અનુને મળ્યાં પછીના કાવ્ય-૪

નવેમ્બર 13, 2012

૧)
હું આંખ મીચું
અને મારી અનાભિવ્યક્તિમાં ખોવાઈ જાઉં,
જેમ પેલો હિટલરના કેમ્પમાં નોંધાયેલો;
તુ હું હતી મારામાં તું હતી કે હું મરામાં કોઇ ન હતું-
દરેક શરૂઆત અને અંત માણસમાં જ થાય છે.

૨)
જ્યારથી પ્રેમ કર્યો,
તારી બીજી ભાષા મને ભીંસે છે;
every perfect house is locked.*

૩)
તને ગીતમાં શોધી ગઝલમાં
ગદ્ય-પદ્યમાં ફરી વળ્યો,
શહેર આખું લાઈટ ચાલું રાખે-
છતાં લોકો એમનું અજાણ્યાપણું જ પાછું વાળે છે,અનુ.

૪)
તારા તીરસ્કારમાં,
હું ખંડેરમાંથી નવી ભાષા બોલતાં શીખ્યોઃ
મારામાંના કોઇકને હું કશું કહી શક્યો હતો.

૫)
તારા હસવામાં ભાષાનું
પ્રાચીન ઘરાનું સંભળાય છે,
ત્યાં મારું અર્વાચીન પ્રાચીન છેઃ
હવે હું સંકલિત કાવ્યસંગ્રહ થઈ ફરું છું-તારી ગેરહાજરીમાં.

૬)
હું બૂમો પાડું છું
અને elegy ઉપસી આવે છે,
તો રિલ્કે એ દૂઇનો એલિજી લખવાની
ક્યાં જરુર હતી?
શબ્દ કેમ subconsciousના બખ્તરમાં છે !

૭)
કેટલાંક લોકો
મને શંકાથી જૂએ છે,
તું બધાંને કેમ available છું?

*જફર સેનેચેક (જર્મન કવિ)ની પંક્તિ-સાભાર.

Advertisements

અનુને મળ્યાં પછીના કાવ્ય-3

નવેમ્બર 11, 2012

૧)
તું મારી કવિતા દરરોજ.

૨)
તું વૃક્ષમાં પાંદડા પાછા ફરે
તેમ મને પાછી ફરું છું;
મારી જિંદગી dialectic થઈ ગઈ.

૩)
અનુ,તારો છણકો વાળમાં વણ ઓળ્યો
કાળો બળ્યો.
આંસુ કિરમજ આંખો ઠારતી હતી,
તારૂં મૌન એકલું પડી ગયું હતું;
અને તારૂં મરકલડું ચહેરા વગરનું.

૪)
મારું એકાકીપણું
કૉફીમાં નાખેલા સુગરક્યુબ જેવું;
હું મારામાં જ ઑગળું છું તને લઈને.

૫)
તારી ગેરહાજરીમાં
મારો શબ્દ એદી થઈ ગયો છે.

૬)
તારા સ્પર્શ એટલા આત્યંતિક હતાં
કે હું મારામાં
શબ્દપૂર્તિ રમતો થઈ ગયો.

૭)
તું સ્ટેનોગ્રાફીમાં
પૂર્ણ અભિવ્યક્તિ લખી લઊં છું,અનુ;
પણ પ્રેમતો લાંબી ભાષા છે,એનું શું?

૮)
કોઈ unexpected આવી
એનો ભાગ demand કરે છે;
પણ બે આંખો સિવાય કશું શેષ નથી રહ્યું.


મીરાંesque-૩મેરો તો ગોપાલ એક મહુવાનો, દુસરોના કોઇ

નવેમ્બર 10, 2012

નથી સહેવાતું આ પ્રિયે ત્વરાથી જોડી દે અંગે અંગ*
ભરાઈ જા ભાષાની બોડમાં
કરીલે રતિ અરિસામાં કે પાછળ.દુસરોના કોઈ
મેરો તો ગોપાલ મહુવાનો એક ,દુસરોના કોઈ

મોતિયા પાછળ દેખાયાં રતિવર્ષો
શિયાળુ ઊંદરની ખૂંચેલી મૂછો નીચલા હોઠ તળેથી
કેવળ ઊંદર જાણે કોને કરે છે ફૂંકીને એ પ્રેમ અખિયા ખોલ,
બરફમાં દટાયેલી દેખી ખૂલ્લી આંખ
છ ફૂટ નીચે ચાવે જેને ખૂલ્લી આંખ, મેરો પતિ સોઈ

આંખ મારી કરી છે ચેષ્ટા કોલેજ કાળમાં
ઉન્નત સ્તન આંણ્યા છે ક્લોઝપ શાટમાં
ઘાસ કહે મેં નથી સુણ્યું,ખાબોચિયું કહે મેં નથી દાખવ્યું
ઘૂંટણ બેસી કહ્યું,કરગર્યો,ગણ્યા ફેરા સાત
પૈઠણમે સબકુછ લીયો હૈ ગીન ગીન,
ચાર છેડે ચાર ઉપાડે સાવ સ્થિર ને સઘળો ક્ષીન
તનકા ગહેના બાજુ બંધ ખોય, મેરો પતિ સોઈ

તારો અંદરનો પરકાશીત અસ્થિ ચહેરો,
બહારના નાજુક વળાંકો-હોઠના તો નોખા સાવ,
કાન બાજુએ ચીટકાવેલાં,કપાળ ઢૂંવાશુ ઢાળ્યું
તડકો મૂકે આંગળી છાતીની ફાંટંમાં
ને હું મૂકું તારા હોઠમાં
મોતી મુંગે ઉતાર ચાદર ઝીણી વ્હાલની પોયી.

નથી સહેવાતું આ પ્રિયે,દુસરોના કોઈ
મેરો તો ગોપાલ મહુવાનો,દુજોના કોઈ.
(*કવિ કાંતનો ઉલ્લેખ)
૧૧૩૨૦૧૨

અભિષેક: મેરે તો ગિરિધર ગોપાલ – મીરાંબાઇ http://www.krutesh.info/2012/11/blog-post_3.html#ixzz2B7JMteUj


બધાં રંગોમાં વેદના ભરેલી છે-૧૨

નવેમ્બર 2, 2012

ધ્રુવ પ્રદેશના ઉંદર જેવાં પ્રાણી સમ આપણા સમયમાં આપણે ધસીએ છીએ
અને અનંતની ભૂરાશમાં ડૂબકી મારી મૃત્યુ પામીએ.

પછી આપણી શ્રધ્ધા જેવું કશું રહેતું નથી,કેવળ દાણાદાર ચળકતા કાગળ પર
ચોટી રહેલા ચહેરાની રંગીન સંસ્મૃતિઃ જેવી રીતે ખરતા પથ્થરમાંથી બનેલો ઇશ્વર
ધીમે ધીમે ખરી જતાં ભીંત પર રહી ગયેલા એના ડાઘા ફરતે બાંધેલું ભવ્ય
મંદિર અને સિંદૂરિયા રંગે ભરી દિધેલો ડાઘો, માણસની ફીકાશમાંથી.આમ તો
સંસ્મૃતિ ચોમાસામાં ઉદભવેલાં ઝીણા ઝીણા ખાબોચિયાં સમ અદ્રષ્ય થઈ જાય છે.
પણ જરુર પડે ટીટોડી સમ ડૂબકી મારી આપણે સમયોચિત વેદનાની માછલી
પકડી લાવીએ છીએ.કાં તો ગુસપુસમાં અથવા ધોળાવીરે ભીંતના છાંયડામાં
મળેલા ડેરા સામે કોઇ હૂંફ માટે પ્રવેશીએ છીએ એ આપણને યાદ નથી.છતાં
ત્યાં બેસી સંસ્મૃતિના પુસ્તકમાંથી આપણે પાનાં ફેંદીએ છીએ અને ફેંદીએ છીએ…

આ સંસ્મૃતિ જ આપણું મૃત્યુ તો નથીને?
૨૨-૧૨-૨૦૦૫