બે યુધ્ધગ્રસ્ત સંસ્કૃતિના કાવ્યો

નવેમ્બર 27, 2011

November 28, 2011 by himanshupatel555 | સંપાદન કરો

href=”https://himanshupatel555.wordpress.com/wp-admin/index.php”>

ગીરગીસ શૌકરી ( ઇજીપ્ત)
પ્રેમ

વાદળાં બારી સાથે હસ્યાં
પછી ગબડ્યાં
કપડાં કાઢ્યાં;
જોયું,
એ તૂટી પડ્યાં’તા ચોળાયેલાં પથારીમાં.
એમની ઊંઘ પછી પલંગ
કબાટમાંથી કઢાતાં
કપડાંના અવાજ જેવો લાગ્યો.
ભીંતો પડોશીને છેલ્લામાં છેલ્લી વિગતો
મોકલતી હતી
અને છત આકાશને આમંત્રે
કૌટંબિક મેળાવડામાં.
ઉતાવળકરઃ
એક અટ્ટહાસ્ય ભીંતમાંથી નાસી છૂટ્યું
આપણે ઝડપવું છે એને
અન્યથા
સમગ્ર વિશ્વ હાસ્યમાં ફાટી પડશે.(અનુ. ૧૧/૨૪/૨૦૧૧)

૨) શૌકિ શાફિક ( યમન)
કારણો

 a) સ્વાદ
ગઈકાલે
તારા ગયા પછી
હું જમ્યો નથી
મારા હોઠ પરથી
તારો સ્વાદ ન ભૂલવા.

b) ચળકાટ
ઘૂંટણ અંધારામાં ચળકે,
એક પંખીના
ધ્રુજવા માટે પૂરતું કારણ.

 c) સમાપ્તિ
ત્રણ માણસો હતાં
ઓરડામાં એક સ્ત્રીનું ચિત્ર દોરતા
જ્યારે દોરાઈ રહ્યું
એટલી બધી સ્ત્રીઓ ત્યાં હતી
કે ઓરડો વકાસી રહ્યો.

d) ખોરાક
કચરાપેટીએ કેટલાંય બીલાડાં
પાંઊના ટૂકડા
પ્લાસ્ટિક હોય
અને ત્યાં છે ખોરાક
ગાડાનો ઢોંગ કરતા
બાતમીદાર માટેય.[અનુ, ૧૧/૨૪/૨૦૧૧]

Read the rest of this entry »


બે વિનાશક જાતક કથા

નવેમ્બર 24, 2011

૧)

એક વખત એક શહેર હતું,
જાગ્યું ત્યારે લોથલ નામે ઓળખાયું.
પછી ખોતરી ખોતરી ફરી શોધાયું,
એ પણ લોથલ જેવું જ દેખાયું.

આપણને પણ વેઇટર જેવી જ ટેવ છે–
ધોઇ ધોઇ એ જ પ્યાલામાં કોફી ભર્યા કરીએ છીએ.

૨)

દરેક ભાષામાં,
એક વખત શબ્દો રહેતા હતા.
દરેક શબ્દો
અમે ભાષા જાણીએ છીએ એવો
નાસિકાગત અથવા બહુવ્રિહી દાવો પણ માંડે.

એક્શબ્દ સાવ ટાઢો
બીજો લવચિક રૂપાળૉ,
ત્રીજો તડકે તસતસતો સ્તનશો અંદરથી,
એક સર્બિયામાં બોલાય
અને બીજો ભારતમાં;

છતાં કહે અવું-
મૄત્યુ તમારો અનુભવ છે,
અમે તો કેવળ એનો ઉચ્ચાર છીએ.

૬-૧-૨૦૦૮


બે કવિતા

નવેમ્બર 18, 2011

૧)
ઉનાળુ રસ્તો

તારા ઉનાળુ પડછાયા માટે
તીવ્ર લાલસા છે; ફરીફરી
પાછી ફર્યા કરતી લીલ જેવી.
પથ્થર નીચે કળણમાં સંકોડાયેલી
હવા હજું હુંફાળી છે. યાદ કર
નિગાળો, પણ ખંડેર અને છતાં
સઘળું વર્તમાન ; સપાટ ગોરાડુ તડકો
છે, ડમરીમાં છટા,નાજુકાઇ
સૂક્ષ્મભેદ અને અંતહિન, અને
કોઇ ધ્યેય નથી કેવળ પછીથી લોપપામે
૨)
કુટુંબ

બાપા હડકાયા પછી મારે,બાળક છતાં હયાત–
ચપ્પામાં બા હમેશા કટિંગબોર્ડ પર સમારાય,
અને શ્વેત ગરણામાં દદડે, અમે બધાં
જમણવારમાં વિસ્તરીએ, બા પ્રસાદમાં પોતનો
ઉપભોગ ધરેઃ કેવી રીતે બધું પચી જાય
થાળીમાં નગ્ન અને નિયત– બેડરુમમાં ચ્હેરા
આરડે, સંતાયેલા, વાગોળતા કુટુંબ વચ્ચે,
કચરાઇ અણીયાળા થતા દાંત સાથે, રોજ
રાત્રે, પુનરાવર્તન.


કવ્યત્રયિ

નવેમ્બર 13, 2011

૧) ફરક

આ જાડું સ્વપ્ન કાગળ પાતળા અવશેષો
લઈ સૂતેલી આંખમાં વાગ્યા વગર ખૂંચે છે,
પોકળ કાળાશમાંથી ધસી આવી. અંધકાર
કેવળ મનોવેદના છે–ખૈબરઘાટઃ
હવે મને કશું યાદ નથી આવતું.

આ જાગેલી આંખો અળસીયા માટી ફેરવે
તેમ સુરેખ પડખાં ફેરવેઃ તારી કોઈ ચોક્ક્સ
વિભાવના મારી યાદમાં નથી આવતી. ચહેરો
પોકળ કાળાશ. સ્વપ્નમાં સ્પર્શાય તેવી હયાતી છે.

પણ હું એક ક્ષણ ભૂલી નથી શકતો કે તારા
શરીરમાં, મૃત થથરાટ હજું ઉથલા મારે છે.
૨)
વિદ્યમાન

આપણે ખાડીયાપોળમાં આંખોથી ભળ્યા,
ઉનાળો ડામરે બળેલો,વાયુ વેગ દળે
દાઝેલો– નમ્રતામાં આંખો કાળોદળ, ડામર
અને શરમાળ તડકો– શકુંન્તલા અદામાં, હજારો
વર્ષોથી આપણી પ્રસ્તાવના જેવી શાકુંતલના પાનાઓમાં
ઉછરેલી, આપણે આપણી દંતકથામાં ચરિત્ર થઈ ગયા.
હવે કોઈ સ્પર્શ પાના ઉથામે–
એમાં નથી, કોઈ આશ્ચર્ય ચિન્હો, વિદ્યાર્થીએ તાણી ભાર લીટીઓ,
સાંકેતિક ભાષા કે તાડપત્રી પીળૉ કાગળ–

આપણે અવિરત લખયા કરાતું કાવ્ય,
ક્યારેય આઉટ ઓફ પ્રિન્ટ નહીં.
૩)
અસંસ્કારી સ્થિતિ

હવે આ યુગ હોય કે પેલો શક્સંવત સમય,
ભાષા માણસ હોવું હતું–તમારે કુટુંબં મૂકી
જેલમાં જવું અને વધસ્તંભ સુધી કવાયત–
કોઈ કશું કહેતું નથી, પછી બધું લોકકથામાં
કે વૈતાલ કથામાં ફરી કેળવાય–કેવળ ઇશ્વર
આમતેમ ઊંચે ઉડ્યા કરે, શહેર થથરતા
સ્વરે ગુસપુસ કરે. કહોવાઈ જીવાત થઈ જાય,
વળીવળી બોલે–ફ્રોઈડ આપણું માપયંત્ર–ઈયળ
અભડાયું સ્વપ્ન–આપણી કરચોઃ લાદેનયુગ કે
શક્યુગ- સમય ટૂચકો છે,દયાહીન,–merciless killing!!


વાલ્ઝીના મોર્ટ- જ્ન્મ,૧૯૮૧

નવેમ્બર 9, 2011

બે કાવ્ય,
૧)    પ્રસ્તાવના
ઉઘાડા વૃક્ષ પર-
એક લાલ પશુ,
એટલું નિઃસ્તબ્ધ, એ વૃક્ષ થઈ ગયું
હવે વૃક્ષ પશુ આંતરે
સાવધ પશુ.

એની છાતીમા પથ્થર ઝીંક્યો

એટલા જોરથી- પથ્થર પશુ થઈ ગયો.
હવે પશુ પોતાને ઝીંકે પથ્થર સમ,
લોહી કુતરા જેવું-ગુલાબી વૃક્ષ વંટોળીયામાં,
અને ચંદ્ર થકવી નાખે તમારે ચહેરે
કાગવાસનું ઢોંગી વાર્ષિક મોહરું

મૃત્યુ વધું સાંભળવા રાહ જુએ.
તેથી મૃત્યુ ઉવાચઃ
પહેલાં-તારી કથા,પછી-હું.
( કલેક્ટેડ બાડી,કાવ્ય સંગ્રહ-૨૦૧૧ માંથી)

૨)   લગ્ન
આ રીત નથી તમારી તૂટેલો ગ્લાસ ચોંટાડવાની

એ ટીપે ટીપે ભેગો કરે
દરિયો સમસ્ત વિશ્વ ફરતે છંટાયેલો

તમે પથારીની ધારે ટૂંટિયું વાળ્યું છે
એકદમ અચાનક
એકાએક ધારણા બહાર
કબાટ નીચે ગબડી ગયેલા રમકડા સમ

અને તમારા શ્રીમતી કોલંબસ અહીં છે
માંસ જેવી લાલ આંખો
ઝીણી કરેલી પણ નિહાળતી નથી
એની હોડીના નાકથી આઘે

કોણ નીકળી પડશે તમને ખોળી કાઢવા
જ્યારે બધા નકશા ખરીદાયેલા અને જડાયેલા હોય
કોણ માનશે
કે સમુદ્ર ગાબડું છે
કે સ્વક પર ઓઢાડેલી ચાદર
તારી-મારી સાથે ભૂત-પલિત રમવા.
( ફક્ટરી ઓફ ટીઅર્સ,૨૦૧૦ પ્રથમ કાવ્ય સંગ્રહ)
[અનુ.૧૧/૪ અને ૧૧/૫/૨૦૧૧ અનુક્રમે]

{અબ્દુ અલી ઇટનની વાલ્ઝીના મોર્ટ સાથે ગોઠડી ઃ અનુવાદ.}

બેલરુસથી આવેલી આ ૧૯૮૧માં જન્મેલી કવયિત્રિ હાલ બાલ્ટીમોર યુનિ.માં વ્યાખ્યાતા છે.૨૦૦૫માં પહેલો કાવ્ય સંગ્રહ’ફેક્ટરી ઓફ ટીઅર્સ’આપ્યા પછી૨૦૧૧માં નં.૨’કલેક્ટેડ બાડી’
કેન્યન પ્રેસમાંથી આવ્યો છે.ઇન્ટરનેટ પર થયેલી આ મુલાકતનો અનુવાદ છે.

અબ્દુઃ  બાલ્ટીમોરના આગમને કવિતામાં શું ઉમેર્યું ?
વાલઃ એ તો બાલ્ટીમોર છોડીશ પછી સમજાશે.
અબ્દુઃ ‘કલેક્ટેડ બાડી’ પાછળ કારણભૂત શું ?
વાલઃ  પ્રેરણાને કોઇ સ્ફૂરણ નથી,જો આ વાતને અર્થ હોય.પ્રેરણા સ્વયંભૂ છે આવે ને જાય યદ્રેચ્છાએ,અને આંગળી મૂકી કહી શકાય નહીં કે આ કે પેલા સમયે શું આવ્યું હતું. આ કાવ્ય સંગ્રહની શરુઆત ૨૦૦૯ના ઉનાળામાં થઈ હતી.જ્યારે હું ઉત્તરના દરિયાના નાનકડા ટાપુ પર રહેતી હતી, પછી બે વર્ષ પ્રત પર કામ કર્યું,સંપાદન, છેકાછેક, ફેરવિચાર વગેરે. સંગ્રહ નિશ્ચિત પણે મેટામોર્ફોસિસ ( રુપાંતર/પરિવર્તન)ના તાંતણે સંધાયેલો છે ( જુઓ એના આવરણમાં લીડા(સ્ત્રી)અને હંસ.)અને સ્ત્રૈણ વિષયાસક્તિ(સેન્સુએલિટી) અને ચિત્રપ્રદેશ-જે બે વિવિધ દેખાવો વચ્ચે નિર્વાસિત છે-જે ઉત્તરના દરિયાથી કેરેબિયન સમુદ્ર સુધી વિસ્તરેલી કવિતામાં વણાયેલો છે;અને બેલરુસનો પૃથક સમતલ(ફીકો!) વિસ્તાર.
અબ્દુઃ  સર્જક તરીકે ગૂઢસત્ય અને નિષેધ,જેવાં કે જાતિય સંબંધ અને હિંસા,તપાસ્યા છે ખરાં.તમાને જીવાતી લાંછિત હકિકતોને જાહેર કરવાની ઇચ્છા થાય ખરી?
વાલઃ  હું સંબંધ અને હિંસાને નિષેધ તરીકે નથી જોતી,ખાસ કરી, ફિલ્મી સંસ્કૃતિ, જે એનું દૈનિક ઉત્પાદન છે.મને લાગે છે કે એના વિષે ચર્ચા કરવી ઢોંગ હશે જ્યારે અમેરિકામાં એ બન્ને સાક્ષાત છે, હકિકતમાં એ બે જ કેવળ પદાર્થ છે જે વેચાય છે.મને નથી લાગતું સર્જક તરીકે હું એકેય તરફ વધારે ધ્યાન આપું,જો કે આ બીજો સંગ્રહ પહેલા કરતા વધારે વિષયાસક્ત છે.પણ વ્યક્તિગતપણે મને કળામાં વધારે રસ છે-અને ફિલ્મો કદાચ એમાં વધારે સરળ છે.-જે દેખાડે છે આપણી સંપૂર્ણ વિકૃતિ કેવી રીતે કહેવાતી નિયમિતતા છે.કોઇ નમૂનેદાર નથી.આપણે બધાં રૂઢીમુક્ત છીએ.એ જ આપણા વિશે રસનો વિષય છે.હું તમારું ધ્યાન ઑસ્ટ્રિયન ફિલ્મ ડિરેક્ટર માઇકલ હેનેકે(heneke) તરફ દોરું છું.ત્યાં ‘લાંછિત હકિકતો’તાગવાની વાત નથી પણ પ્રેક્ષકને પ્રોવવાની,ઉઘાડવાની નહીં,જેમે જેમે તમારું કર્મ ઉકલતું જાય તેમાં.
અબ્દુઃ  કદાચ તમારે માટે આ ગૂઢ સ્થળો(સ્તરો!)એ જવું અઘરું હશે કવિતા માટે ?
વાલઃ  ના , એવું નથી. મને આનંદ છે કે હું એ કરી શકું છું,અને બીજી કોઈ રીતે જીવવું-તેની કલ્પના કરી શકાતી નથી.
અબ્દુઃ  કવિતા, લય,આકાર અને સંવેદના સાથેના નૃત્ય જેવું છે. તમારી કવિતા કોઇ નૃત્ય સ્વરુપ હોય તો તે કયું ?
વાલઃ  હું કવિતાને નૃત્ય સાથે સરખાવીશ નહીં, મારે મતે,એ ખૂબ ઉત્કૃષ્ટ કળા સ્વરુપ છે.આપણે લય, આકાર અને સંવેદા વિશે દરેક કળામાં વિચારી શકીએ,પછી એ સંગીત હોય કે ચક્ષુગમ્ય (ચિત્રાદી) કળા હોય.પણ ઇતર કળા સ્વરુપો સમ, અને નૃત્ય અગ્રસ્થાને,કવિતા માનવજાતિનું મહત્વનું કામ કરે છે.ભાષાની શુધ્ધતા જાળવવાનું,રૂઢ વાક્ય પ્રયોગો અને અન્ય
અભિવ્યક્તિઓ જેમાં કોઇ સૌંન્દર્યગત કર્મ નથી,પણ કેવળ ઉપયોગીતાવાદ જ છે,તેનાથી મુક્ત કરાવવાનું.
અબ્દુઃ  તમે તમારાં કાવ્યોને ઉર્મિગીત તરીકે જુઓ છો ? આ સંગ્રહ વાંચનાર માટે કયો આલાપ ગાય છે ?
વાલઃ  કાવ્યના મૂળ ગીતમાં છે,એ દ્રષ્ટિએ દરેક કવિતા ગીત છે,એક પ્રાર્થના.યદ્યપિ,નૃત્ય સમ કાવ્ય સંગીત(લય)ગાયનની તરજ સમ દેખાડી કે સંભળાવી ન શકાય.હું જ્યારે આ સંગ્રહના સર્જનમાં રત હતી ત્યારે ફ્રાન્ઝ લિઝ્ટ,શોપીન અને બ્રાહ્મ્સને ખૂબ સાંભળતી’તી, પણ કવિ જ્યારે લખતો હોય ત્યારે આપણે જૂદા પ્રકારના લયની વાત કરીએ છીએ.કદાચ સારો શબ્દ આનંદ હશે,જેમ આપણી સાચી આનંદની ક્ષણોમાં દરેક વસ્તુ આપણામાં લહેરાતી હોય.આપણે એને ક્યારેક સંગીત,ક્યારેક કવિતા, ક્યારેક આનંદ કહીએ, કારણકે વાસ્તવમાં એને કોઇ નિશ્ચિત નામ નથી–એ એવી લાગણી છે( વસ્તુ છે.) જે સંજ્ઞા સ્વીકારવા તૈયાર નથી.આપણે અનુભવીએ ત્યારે જ જાણી શકીએ છીએ.અને એને કોઈ નામ નથી તે કારણે આપણે એકજ રીતે તેનું અનુભાવન કરી શકીએઃકળા દ્વારા.
અબ્દુઃ  તમે મુસાફર છો.કયા સ્થળો તમને પ્રેરણા આપે છે ?
વાલઃ હું સરળ જીવવું પસંદ કરું છું,પૈસા બનાવી જુદા સ્થળોએ જતી હોઊં છું.કોઇપણ સ્થળે મહિનો તો હું રહી જ પડું, જે મોટે ભાગે ઉનાળામાં જ સંભવે છે.કળા ગૃહો એ માટે ઉત્તમ છે.આ સંગ્રહ બે રહેઠાણો વચ્ચે લખાયો છે-જર્મન ટાપુ ઝ્યીલ્ટ અને ઓસ્ટ્રિયા.પછી હું ટ્રિનિદાદના એલિ યાર્ડમાં રહી અને છેવટે મોરોકોના ઉનાળામાં આખરી ફેરવિચારણા થઈ એના વિશે જ્યાં લેનન ફાઉન્ડેશનની સહાયથી હતી.હાલ હું ઓસ્ટ્રિયામાંથી તમને જવાબો લખી રહી છું, જ્યાં ફરીથી રહેવા આવી છું.ડેન્યુબના ક્રેમ્સ ટાપુ પરના લિટરેચરહાઉસમાં.મને વિશાળ પ્રદેશો જેવાંકે સમુદ્ર,રણ વગેરે ગમે છે.હું નાના અને સંપૂર્ણ પણે દરિયાથી વંચિત દેશમાં ઉછરી છું. હકિકમાં, હું જ્યારે બાળક હતી,દરિયો ભગવાન જેવો હતો-કેવળ એના વિશે વાંચ્યું હતું, પણ આંખોથી નિહાળ્યો ન હતો.તેથી હાલમાં હુ,મને લાગે છે કે, વિવિધ સમુદ્રોતટોની ભરપાઈ કરું છું.
અબ્દુઃ  બાલ્ટીમોર શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ) માટે યોગ્ય છે ?તમે કયા સ્થળો સૂચવશો ?
વાલઃ હું કદાચ આ”શરુઆત કરતા કવિઓ( નવા નિશાળીયાઓ)”દ્ર્ષ્ટિકૉણ સાથે સહમત નથી, કેવળ એક જ સ્થળ કવિઓ માટે સારું છે, તે પુસ્તકાલયો.બાકી બધું વિકલ્પ છે,પણ એ ય મહત્વનું છે બીજાં, અન્ય કરતાં વધારે,માટે કે પ્રસ્થાપિત કવિઓને વાંચે, સાંભળે અને ગોઠડી કરે મનગમતાઓ સાથે.શહેરોમાં કાવ્યવાંચનના સારાં કાર્યક્રમો થતાં હોય છે.જો તમે સ્થાનિક મેગેઝીનોમાં છપાવો તો એના વિતરણ સમારંભો તમને વાંચવા આમંત્રણ પણ આપશે.અમારા MFA પાઠ્યક્રમમાં જબરદસ્ત વાંચનના કાર્યક્રમો છે, જે આમપ્રજા માટે મફત અને જાહેર છે.અહીં સીટી લિટ(સંસ્થા)છે.એનક પ્રાટ પુસ્તકાલય છે પોતાના વાંચનના કાર્યક્રમોવાળું.ન્યુયોર્કતો હાથ છેટું છે.

અબ્દુ અલિ ઇટન કળાના હિમાયતિ અને બાલ્ટીમોરના સ્થાનિક સર્જક છે.એમનું સર્જન EatOnThis.Com પર વાંચવા/જોવા મળશે.

Read the rest of this entry »


શું લખવું ?!ઃ-મિથ ઓફ સિસિફસ જેવી સંવેદના મૂકી જતી ગઝલ

નવેમ્બર 2, 2011

સતત અવઢવને હું તોલું, કશું લખવું તો શું લખવું ?!
કોરા કાગળને ઢંઢોળુ, કશું લખવું તો શું લખવું ?!

વહી આવે છે ખાલી કેટલા કંઈ શબ્દના ટોળાં,
પછી અર્થોને હું ખોળું, કશું લખવું તો શું લખવું ?!

ઘણાએ છંદ તોડ્યા ને મરોડ્યા કાફિયા કંઈએ,
રદીફો હું નવા જોડું, કશું લખવું તો શું લખવું ?!

અગર લખવું તો એવું ખુદને ભાવે, ભાવકો ને પણ,
અહીં ઉગે છે બસ મોળું, કશું લખવું તો શું લખવું ?!

હજુ ‘આનંદ’ એ વાતે વિચારો આવતા રહે છે,
ભલે અટવાય મન થોડું, કશું લખવું તો શું લખવું ?!

-અશોક જાની ‘આનંદ’
(સૌજન્યઃ-ગુર્જર કાવ્ય ધારા…a way of talking)

કાવ્યાસ્વાદ કોઇ સાહિત્યિક કળા કે સૈધાન્તિક પ્રવૃત્તિ નથી.એ કાંતો નિજાનંદ છે કે પછી કવિતા અને તેનું સ્વરુપ સમજવાનો આનંદ છે.કાવ્યાસ્વાદ કોઇ અધ્યાપકિય રીતરસમ નથીઃ- ટૂંકાણમાં સમજાવો વા ભાવાર્થ આપો. કવિતાને અનેક પરિપ્રેક્ષ્યમાં કે સંદર્ભોમાં અનુભવવી તે કાવ્યાસ્વાદ છે, એમાં કવિતાનો આનંદ છે.કવિતા આનંદ છે વાંચવાનો અને પોતાને સંભળાવવાનો.શબ્દ હવે કેવળ વાંચવાનો નથી રહ્યો, કૉન્ક્રિટ કાવ્ય કે ઇ-કાવ્યોથી સાંભળવાનો પદાર્થ પણ થઈ ગયો છે.ગુજરાતી ભાષાનો શબ્દ તો વળી તેનાથી આગળ જઈ આપણા ઉચ્ચાર અને સ્વસન તંત્રમાં અનુભવાય છે.દા.ત. ચુપ શબ્દનો ઉચ્ચાર પૂરો થતાં હોઠ ભીડાય અને અવાજ બંધ થઈ જાય કે ખાલીખમ શબ્દના ઉચ્ચારને અંતે ‘મ’માંથી ઉદભવેલું વાયબ્રેશન છેક નાભી સુધી રિક્તતા રચી આપે છે.
આવી ભાષામાં સર્જનની મુંઝવણ અશોક જાની અનુભવે છે.’અવઢવ’બે શક્તિ ભરેલો શબ્દ છેઃ ઝંખના અને અચોક્કસપણું.ડૉ.નલિન પંડ્યાને મતે કોઇ પણ કવિતાની પહેલી પંક્તિ દેણ(દત્ત) છે અને મારે મતે મુંઝવણ છે.આ ગઝલનો કર્તા પહેલી પંક્તિ માટે જ નહીં પણ કાવ્ય માત્ર માટે ઝંખના અને અચોક્કસપણું બન્ને એકજ સમયે અનુભવે છે.
‘ગઝલ’ગુજરાતી ભાષાનું ચવાઈ ગયેલું સ્વરુપ છે અને એમાં આ કવિ શબ્દની/સર્જનની અનિશ્ચિતતાનો મુઝારો અનુભવે છે.ગુજરાતી ભાષામાં ઝંખના અને અચોક્કસપણું કૃતિ અને કર્તા બન્નેમાં અનુભવાય છે.સતત ગઝલ લખ્યા કરતા સર્જકને ‘નવ્યતા’ની કોઈ ઝંખના નથી અને એ ચીલાચાલુ બંધારણમાં શું નવું કરી શકાય તેનું અચોક્કસપણું(આંગળીને વેઢે ગણાય તેટલા સર્જકો સિવાય.)વ્યાપેલું દેખાય છે.એટલે તો મથાળામાં જ પ્રશ્ન અને આશ્ચર્ય અનુભવે છે-પ્રશ્ન પહેલો છે.
લતા હિરાણીએ ‘જળ’કાવ્યમાં કહ્યું ” કાળા અક્ષરની તરસ/ને કોરા કાગળના તાપ…” શબ્દ બળતરા છે, વા શબ્દ લુપ્ત છે. છતાં સર્જક ક્યાંક કશું ખોવાયું કે નિઃસત્વ થઈ ગયું છે તેની મથામણમાં શબ્દને નહીં પણ કાગળને, તેમાં રહેલી રિક્તતાને-સફેદીને-ઢંઢોળે છે કારણ કશુંક તો લખવું છે. મુઝારો સર્જકનો દ્રષ્ટિકૉણ છે, દરેક શબ્દ એક ગ્રાફિક કોયડો છે જે ઉકેલવો પડે છે વાંચવા માટે, સાંભળવા માટે.
વાત ત્યાંથી આગળઃ વહી આવે છે ખાલી….આ ભાષાની વાત છે કે પછી સર્જકોની? જે રીતે ગીત-ગઝલ અચાનક દૂધના ઊભરા જેવા આવ્યા તેનું આ આશ્ચર્ય હશે.ખાલી અને ટોળાં-આપણી સાંપ્રત સ્થિતિ છે,’અસર’ બ્લોગના યશવંતભાઈ લખે છે ” ઠેરઠેર ધોધમાર લાગણી ખાબકી હોવાથી ગઝલ ગીતનાં ગાડાં ભરાયાં છે.” તો એમાં અભિવ્યક્તિ કે શક્યતાઓને ક્યાં તાગવી? સર્જન એક એવી પ્રક્રિયા છે જ્યાં વાક્યોના(પંક્તિના) ઉભરા આવે છે, કેટલુંય વ્યર્થ નીવડે છે,ફાડી નાખવું પડે છે.કેટલાય સર્જકો ‘નવ્યતા’ના પ્રયોગો કરે છે,છંદમાં છૂટછાટ લઈને- અને ફેસબુક પર આ છંદો,છૂટછાટ માટે વાગ યુધ્ધો થતાં દેખાય છે, બંધારણમાંથી છૂટવું નથી અને બંધારણને નવું કરવું છે(એને માટે તો ફેસબુક પર ક્લાસ ચલાવાય છે.)”રદીફો હું નવા જોડું..’મથામણ છે કે હતાશા કે ગુંચવાડો હશે? પરંપરાથી ફંટાવું આપણા છંદબધ્ધ કાવ્યો સમ ગઝલને માન્ય નથી. છતાં ગઝલ ક્ષેત્રે લયમાં, અભિવ્યક્તિમાં નાવિન્ય દેખાયું છે.છતાં{આ મોટા પાયે થતાં ઉત્પાદનમાં}કશું લખવું તો શું લખવું એ લમણાકુટ તો રહેવાની જ–મર્યાદા એનું મૂળ છે.
કવિતા અને રસનો પ્રશ્ન કેટલાંય વર્ષોથી ઘૂંટાતો-ચર્ચાતો આવ્યો છે.વેબ જગતમાં ડૉ.વિવેક ટેલર ‘સામાન્ય માણસને સમજાય તેવું કે તેવી ભાષામાં લખવું’નો આગ્રહ રાખે છે.આ સર્જક કેવળ ભાવકને નહીં પોતાને ગમે તેવું લખવાની વાત કરે છે.પોતાના કાવ્યનો પતે judge? પણ સર્જક સભાન છે તેથી તરત કહે છે’અહીં ઉગે છે બસ મોળું…’આપણી ગઝલની અનાથી વધારે સારી કઈ ઓળખ હોઈ શકે? આ મોળુ શબ્દમાં મોળ પણ સંતાયેલો છે.’પ્રત્યાયન’ના પંચમ શુક્લનો પણ ગઝલની આ ઓળખ છે,ડૉ.વિવેક ટેલરના અભિપ્રાય સંદર્ભે “ગુજરાતમાં લખાતી ગુજરાતી ગઝલ સમય સાથે એક ડગલું આગળ વધે છે તો બે ડગલા પાછળ ખસે છે. મોટાભાગના નવા ગઝલકારોના ચિત્તતંત્ર મરીઝ/ઘાયલ… કે આદિલ/રાજેન્દ્ર …. યુગમાં જ ચકડોળે ચડેલા હોય ત્યાં નવી ગતિ કે મૌલિકતાનું ચલણ દીવો લઈને જ શોધવું પડે.”
પોતાની પરંપરાને ઓળખતો કવિ વિચારે છે,મૂંઝાય છે, અટવાય છે,પાછો પડે છે.ફરી ફરી પુનરાવર્તન પામતું વાક્ય “કશું લખવું તો શું લખવું ?!” સાંપ્રત ગુજરાતી સાહિત્યની સ્થિતિનો ચિત્કાર છે,આ ફ્રેક્ચર્ડ વિશ્વ જેવી સાહિત્યિક પ્રવૃત્તિનો.જો કાવ્ય સામાન્ય માણસને સમજાય તેવું થવું જોઈતું હોય તો આપણે દલપત-નર્મદ કે નરસિંહ-મીરાંથી આગળ વધવાની આવશ્યકતા ખરી? કવિનું કામ રૂચી ઘડવાનું છે,નથી માન્યતા મેળવવાનું કે કવિઓ ઘડવાનું !
આપણી નબળી થતી કવિતાના મિથ ઓફ સિસિફસ જેવી સંવેદના મૂકી જતી આ ગઝલ સર્જકોને સદા જાગૃત રાખશે એ જ…અસ્તુ.

[ અહીં આસ્વાદ તળે થોડી નોંધ મુકું છું જે વિચાર પ્રેરેક નીવડશે તેવી અપેક્ષા છે.]

૧) આપણું cyberculture  (cy·ber·cul·ture  /ˈsaɪbərˌkʌltʃər/ Show Spelled[sahy-ber-kuhl-cher] Show IPAnoun a unique setof habits, values, and other elements of culturethat have evolved from the use of computers and the Internet અથવા તો noun
the culture that emerges from the use of computers for communication and entertainment and business) આપણી નબળી કડી છે/હશે કે થતી જાય છે કે ત્યાં દોરી જાય છે ?

૨)આપણું કાવ્ય(વેબ)જગત pop culture(લોકપ્રિય સાહિત્ય)થઈ ગયું છેઃ જે વેપારી જગત સમ consumerist થયું,subculture સમ ગઠબંધનમાં કે નાના ગ્રૂપમાં ફેરવાઈ ગયું, દાવા માંડીને sensationalist થઈ ગયું અને આ બધાંથી એ corrupted છે.

૩)કદાચ વિશ્વમાં લખાયું છે તેમ અઘરી કવિતા એટલે શું ? એ વિશે આપણે પણ વિચારવું પડશે વર્નન શેટલી(Vernon Shetley) સમ-After the Death of Poetry: Poet and Audience in Contemporary America [Paperback]’

૪) ગઝલ આપણા નનકડા I નુ સાહિત્ય છે?
ઓક્ટોબર-૨૦૧૧