બે કાવ્ય

સપ્ટેમ્બર 24, 2010

૧)

મેં આયનામાં
દેશનિકાલ અનુભવ્યો છે,
મારા, પારામાં સોસાયેલા પ્રતિબિંબને
ફરીથી પાણી ઉભરી સપાટીમાં
તાકી રહેતા.
સાંભળ —
હું નાર્સિસસ નથીઃ
હું અંતહીન વિગ્રહમાંથી આવ્યો છું,
અને મેં અનસ્તિત્વ હોવાનો સ્ફોટ અર્થ પચાવ્યો છે.
૯-૧૪-૨૦૧૦
૨)
આંખોની કીકી ફરતે
તણાયેલી વાળપાતળી રેસાઓમાં
એણે સૂર્યનું ભાવિ ભાખ્યું છે.
મને સાંભળ —
તારી હથેળીમાં પડેલી તીરાડો વાંચઃ
લાંબી રાત્રિઓ
ખીલાના ડાઘા જેવી મને વળગી રહી છે.
૯-૧૪-૨૦૧૦

Advertisements

ત્રણ કાવ્યો

સપ્ટેમ્બર 14, 2010

૧) —

ક્લોઝેટમાં
ઊનવાળા કપડાં પર
હુંફાળી ઠંડી લટકે છે.
કપાળે ભીનો તાવ
ટકોરા મારે છે.
ઓરડો ટાઢો પડી ગયો છે,
બંધ આંખોમાં બેઠેલી નિર્જીવતાથી.
તારા જોવામાં અંધારાં હતા….
કપાળમાં ઊઘડેલા દરવાજામાંથી
બળેલા હાંડકાં હજું થરથર્યા કરે છેઃ
જેમ બીડીને વળગી રહેલી ધુમ્રસેર. ૯-૧૦-૨૦૧૦

૨) ઉનાળુ અસહાયતા

ઉનાળો
વાણિયામાં ગણગણતો
ઉડાઉડ કરતો’તો.
વિશાળ આરડતા અમેરિકન દેડકામાંથી
ખાંડવી જેવી વાળેલી જીભ
લપકી.
બણબણતો ઉનાળો, ચૂપઃ
ઘાસ અચાનક પીળું પડી ગયું,
આપણે કશું કરી શકતા નથી…. ૯-૧૧-૨૦૧૦

૩) મૃત્યુપર્વ

હાથમાં
અણીદાર ધર્મ ઉગે છે.
મારી વેદનાએ ઘસાયેલું અસ્તિત્વ
સતત ઊભૂં રાખું છું,
મૃત્યુના હાઉને કિનારે.
જન્મમાંથી આ વફાદારી,આવડત
મારાંમાં કોચલા સમ ગંઠાઇ હતી.
કેફેમાં એ બાબતે
પેટ છૂટી વાતો કરી હતી.
મારામાંથી વછૂટેલી જીર્ણતાથી મેં ઇશ્વર શોધ્યો’તોઃ
મૃત સાથી સૈનિકને ભૂલી
પ્રતિકારમાં ગોળીબાર કરતા સૈનિકના મનોયત્નથી…૯-૧૨-૨૦૧૦

પહેલા કાવ્યનો અંગ્રેજી અનુવાદઃ
in a closet
cozy winter is hanging
on woolly clothes.
wet fever
is knocking on the forehead.
room turned cold
with the stillness of your closed eyes.
black out was in your look….staring.
from an open door in the forehead,
burnt bones were trembling:
like a streak of smoke on a cigar. 9-13-2010


મન

સપ્ટેમ્બર 4, 2010

કોઇ મારામાં રહી પતંગિયા માફક ઊડાઊડ કરી ગલગલિયાં કરી રહ્યું છે,
અને કેટકેટલી સુંવાળી કલ્પનાથી સ્પર્શી રહ્યું છે મને.
તો વળી કદી કાંચિડાની જેમ
સતત રંગ બદલી મને ય એ રંગે રંગી રહ્યું છે.
એ કરોળિયાની જેમ અંત વગરનાં જાળાં બાંધ્યાં કરે છે,
અને હું શિકાર પામેલા જીવડાની જેમ
એ જાળામાં ગુંચવાતી રહું છું.

એ કદી સુખની સીમાની પાર લઇ જાય છે,
તો કદી દુ:ખના ડુંગરો ખડકી દે છે.
પારદર્શી પરપોટાની જેમ પકડી શકતી નથી
કે બાંધી શકતી નથી એને.
અનુભવું છું પણ હવાના ઝોલાની જેમ
પસાર થઇ જાય છે મારામાંથી,
મારાથી ય અજાણ બનીને.
ક્ષણે ક્ષણે દોર ખેંચીને કઠપૂતળીની જેમ સતત નચાવે છે મને એ.
કોણ પૂર્ણત: સમજી શક્યું છે હજી એને, કોણ ???

ધૃતિ મોદી

(http://aasvad.wordpress.comના સૌજન્યથી)

September 2, 2010 at 7:50 am · Filed under અછાંદસ, ધૃતિ મોદી

Mind         Dhruti  Mody

Someone from inside

Tickles me, flying like butterflies,

And feels with many silky imaginations.

Painting me

With the changing colors of a chameleon.

It keeps weaving an endless cobweb

And like an insect

I am entangled in it.

Either it carries me beyond happiness

Or it piles up a mountain of misery.

I can not hold or enclose it

Like a transparent bubble.

I feel it, like a gust,

Passes by me as a stranger,

Every second it makes me dance like a puppet.

Who has understood it thoroughly, who???

અનુઃ હિમાન્શુ પટેલ ,9-3-2010.