બે યુધ્ધ કાવ્યો

ઓગસ્ટ 31, 2009

અસ્તિત્વ

યુધ્ધતો ગળથૂથીમાં મૂકાયું હતું.

મારું વિશ્વ સ્પષ્ટ છે,
જૂઠ્ઠું જાગવું મારા પરિઘમાં-
અહીં મને પ્રાપ્ત
બે હાથ બે પગ સપાટ સ્તન કાળા વાળ અને
અંધકાર,
જ્યાં હું સ્વપ્ન શીખું છું,
જ્યાં હું મારા ઓળખપત્રો શીખું છું,
જ્યાં હું ખાસ પ્રકારે મૄત્યુ શીખું છું,
અહીં જ હું પૂરતો અર્થહીન બન્યો છું,
આ રીતે હોવું હયાતિ છે ?
હું કદાચ અહીં મૂકાયેલો છું.
લોહી
યાદ રાખ્યા વગર મારી આકૄતિ યથાવત
પૂનરાવૄત્ત કરે છે,
અને અર્જુનકાળથી તકાયેલો
હું જ સાધ્ય છું….
૮-૨૫-૨૦૦૯

૨)

ગોધરાઃ એક સમાચાર ચિત્ર

અ)
ચોરસ ફલક પર
લીલા ભૂરા વિસ્તારમાં ટોળું
શહેરમાં સાંકડા રસ્તા પર બળતી
રાત્રિ-જાહેરાત તળે સંકોચાઈ ઊભું હતું-છે.
થોડે દૂર ફલક પર
પાછળ મધ્યમાં દેખાતો ગુલાબી છાંટવાળો પ્રકાશ
વિસ્ફોટ હતો કે ઝળહળતો અવકાશ,
કહી ના શકાય…
એ કદાચ ચોરસ ફલક પર
ઢીલું નીતરતા શેરડા,ફીકાં,
કૂચડો મારેલા, ટપક સહિત– ટોળામાં માણસો પણ–
મનવ દેહધારી અમૂર્ત અભિવ્યક્તિવાદ
યાદ કરાવે, મધ્ય સદિમાંથી.
આ-એ તો અડોશ-પડોશમાંથી ઉખડી આવેલા
રંગો હતા કે રંગ-ચક્ર પર
ભડકદાર, સમાસામી…. ૮-૨૭-૨૦૦૯

૨)
આ ફાટેલી સપાટીમાં
રંગાયેલો માણસ
ટરપેન્ટાઈન ફોલ્લા, છોડાં ઉખડે
ગુલાબી છાંટ પાયામાં
ભળી ગયેલું પડ-
ગટરમાં ખોવાઈ ગયેલા પાણી જેવું.
જ્યાં અંત બેઠો છે,
શરૂઆત બિનવાંછિત,
એ જ જીવન-મૄત્યુ, આંટા-ફેરા, સમય બગાડઃ
પક્ષીએ આંખ ખોલી, ખૂન જગ્યા લઈ બેઠું…
૮-૨૯-૨૦૦૯

Advertisements

આ રહ્યા બાકીના ત્રણ

ઓગસ્ટ 30, 2009

મારી ૧૨ કાવ્યોની હારમાળામાંથી
શહેર, અભિમન્યુ કોઠો, એક ભેંશ રાત્રિ, ઉનાળુ રસ્તો,
ગોરાડુ ઝુરાપો,કોલસી, કુટુંબ,ગ્રીનકાર્ડ,
આપણી અશ્મિલ પરીકથા(કૂલ ૯ કાવ્યો વાંચ્યા ?)
૧૦)
ફરક

આ જાડું સ્વપ્ન કાગળ પાતળા અવશેષો
લઈ સૂતેલી આંખમાં વાગ્યા વગર ખૂંચે છે,
પોકળ કાળાશમાંથી ધસી આવી. અંધકાર
કેવળ મનોવેદના છે–ખૈબરઘાટઃ
હવે મને કશું યાદ નથી આવતું.

આ જાગેલી આંખો અળસીયા માટી ફેરવે
તેમ સુરેખ પડખાં ફેરવેઃ તારી કોઈ ચોક્ક્સ
વિભાવના મારી યાદમાં નથી આવતી. ચહેરો
પોકળ કાળાશ. સ્વપ્નમાં સ્પર્શાય તેવી હયાતી છે.

પણ હું એક ક્ષણ ભૂલી નથી શકતો કે તારા
શરીરમાં, મૃત થથરાટ હજું ઉથલા મારે છે.
૮-૧૧-૨૦૦૯

૧૧)
વિદ્યમાન

આપણે ખાડીયાપોળમાં આંખોથી ભળ્યા,
ઉનાળો ડામરે બળેલો,વાયુ વેગ દળે
દાઝેલો– નમ્રતામાં આંખો કાળોદળ, ડામર
અને શરમાળ તડકો– શકુંન્તલા અદામાં, હજારો
વર્ષોથી આપણી પ્રસ્તાવના જેવી શાકુંતલના પાનાઓમાં
ઉછરેલી, આપણે આપણી દંતકથામાં ચરિત્ર થઈ ગયા.
હવે કોઈ સ્પર્શ પાના ઉથામે–
એમાં નથી, કોઈ આશ્ચર્ય ચિન્હો, વિદ્યાર્થીએ તાણી ભાર લીટીઓ,
સાંકેતિક ભાષા કે તાડપત્રી પીળૉ કાગળ–

આપણે અવિરત લખયા કરાતું કાવ્ય,
ક્યારેય આઉટ ઓફ પ્રિન્ટ નહીં.
૮-૧૩-૨૦૦૯

૧૨)
અસંસ્કારી સ્થિતિ

હવે આ યુગ હોય કે પેલો શક્સંવત સમય,
ભાષા માણસ હોવું હતું–તમારે કુટુંબં મૂકી
જેલમાં જવું અને વધસ્તંભ સુધી કવાયત–
કોઈ કશું કહેતું નથી, પછી બધું લોકકથામાં
કે વૈતાલ કથામાં ફરી કેળવાય–કેવળ ઇશ્વર
આમતેમ ઊંચે ઉડ્યા કરે, શહેર થથરતા
સ્વરે ગુસપુસ કરે. કહોવાઈ જીવાત થઈ જાય,
વળીવળી બોલે–ફ્રોઈડ આપણું માપયંત્ર–ઈયળ
અભડાયું સ્વપ્ન–આપણી કરચોઃ લાદેનયુગ કે
શક્યુગ સમય ટૂચકો છે,દયાહીન,–merciless killing!!


કવિતા શા માટે વાંચવી ?

ઓગસ્ટ 27, 2009

કવિતા માનવ સંસ્કૃતિ માટે આવશ્યકતા છે. આપણે એના વગર હયાત નથી.
આપણે માટે કવિતા જરૂરી છે અને હકિકતમાં વારંવાર આપણે એનાથી ગભરાઇએ છીએ
વા એવું વિચારીએ છીએ કે આપણા સમય માટે મૂલ્યવાન નથી,એવું કશુંક છે જે
નિર્ધન બનાવી દેશે. પણ કવિતાને કોઇ વાંધા વચકા નથીઃ એ તો કાગળ પર કેવળ
શબ્દો છે. જે કવિએ એ શબ્દો લખ્યા છે, જો કદાચ એ શબ્દો જીવંત હોત તો,
કવિને કદાચ વાંધો હોત કે લોકો એના શબ્દો વાંચે નહી…. પણ કવિતા સ્વયંને
કશી પડી નથી. એ તો ત્યાં હયાત છે, આપણા વાંચવા માટે વા અવગણવા.

જે ક્ષણ પર્યંત આપણે કવિતા વાંચતા નથી, આપણે આપણું કશુંક મહ્ત્વનું
નકારીએ છીએ. કવિતા આપણને આપણી સાથે જોડી આપવામાં સહાયરૂપ છે.
સ્વયંને સાંભળવામાં, આપણા દૈનિક અસ્તિત્વના વળાંકોમાં ધ્યાન આપવામાં,
જે અઘરું લાગે છે તથા લાગણી અને સુઝ તાગવાની આપણી ક્ષમતા ચકાસી જોવામાં…..
ખેર,એ કામ માટે સામાન્ય પણે સમાય જ નથી.એટલાં બધાં કામ કરવાના છે,
અને અનેક સ્થળોએ જવાનું છે, ઉપરાંત આપણા સમય સામે ઢગલો માંગ છે.
જવલ્યેજ આપણને તક મળે છે આપણું અંતર્ગત તપાસવાની અને જીવનમાં
આપણું ચોફેર જે દરેક જાગૃત ક્ષણોને ઘેરી વળ્યું છે.

છતાં વિકાસ, જે માનવ જિંદગી માટે ખૂબ આવશ્યક છેઃ કઇ રીતે વિકાસ શક્ય છે
જો આપણને નવી તક ( શક્યતાઓ) ન દેખાય, જો આપણને ખબર પણ નથી કે
એ ક્યાં છે? કેવી રીતે આપણે અજમાવી શકીએ– નવી તરાહો જોવાની, વિચારવાની,
અને અનુભવવાની ? વિકાસ ઉછેરવો ; એ પણ સર્જનનો કાવ્ય પ્રદેશ છે.

જાણીતા કવિ જ્હાન ડનએ કહ્યું છે કે ‘no man is island'( કોઇ માણસ ટાપુ નથી.).
એના કહેવાનું તાત્પર્ય એ છે કે આપણે બધાં એકમેક સાથે સંકળાયેલા જીવીએ છીએ.
છતાં એ જ સમયે આપણે દરેક જણ ખરેખર તો ટાપુ જ છીએઃ દરેક જણ પાસે બીજા
અન્ય કોઇ કરતા ભિન્ન ચૈતન્ય છે,( આપણે કદાચ એને આપણી કહેવતોમાં
મુંડે મુંડે મતુર્ભિન્ના કહીએ છીઍ ). ક્યારે આપણે ખરેખર જાણીએ છીઍ કે બીજું કોઇ
શું વિચારે કે અનુભવે છે ? અને બીજી રીતે કહેવું હોય તો આપણે નથી સંતાડી
રાખતા ઊંડેઊંડે આપણૉ શો મત છે, અને અંતરમાં શું અનુભવીએ છીએ, બીજાઓની
ઝીણવટભરી તપાસથી દૂર ? એ પણ કવિતાનો કાર્ય પ્રદેશ છે, કરણકે દરેક માનવ પ્રવ્રૂત્તિ ખૂબ
ગૂઢ પણે બીજા પાંસે અભિવ્યક્ત કરે છે કે આપણી આસપાસના મનુષ્યોના મનમાં અને અનુભૂતિમાં શું છે.

દરેક કવિ પાસે હમેશા કશુંક કહેવાનું તો હોય જ છે. કોઇક સર્જક એટલું મહ્ત્વપૂર્ણ બોલે છે કે
એ તમારી જીવન પધ્ધતિ અથવા તો તમે શું છો અને તમે કેટલા સમર્થ છો એ બધાંમાં પરિવર્તન લાવી દે.
વિશ્વમાં એના ઉદાહરણો બેકેટ, સાર્ત્રે કે આપણે ત્યાં ગોવર્ધનરામ– જેમણે દરેક યુવકને સરસ્વતીચંદ્ર
બનાવી દીધો હતો.–, ઇત્યાદિ મળે છે. છતાં કવિતા ભૂલચૂક ન કરે એવું નથીઃ ક્યારેક તે અવિચારી,
અતિસામન્ય, વાસી અથવા કેવળ આડંબરી પણ હોય છે.

આપણે કાવ્ય પ્રત્યેના પૂજ્યભાવથી ઝૂકી નથી પડવાનું, જો આપણને કવિ શું કહે છે અથવા
કેવી રીતે કહે છે તે માન્ય ન હોય તો એ સ્પષ્ટીકરણ સંતાડવાની કોઇ જરૂર નથી. જો કવિતા તમારી
સાથે કોઇ સંવાદ ન રચે અને આપણે ખરેખર ગંભીર પ્રયત્ન કર્યો હોય સાંભળવા….આપણે
કવિતા ન વાંચી, એને બદલે ઇતર કામમાં પ્રવૄત્ત થઈએ તો એ જરાકેય અન્યાય નહી કહેવાય એ કવિતા પ્રત્યે !

કવિતા કર્ણ કળા છે, અથવા કાવ્ય વાચિક-ધ્વનીનું ( phonetic ) માધ્યમ છે. કવિતા કાગળપર
કેવી દેખાય છે તે જ કેવળ મહ્ત્વનું નથી પણ એ વાંચીએ ત્યારે કેવી સંભળાય છે અથવા તમે જ્યારે
કાવ્યને વાગોળો ત્યારે કેવું સંભળાયછે,એ કાવ્ય વાંચનમાં મહત્વનું કર્મ છે.

નોંધઃ હ્યુક ઓટમેનના લેખનો અનુવાદ ઉમેરણ સાથે.
૮-૨૬-૨૦૦૯

ઘણા


ક્યાંક જોયેલો ચહેરો

ઓગસ્ટ 26, 2009

મોહરું !
સુક્કા નરિયેળ જેવું બહિર્ગોળ,
છીકણી, અર્ધગોળ, રેસાદાર–
લાલ,ભૂરા,વાદળી,લીલા પટ્ટાદાર
ઊભી-આડી લીટીએ સીવેલો
ભૂરાશમાં તરતો
આંખો ફરતે પીરોજી કુંડાળા
નાકમાં,મોઢાંમાં:
પાંજરામાંથી બારીકાઈ પૂર્વક તાકી રહેતો ઉત્કટ
૮-૨૧-૨૦૦૯


( બધું આપણા વિશે જ )cont.

ઓગસ્ટ 25, 2009

૯)
દુખમાં બાકી રહી ગયેલો,
પ્રેમ ભૂલી જવા
હું શહેનાઝ બારમાં બેઠો હતો.

અને તું
શાટ ગ્લાસ તળેના કોસ્ટરમાંથી
એક આંખે તાકી રહી હતીઃ

ભાષા અને સમય-
બન્ને એક જ પધ્ધતિએ આપણને વિખૂટા રાખે છે.

૧૦)
શરૂઆતમાં પૄથ્વી હતી.
કેવળ ગદ્ય જેવી, અને સપાટ.
પછી અક્ષાંશ-રેખાંશ થયા,
તારા સ્તનના તરછોડેલા વળાંકો જેવાઃ

હવે પૄથ્વીના અંત સુધી કવિતા સિવાય બીજું
કશું નહીં હોય,
શરૂઆતથી પૄથ્વીને ભૂતકાળમાંથી જ પુનઃસ્થાપિત
કરવામાં આવી હતી.

૧૧)
આપણો પ્રેમ
શરીરના દરેક ખૂણાંમાં વળે છે.
આપણો પ્રેમ
શરીર પરથી વરસાદના દરેક ટીપામાં ચચરતો નીતરે છે.
પણ
તારી આંખમાં એ ડૂબે છે છતાં પલળતો નથી !


Where I live

ઓગસ્ટ 24, 2009

I was deceived by your lips
And Sanskrit poetry described your teeth as pomegranate seeds
In reality they are lipstick red
Please do not smile, the fire red
Sun also deceived like you.
Everything is composed of color
Whether the window is open or closed.
I am standing on your canvas
Look at me!
What would you fill me with?
When all colors are full of pain
And death is comedy


( બધું આપણા વિશે જ )cont.

ઓગસ્ટ 24, 2009

૭)
પ્રેમ શા મટે અને કેવી રીતે છે?
તારે તો આ બધા માટે ચોખવટ જોઈએ છે,
પણ તને કેમ યાદ નથી, મધમાંખી સમ
મારી બધી સ્ત્રૈણ વૃત્તીઓ ડંખ મારીમારી
તેં મીઠી કરી નાખી છે, રાણી થઈ જવા.
અને હવે
તારા ઊંબરામાં નૃસિંહના નખમાંથી ટીપેટીપે
દદડું છું.

૮)
તેં મારા વિશે ઘણું સાંભળ્યું છે,
હું એ શબ્દોને મળતો પણ આવું છૂં,
સુવર્ણ જયંતિ ભરેલા વર્ષો આપણા સંબંધોમાં
રઝળ્યા હતા,
આપણુંતો પચાસ પ્રકરણમાં લખાયેલું
સચિત્ર મહાકાવ્ય છે.
તો પછી, તારી બંધ આંખમાં જે પુસ્તક છે
એના વિશે કેમ મને કશી ખબર નથી ?