લખ્વાંચવું*

એપ્રિલ 26, 2012

‘સર્ચ’ બટન દબાવો
સ્પેસ બારમાં લખો
બે વાર
જોડો “ગુગલ વિશ્વ” ચ લક્ષણચિહ્નો
પુનરાવર્તન સ્થગિત
સિધ્ધાંત સાથે ફરી શરૂ=૧ જે સનાતન
જોજોડો પછી
મૂકો તાત્વિક અવિકારીમાં
અન્યથા
ઊમેરો વર્તુળનો સરળ પરિઘ યાંત્રિકતા/સમકાલિનતા+૧ અવિકારીમાં
અંત જો
જો અચલ > યાંત્રિકતાની તત્ક્ષણતા અને વિભાગીયતા નહીં તો પછી
જોડો નમૂનો+૧(માધ્યમ) પરિમાણમાં
જો ઉત્થાપક છે તો
નકાર મૂકો એમાં
દબાવો અંત
જો માધ્યમ >નકાર < તાકીદ(કે ક્ષણિકતા)તો ઉમેરો કાવ્યમાં સંવાદ સ્ફોટ અર્થે કાવ્યાર્થે (વઢાવઢ) દબાવો અંત અન્યથા જોડ્તા અવ્યયના શીલાલેખ વચગાળે મૂકો+૧ કળામાધ્યમ અંત મૂકો અને જો સંસ્થા થાય મૂકો બાદબાકી…બાદબાકી કવિ સંસ્થા -> કાવ્ય સંસ્થા -> મેગેઝીન સંસ્થા
લખો સ્પેસ બારમાં “પાઠ” મૂકો &; શક્યતામાં
જો CURSEર નમેલું હોય
મૂકો ઉભયાન્વયિ “ડામ”
મૂકો સમસ્ત(તા) Htmlમાં
ઢાંકી રાખો Ubu વા L=A=N=G=U=A=G=E.comના
કાર્ડ ફિલ્ડ તળે
નીકળી જાવ પુનરાવર્ત(ન) કરો
અને પછી….
૩-૧-૨૦૧૨
*ક્યાંક wreading શબ્દ વાંચવામાં આવ્યો હતો ઈ-કાવ્ય વિશે વાંચતા તેનો આ અનુવાદ છે જ્યાં લખવું વાંચવુ એકત્ર કરાયા છે.ubu વેબ સાઇટ છે અને લેંન્ગ્વેજ મેગેઝીનનું નામ છે.

Advertisements

વરતારો

એપ્રિલ 11, 2012

આ ધુમ્મસ,મકાનોમાં અથડાયા કરતી
કર્કશ લૂ, ચેળ બળતરા,વગેરે…
સોમથી-શુક્ર રસળશે
શનિ-રવિએ વાછટ રાહત,
સૂર્ય ઉદય પછી અચાનક વાદળમાં આથમશે
અને તડકો નમણી સાંજમાં ઑગળી
આખી રાત સંયમ જાળવશેઃ
પણ,બેફિકર પલંગ ચાડી ખાશે
તમારા ચોળાયેલા વર્તણૂકની.
૪-૭-૨૦૧૨