હાર્ટમાં આઈઃ ઈ પોએટ્રી (v © E verse)

એપ્રિલ 3, 2014

હું તને પેટ્રાબાઈટમાંથી
ચૂંટી લઈશ.
ફેસબુક તને સાચવી રાખે,
મેનેજ કરે.
હું તારૂં encoded as character
અને process કરેલી તું
આંગળીઓથી ખીલેલું (♥)
વૈવિધ્ય તરીકે નાનો કાર્યક્રમ
ગમે તેણે execute કરેલો વાંચવા
કાંતો ‘પ્રેમ’ વા ‘હ્રદય’ પેદા કરે.
મને ઇ-પોએટ્રી ગમેઃ એક કાવ્ય જાતી,ભાષા,
function અને માધ્યમ આધારિત કાવ્યત્વ.
તને byteમાંથી
ભાષા વિરૂધ્ધ પણ સખત શક્યતામાં
મારી બોલીના ભૂત,વર્તમાન અને ભાવિ spaceમાંથી
તારવેલી વાતો કરતાં.
પેલાં byte-
મારામાંથી પસાર થયેલી તું- મારું ગતિ લોહી.

કદાચ Revitalized : bite size.
clusterમાંથી hack કરી….
૭-૧-૨૦૧૩

Advertisements

ઘર

એપ્રિલ 3, 2014

ભાઈ મારા આ તો ઘર છે-
ભીંતોથી
ચાર ખિડકીથી
૩ કમાડથી
બહારના પીળામાંથી અંદરના લાલે
ભીંતમાં વચ્ચે ૬ માણસથી
તડકે તપેલા નત સૂરજમુખીથી,
આ ઘર છે જડબેસલાક અંધકારથી.
તા.૧૧-૧૨-૧૩


કશુંક…

એપ્રિલ 2, 2014

પડછાયો નાના પગેથી
બહાર તણાતા
તડકો કાળો પડે.
મારી સાથે ભટકતો હું,
પણ,ઊંચા પગમાંથી એ બટકી જાય-
અને પગ
પાછો પહેરાઈ જાય પડછાયામાં.
૧૧-૧૨-૧૩ તારીખ.


!

એપ્રિલ 2, 2014

!

જો આપણે
ચહેરા પરથી ચહેરો ઉખેડી શકીએ
કે ચહેરા પરથી મણીપુરી મોહરાં
ઊતારી શકીએ,
તો આપણે આપણા સાચા પાસે પહોંચી જઇશું.
ત્યારે જ આપણે
જાણી શકીશું કે મહાભારત કાળથી
આાપણે યુધ્ધ્માં કેમ સંડોવાયા છીએ.