હું અને તું…માં તારું અને મારું

ઓગસ્ટ 19, 2016

૧) તારા સ્તનમાં અડકવું
ઉંડાણથી સ્પર્શ છેઃ
વપરાયેલી લાગણીને કયો અર્થ હશે…

૨) તારૂં વલોણું કરવું
આખું કલેવર ધમક છેઃ
માખણ તારવવાને કયો અર્થ હશે…

૩) તારા હોઠ પર હોઠ
સાક્ષાત્કાર અગ્નિ છેઃ
પછીની બળતરાને કયો અર્થ હશે…

૪) તારી આંગળી વચ્ચે ભીડાયેલી આંગળી
સાણસી પકડ છેઃ
આંગળી વચ્ચે ફેલાતા લોહીને કયો અર્થ હશે…

૫) તારી આંખમાં એકધાર્યું જોવું
‘ એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છુંઃ*
આપણી વચ્ચે ઉદભવેલી અજાણ ભાષાને કયો અર્થ હશે…

*છિન્નભિન્ન છું • ઉમાશંકર જોશી
સૌજન્ય-ગુજરાતી સાહિત્ય અકાદમી(યુ કે)

૮/૧૩ થી ૧૯/૨૦૧૬

Advertisements

ચંદ્ર

ઓગસ્ટ 15, 2016

છબછબિયાં કરતો ચંદ્ર
ભૂરાં પાણીમાં છબછબિયાં કરતો
શ્વેત ભૂરાશમાં ઉપરથી છબછબિયાં કરતો
કાળી રાતે છબછબિયાં કરતો
ટોયોટાના વિન્ડ શીલ્ડમાંચોખ્ખા અને ભૂરાં છબછબિયાં કરતો
સરકતો ડાબે જમણે અને આગળ પાછળ છબછબિયો ચંદ્ર
ગરાજમાં પેસતાં છતમાં બંધ છબછબિયો ચંદ્ર
ચિત્તવ્રુત્તિમાં ધરબાયેલો
બહાર નીકળતાં જ સંક્રમિત છબછબિયાં કરતો ચંદ્ર…
૮/૧૩/૨૦૧૬