બે વિનાશક જાતક કથા

સપ્ટેમ્બર 30, 2009

૧)

એક વખત એક શહેર હતું,
જાગ્યું ત્યારે લોથલ નામે ઓળખાયું.
પછી ખોતરી ખોતરી શહેર ફરી શોધાયું,
એ પણ લોથલ જેવું જ દેખાયું.

આપણને પણ વેઇટર જેવી જ ટેવ છે–
ધોઇ ધોઇ એ જ પ્યાલામાં કોફી ભર્યા કરીએ છીએ.

૨)

દરેક ભાષામાં,
એક વખત શબ્દો રહેતા હતા.
દરેક શબ્દો
અમે ભાષા જાણીએ છીએ એવો
નાસિકાગત અથવા બહુવ્રિહી દાવો પણ માંડે.

એક્શબ્દ સાવ ટાઢો
બીજો લવચિક રૂપાળૉ,
ત્રીજો તડકે તસતસતો સ્તનશો અંદરથી,
એક સર્બિયામાં બોલાય
અને બીજો ભારતમાં;

છતાં કહે અવું-
મૄત્યુ તમારો અનુભવ છે,
અમે તો કેવળ એનો ઉચ્ચાર છીએ.

૬-૧-૨૦૦૮


સંબંધ નામના વૄક્ષની જાતકકથા

સપ્ટેમ્બર 28, 2009

તારી પાનીની ઠેસ વાગ્યા પછી
જેની પહેલી કુંપળ ફૂટી હતી,
તે અશોક વૄક્ષને પાંદડે પાંદડે
મેં તારું નામ કોતરાયેલું જોયું.
૦૦૦
તારાં એ નામની બાજૂમાં મેં
મારું નામ કોતરવાનો પ્રયત્ન કર્યો
અને એટલામાં તો
અશોકવૄક્ષ આકાશ થઈ ગયું’
મારી ભૂલ પર પસ્તાતો હું
ત્યાં જ સૂઈ ગયો’
૦૦૦
હું જાગ્યો ત્યારે મારી ઉપર
બોધીવૄક્ષ
સ્વાસ લેતું હતું

કમલેશ શાહ
અસ્તિત્વની ક્ષિતિજને પેલે પાર
ગૂર્જર, એપ્રિલ,૨૦૦૦.

Jataka Katha

After a light kick
The Ashoka tree
Who had its first tender blossom,
I read your name on every leaf.

Beside it
I tried to engrave my name,
And the Ashoka turned into
The sky,
Repenting on my stupidity
I fell asleep.

Waking up I found,
Bodhitree,
Breathing on me.

tran. himanshu patel 6-24-2009
Read the review of this book on my gujarati pustako: review


two unknown

સપ્ટેમ્બર 26, 2009

from your eyes
I enter as a stranger
like your dream
I wandered rhythmically like bhavaiyas
at night in the black mirror of closed eyes
rain restarts our puppet show,
we are always together in every act.
and, thereafter sleeps together in a box:
two unknown


A snap shot of your sobs

સપ્ટેમ્બર 26, 2009

Swinging rain
In the corrugation of the roof
Unfolds the night
And drop by drop
From the dripping edge of the eyes
Mingles into the eternal sound
While falling silent on your breast.


તમને જાણ કરૂં છૂં…

સપ્ટેમ્બર 25, 2009

ઉનાળો ભૂસ્તરોમાંથી
બહાર આવી લટકી રહ્યો છે,
આપણા વાસીપણામાં.
જેવી રીતે સંસ્કૄત નાટ્ય ગૄહમાં
અજાણી બપોરિયું તાંણતી બીલાડી…
અને હમણા જ
પોમ્પી નાટ્યગૄહમાં એસ્પ્રેસો કોફીમાંથી
ઘર કરી ગયેલી વાસમાં
ભીનો માણસ
બારણા વચ્ચે જડેલા peep-holeમાંથી
બાંડી આંખે કરેલો દૄષ્ટીપાતથી
તમને માપે છેઃ
એને સંસ્મૄતિ કહેવાય, પછી નવલિકા.
છતાં આપણે મૂળભૂતના સામ્ય નથી.
આપણે કેટલાય નહિવતથી છેતરાયેલા
( મંદિરવાળા ઘંટારવમાં ઊંઘવાની ચળ ભરેલા.)
પાછળમાં ટૂંકા અને કકરા.
નથી ભૂલી શકતો તમારા તૈલચિત્રો
ફૂટપાથ પર ઊભેલા,
સસ્તા છતાં નવાં
અથવા તરછોડેલા અને ચીંથરેહાલ,
ભીંતે ટેકો કરી ઊભેલી તમારી ચોકઠે જડી still-life,
તમે કેવી રીતે ઈર્ષ્યા કરી શક્શો તડકા વિષે,
જે રીતે એ પ્યાલાની કોર પર ફરી ફરી ફાટી પડે છે…
૯-૨૨-૨૦૦૯


બરફઃ મોનો ઈમેજ

સપ્ટેમ્બર 24, 2009

સુધીર પટેલ ( Happy Birthday )

૧)
બરફ
જાણે કે
જામી ગયેલું ચોમાસું !
કે પછી
કોઈનું થીજી ગયેલું આંસું !!

૨)
બરફ
થોડી રાહ જૂઓ તો
પીગળે પણ ખરો !
પરંતુ
આ પથ્થર ?!

૩)
બરફ
એ તો છે
પાણીની વધી ગયેલી ઉંમર !
જાણે એને આવી ગયાં ધોળાં
અને સમગ્ર શરીર પર
છવાઈ ગઈ સફેદી !!

Snow ( a mono-image poetry.)
By: Sudhir Patel

1)
Snow:
As if a
Frozen monsoon !
Or
Someone’s tears ?

2)
Wait for a moment
Snow might melt !
But
What about this rock ?

3)
Snow
Where the water grows
Older !
As if hoariness
Spreads
All over the body !!

Tran. Himanshu patel
9-11-2009


તારા તાંણ ભરેલા પડછાયાનું એક ઉનાળુ ચિત્ર

સપ્ટેમ્બર 23, 2009

આ પાંદડામાં લીલો પ્રકશ સાંતળી
ઝૂલ જેવી પાંખો, મધમાંખીમાં વીંઝી વીંઝી
ભૂરા કેન્વાસ પર તારો વેરવિખેર ચહેરો
સુગંધી મીણથી
ભેગો કરી એના પીંછા કાઢેલા હાથ બારીમાં લટકાવી
ચળક્યા કરે છે
લોહીના મૂંગા અરીસામાં
સળગતું ગાતું તારામાં અંદરતરફ વળી ગયેલા શબ્દોમાં;
પડદાની લીલાશ પંપાળી આવતી તડકાની બ્લેડોથી ખોતરતો
હું હજું બળું છું-
તારા તાંણથી હાલતા પડછાયાના પરિઘમાં…

૧૨-૩૦-૨૦૦૬