેર તમાશો છે એના અને એને માટે કરેલી મજૂરીનો.આકારબધ્ધ કૃતિ જાણીબુઝી જોર તોડી નાખતી કોઇ પણ પરિસ્થિતિમાં એવું દેખાડવા માંગે છે કે ધાકધમકીભરી અસંભવિત અવસ્થામાંય,ભાષા હજું પણ જો અપરિચિત,કદાચ ઉદ્દાત્ત નહીં,વિચાર અભિવ્યક્ત કરી શકે છે.

‘રૂબિકનું સતિડિયું’બે વૈશ્વિક અવસ્થા કે રમતના સંયોજનનું પરિણામ છે.રૂબિકનાં ચોકઠાં અને આપણી સાત ઉપરાછાપરી ગોઠવેલી કૂકરીઓનું.દરેક ચોરસ અને સાત ભાગ જતાં જતાં લખવાની કળા ઉલ્લેખે કે વળગી રહે,દરેક ભાગ ઘડતરનો ગુચ્છો,કામલોલુપ ઇશ્કબાજી,તરાઈ અને દરિયાઈ ગતિને ઉલ્લેખતો હોવો જોઇએ એના સાંકેતિક સ્વરૂપે.

આ કાવ્ય રમત છે,માહિતિ છે,મનોયત્ન છે.આ ત્રણેવને તોડી ફરી સાંધતી દરિયાઈ ગતિ છેકુલ સાત વાક્યની,નવ ભાગમાં લખાયેલ, છ ચોકઠામાં ચોપ્પન કાવ્ય છે.
(૩-૧૪-૨૦૧૪)


રુબિકનુ સતોડિયુ નોંધ-૨

ડિસેમ્બર 25, 2017

‘રુબિકનું સતોડીયું’અનેક વિષયને આવરી લેતું કાવ્ય છે.એ ચિત્ર છે સમાજ-માણસ-પદાર્થ-સ્થળ-સમય વગેરેનું,એ કાર્લ યુંગે કહ્યું છે તે એનાલિટિકલ સાયકોલોજી અને કવિતાને છંછેડતું કાવ્ય છે,તમે કવિતા શા માટે લખો છો અને શા માટે કોઇ કવિતા લખવા માગે છે એ પ્રશ્ન છે આ કાવ્ય.કવિતા રમત છે? હશે?હોઇ શકે?કવિતા અને રમતને શો સંબંધ હશે?રમતની બહાર બધું જ્ઞાત છે-એના નિતિ,નિયમો-જ્યારે કવિતામાં જે પૂર્વજ્ઞાત નથી તેને દ્ર્શ્યમાન કરવાનું છે.રમતની જડતા તળે કશુંક રિલિઝ થાય છે પલા ભર્તૃહરીએ કહેલા સ્ફોટ સમ.રમત આનંદ માટે વપરાતી ઉર્જા છે જ્યારે કવિતા ઊંડાણ અને શક્યતાને સંલગ્ન રાખતી ઉર્જા છે.રમતની ગોઠવણી પૂર્વ યોજિત છે,કળા અંતહીન ગોઠવણી છે.
રુબિકના ચોકઠા સમ અહીં દરેક ભાગ સ્વતંત્રઃછે અને છતાં સંલગ્ન છે,એના રંગ જુદા છે પણ there is also the matter of connection.
રુબિકનુ સતોડીયુ બે રમતનું કે અવસ્થાનું સંયોજન છેઃએક બહાર ચોગાનમાં કે ચકલામાં રમાતી નિર્દોષ રમત અને બીજી ઘરના ખૂણામાં ભરાઈ એકલવાયી રમાતી રમત.કવિતા કઈ જાતની રમત છે?

કવિતામાં થાક લાગે છે,અને એ થાકેલી કે થાક લગાડતી ભાષા જ વિધાન છે,સંદેશો છે.ભાષા અને તે માટે વપરાતા મૂળાક્ષરો આત્યંતતા છે.આ શબ્દો જ સિસિફીયન(સિસિફસનો) જાહેર તમાશો છે એના અને એને માટે કરેલી મજૂરીનો.આકારબધ્ધ કૃતિ જાણીબુઝી જોર તોડી નાખતી કોઇ પણ પરિસ્થિતિમાં એવું દેખાડવા માંગે છે કે ધાકધમકીભરી અસંભવિત અવસ્થામાંય,ભાષા હજું પણ જો અપરિચિત,કદાચ ઉદ્દાત્ત નહીં,વિચાર અભિવ્યક્ત કરી શકે છે.

‘રૂબિકનું સતિડિયું’બે વૈશ્વિક અવસ્થા કે રમતના સંયોજનનું પરિણામ છે.રૂબિકનાં ચોકઠાં અને આપણી સાત ઉપરાછાપરી ગોઠવેલી કૂકરીઓનું.દરેક ચોરસ અને સાત ભાગ જતાં જતાં લખવાની કળા ઉલ્લેખે કે વળગી રહે,દરેક ભાગ ઘડતરનો ગુચ્છો,કામલોલુપ ઇશ્કબાજી,તરાઈ અને દરિયાઈ ગતિને ઉલ્લેખતો હોવો જોઇએ એના સાંકેતિક સ્વરૂપે.

આ કાવ્ય રમત છે,માહિતિ છે,મનોયત્ન છે.આ ત્રણેવને તોડી ફરી સાંધતી દરિયાઈ ગતિ છેકુલ સાત વાક્યની,નવ ભાગમાં લખાયેલ, છ ચોકઠામાં ચોપ્પન કાવ્ય છે.
(૩-૧૪-૨૦૧૪)