Dig(E)ujArART i

સપ્ટેમ્બર 17, 2011

આમુખ
——-
શબ્દમાંથી ચિત્ર ભૂંસાઈ ગયું.

બાળક ઝાડે ગયા પછી–
વાસીદું વાળી લીધું,
changing pipe line 1 vide 0
mode is not supported.
૧)

ભ ટ ક
તો

ક્ષ


designer screensaver.

૨)

એક મiળામાં મણકા–
બાળમંદીરે વાપરેલી આધેઅધુરી સ્લેટમાં ગોઠવેલાઃ
Debt Reducer,
Text message/e mail
મણકા–ડૉટ–કૉમ.
કેલીડોસ્કોપમાં તમારો વાસ–
In put vide 0
dress maker’s dummy….

૩)

McDonald નવું રસોડું–
કુંભ મૂક્યા વગર.
વાટેલો ખોરાક–
space invader
( City is Forest. )
એક અદભૂત ખ્યાલ
પણ mind-numbing :
performing coldplugging
vista vista વિષ્ટા-
Down load….

૪)

હું મારામાંથી i Tune….
પ્રભુ તારો (i ) Pod
શબ્દમાં અટકી ગયો અટવાયેલો શ્વાસ
Laptopમાં
ખૂલે છે જીવવા દરવાજા
કોઈએ ઝડપેલા ફોટામાં શોધ ( i ) દ્ર્ષ્ટિ
( આઈ લવ યુ. )
પ્રેમમાંથી જ અવતર્યો ધિક્કાર….આખો નકાર
સુંદર નારી ચાલતા કેરીમાં ચૂસે છે
છાપામાં કહોવારો
રોમન્ટિકલી ઊભરાઈ ચિત્ર એનિમેટ કરે
મન
હરણ….મન હરણ..

આ   ઈ- પોએટ્રિ વિશે એક નોંધઃ-
ભાષા હોય કે રસ્તા પર ઢગલાબંધ પડેલો કચરો હોય, પણ એ બધું જ્યારે અઢેલીને મૂકાય( જક્સ્ટાપોઝ કરાય )અથવા એમાં અચાનક સામીપ્ય ઉદભવતા તમને કોઈ ચિત્ર દેખાય ત્યારે એ ચિત્ર ( કે સામિપ્યમાં )સંસ્કૄતિગત નાદ ( વોઈસ ) અથવા વૈયક્તિક ભૂતકાળ ( સંસ્મૄતિજને )તમારા મનોજગતમાં ગૂસપૂસ કરતો મૂકી જાય છે, તમારી અદભૂત અને ઉદાસ યાદોની પ્રમાણભૂતતા પ્રસ્થાપિત કરે છે. કદાચ કચરામાં મનહરણ ગોપિત છે ! ( allure of ruins. )આ ઈ પોએટ્રિ આવાં અનેકાઅનેક સામીપ્ય ઊભી કરતી રચના છે, જ્યાં ભાષામાં વ્યાપેલી અને ભાષા બહાર વ્યાપ્ત શક્યતાઓ કવિકર્મ થઈ જાય છે. ઈ પોએટ્રિનો સર્જક સદાકાળ ખૂલ્લા કાન અને દ્રષ્ટિ છે ; i-દ્રષ્ટિ અને iTune…જ્યાં કવિતા કેવળ ભાષા મટી ભાષાચિત્રપટ્ટી
થઈ જાય છે, જ્યાં અડવાપણૂં ( oddness )મનોહારી છે, હવે જ્યારે ગુજરાતી કાવ્ય વેબસાઈટો અને મેગઝિનોમાં થાકેલું કવિકર્મ જ હાથવગું છે.
આ નવી કવિતા રનેસાંસ પેઈન્ટીંગથી એબ્સ્ટ્રેક્ટ એક્સ્પ્રેસનીસ્ટ પેઈન્ટીંગ સુધી ગતિ કરતો ચિતાર છે.
૧૦-૫થી૧૯-૨૦૦૯,
હિમન્શુ પટેલ

Advertisements