ઘરઝૂરાપો

મે 31, 2014

ઘરઝૂરાપો

આ મારું તડકે સાંધ્યુ,
દળ દાઝ્યું ગામ.
જ્યાં ડાઘુઓ
રસ્તાને શેઢે ઉભડક બેસી રહે,
ટાઢ બીડીમાં બળે, પોલો ખોબો ભરી,
ડમણિયું સાંજે માથું ધુણાવે,
ઘર મારામાં રમણભમણ,
હું અહીં
પાછો આવીશ, અને
પરિયા જેવું મરીશ.ફરીથી.
પછી-
પડખે તમાકુમાં
મારી રાખ વેરી દેજો
અને, મને બીડી વાળી પી જજો.
૨૦૧૦


સ્વાયત્ત પ્રયોગ

મે 23, 2014

1)
સ્ફટિક ખડી સાકર
કાળું પાણી

નીબ જેવું
નીતરતી સાહી

છાપાળવા કાગળે
શબ્દ કેવળ પાવડર

ઑગળેલો
ઝાંખો છંટકાવ

પ્યાલામાં રણકી
સંદેશો થાય

ચમચીના કકળાટથી
મોસંબી.કલરમાં-કળતરમાં

મહાઝમણ.

2)
કેટગટ
હળુ હળુ ડૂબે

ઠંડા પ્યાલામાં
ઉનાળુ પીણું

આશ્રીત શક્તિ
કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં

વાડમાં અણીદાર
અણુઓ-ભડકો

ગંઠાય ઝૂમખે-લૂમખે
લોખંડી કરવત

રસાયણીકપ્રક્રિયાઃ ફલીકરણ.

જાન્યુઆરી,૨૦૧૩.