તેથી

જૂન 28, 2011

મારા
સમગ્ર કાવ્યસંગ્રહમાં
કોઈ દેવદૂત નથી;
મારી દરેક પંક્તિઓ પીડાય છે–
તમારી લજ્જાસ્પદ અવહેલનાથી,
કૉર્પો રેટ નાનાપણાથી,
અને સડતા ગુસ્સાથી,
ફૂટપાથ પર ફોલ્લા સમ ઉગેલા બાળકોથી,
અંટસમાં ઠરડાયેલાં વ્યંજનોથી,
હું તો ચીંધાયેલી આંગળીમાંથી ખરેલા
પૂર્ણવિરામમાં
વિક્સેલો માણસ છું,
તમારી કવિતા લખું છું, તેથી…
૬-૨૭-૨૦૧૧


એકાંત બહુ ગમે:બહુવિધ અર્થછાયાઓને વરેલી કૃતિ-આસ્વાદ

જૂન 22, 2011

મે 28, 2011 at 6:38 am · Filed under ગઝલ, ડૉ. કિશોર મોદી
પાદરના પાળિયે ઊભું એકાંત બહુ ગમે,
ખેતરના ઢાળિયે ઊભું એકાંત બહુ ગમે.

વૈશાખની બપોર માથે મૂકી ચાલતા,
માણસના ફાળિયે ઊભું એકાંત બહુ ગમે.

શેરીમાં મંદ મંદ વાતા વાયરા સમું,
શરમાતું જાળિયે ઊભું એકાંત બહુ ગમે.

સ્મરણો ગણી ગણી ઉપર ગોઠવી દીધાં,
ચિક્કાર માળિયે ઊભું એકાંત બહુ ગમે.

કિશોર ચોતરફ ઋતુ આનંદઘેલી છે,
નિર્લેપ ચાડિયે ઊભું એકાંત બહુ ગમે.
(સૌજન્યઃ ગુર્જર કાવ્ય ધારા………a way of talking )

કોઈપણ કૃતિમાં ભાષાનું કર્મ મૂળભૂત પૂદગલને ઘનિભૂત કરી એને શક્ય હોય તેટલું
એકલોહિયું બનાવવાનું છે,DNA જેટલું એકકેન્દ્રિ.ભાષાથી કવિતા નવ્ય બને છે,ઘટ્ટ બને છે.આ ઘટ્ટ ભર્તૃહરિના સ્ફોટ જેવો શબ્દ છે, અનેકાર્થ અભિગમ ધરાવતો.એ મલ્ટિકલ્ચરલ વિભાવના જેવો છે.એટલે તો ઝાક રોબોએ કહ્યું છે poetry exist in language and in poems.

ડૉ.કિશોર મોદીની આ ગઝલ langu(im)age(લેન્ગ્વે(ઇમે)જ)અભિગમથીતપાસવી છે.જ્યાં ભાષા અને ઇમેજ તદરુપ છે,અર્થાત વાક્ય રચનાને ઇમેજથી વિખૂટી કરી શકાતી નથી,વાક્ય કે વાક્યમાં વપરાયેલી ભાષા સ્વયં ઇમેજનું સ્વરૂપ ધારણ કરી લે છે, જેમ વર્તુળમાં શ્વેત જગ્યા વા શ્વેત જગ્યા ફરતે ગોળાકાર કાળી લીટી.

ગ્રીક ભાષામાં poiesis એટલે બનાવવું કે સર્જવું અને લેટીનમાં poetria એટલે મૌખિક સર્જનકળા નિહિતપણે તે નાદના સર્જનમાં પ્રવૃત્ત છે. કવિતાનું મૂળગામી દ્વૈત સ્વરુપ-શબ્દનો લેખિત (અર્થાત visual ) આકાર અને મૌખિક ઉચ્ચાર સાથે અનુસંધાન, એનું રુઢ વર્તન છે.આ વર્તન ભાષાને આપણી પાસે પદાર્થ તરીકે લાવે છે. ભાષા જ્યારે પદાર્થ રુપે આવે ત્યારે એનો ઓરતરાહનો(exotic)ઉપયોગ
કરી શકાય છે અને તેજ કાવ્યની નવ્યતા છે.

‘એકાંત બહુ ગમે’માં આવી નવ્યતા દેખાય છે જ્યાં શબ્દ, ઉચ્ચાર અને અર્થ ત્રણેવ સંયુક્ત પણે કે એકાકાર થઈ એકકેન્દ્રિ થાય છે.સર્જક પાઠક્ને નવા પ્રકાશમાં, વિચારને દેખાડે છે અને એ દ્વારા એને નવી રીતે અનુભવવા પ્રેરે છે.કવિ પોતાની રજૂઆતથી શબ્દના સામન્ય કે રોજિંદા અભિગમને નવું કલેવર આપે છે.પાદરનો
પાળિયો એની નક્કર દશામાં અને સતત ઊભી અવસ્થાને ખેતરના ઢાળિયામાં ‘ઊભું’ શબ્દથી જોડી આપી ઢાળને નક્કર ઊભો દેખાડ્યો છે, એ બન્નેમાં પડી રહેલું
એકાકીપણું નક્કર થઈ ગયું છે અને આ એકલતા અસ્વીકૃત મનોદશા છે છતાં કવિ
‘બહુ ગમે’ કહીને એને લાગણીક્ષમ્ય કે અનુભવક્ષમ્ય બનાવે છે.મેટાફિરિક ભાષા સંવેદનાનું આ પરિવર્તન છે.
બળબળતી બપોરે છત્રી જેવું કામ કરતું ફાળિયું માથા પર મુકેલ બપોરી હવાનો કે તડકાનો ભાર-તડકાને, માણસને અને બપોરને ઊભી અવસ્થામાં મૂકી આપે છે.
માણસની બપોરી અસહિષ્ણુતા,તેની એકલતા સાથે બહુ ગમે છે અને માણસ હોવાથી
ગમાઅણગમાની એક અભિવ્યક્તિને સર્જક દેખાડે છે. આ કામ સર્જક અર્થ કે વિચારના પુનઃગઠન(re-structure)થી કરે છે.ત્રીજા શેરમાં જાળિયું શરમાયેલું હોય
તેવો અનુભવ પેલા મંદ વાયરામાં ઘેરાયેલી શેરીની અરવતાથી થાય છે.

ચોથા શેરમાં આપણે શું યાદ રાખવું છેની નહીં પણ શું યાદ રહ્યું છે તેની મથામણ છે.સંસ્મૃતિ કેવળ પોતાના જ નહીં પણ બીજાએ દેખાડેલાં અનુભવોથી પણ ગંઠાય છે.ઘરના માળિયામાં પદાર્થ વૈવિધ્ય છે તે જ રીતે આપણા માળિયામાં-મગજમાં-
ભરચક શબ્દો,એના અર્થો અને એના દ્રશ્યો,અરવ એકાકી પડી રહ્યાં છે, આ seeing-as દ્વારા કોઈ એક વ્યક્તિત્વનું પુનઃગઠન છે. સંસ્મરણ વગર જન્મેલો એની ગીચતા સાથે મરે છે. કાવ્યની ભાષા ચિત્રો સ્વરુપે આવે છે,ભાષામાંથી
ચિત્રો નથી આવતાં.આ ભાષામાં ધ્વનિ જોડણીકોશમાં જણાવાયો છે તે નથી પણ
સંવેદના કે અનુભૂતિમાં પડઘા છે, ધ્વન્યાર્થમાં પડઘા છે.શબ્દ સ્વયં મૌખિક કળા છે અર્થાત એ ઉચ્ચારથી સાંભળવાનો પદાર્થ છે. કવિતાને આ પદાર્થ નવ્યતા માટે
આવશ્યકતા છે.
છેલ્લા શેરમાં જે અનાશક્તિ કેળવાઈ છે તે આસક્તિમાંથી આવી છે.રંગોથી,મ્હેકથી,
આકારથી લથબથ ઋતુ અને છ્તાં નક્કર ચાડિયો આત્મસ્વીકૃત એકાંત જે બહુ ગમે છે!ભાષામાં ગુંથાયેલી ઈમેજથી તરબતર ગઝલ(અનેકમાંની એક.) કિશોરભાઈની
આ ગઝલ એક નવી છણાવટ કે અનૂભૂતિ તરફ દોરી ગઈ એ જ એની સશક્તતા
છે.કૃતિમાં શ્ક્યતાઓ આવશ્યક છે તાત્પર્ય નહીં.’એકાંત બહુ ગમે’ બહુવિધ અર્થછાયાઓને વરેલી ગઝલ છે,કાવ્ય છે.
૬-૮-૨૦૧૧
હિમાન્શુ પટેલ.


છૂટ્ટો મૂકો

જૂન 19, 2011

છૂટ્ટો મૂકો

June 18, 2011 by himanshupatel555 | સંપાદન કરો

છૂટ્ટો મૂકો તમારો આત્મા મારા આદર્શ સાથીઓ અને પ્રિય આત્મજનો.
તમારા હ્રુદય સમ બીજું કોઈ ઘર મને સાચવત નહીં
એ ઘર હું હોંઉ, તો તમે એનું ઝાંકળ હોત
તમે શમનકારી લહર છો
મારો આત્મા તમારાથી હ્રુષ્ટપુષ્ટ છે
અને આપણી બાથ પાર્ટી લીલીકચ ખીલેલી ડાળ.
દવા બીમારીનું નિરાકરણ નથી પણ શ્વેત ગુલાબ જરૂર છે.
દુશ્મને ઘડ્યા છે ફાંદા અને યોજના
અને તેઓ દોષી હતાં છતાં આગળ વધ્યાં.
એ યોજના છે અહંકાર અને ખાલીપાની
એ પડતી સિવાય કશું સાબિત નહીં કરે
આપણે ભરખીશું જેમ કાટ લોખંડને
જેમ પાપીને પાપ ગળે
આપણે ક્યારેય નપુંસક ન’તા
આપણા મૂલ્યોથી સબળ છીએ આપણે.
આપણી સધ્ધર પ્રતિષ્ઠા આત્મસાથી છે,
દુશ્મને આપણા સમુદ્રમાં અજાણ્યાઓ ધકેલ્યા’તા
અને જે એમને પોષશે સદા રડશે.
અહીં થઈશું વરુને સામી છાતીએ
અને નહીં થરથરીએ નરપશુથી.
આપણે પડકાર્યા કોઠા યુધ્ધો
અને ઇશ્વરેચ્છાએ,એમને પછાડશું.
કેવી રીતે આવાં વલણમાં હોય તેઓ ન્યાયી?
માર દેશવાસીઓ, અમે કદી તમને ઊતારી નથી પાડ્યા
અને ઉત્પાતમાં આપણી પાર્ટી છે અગ્રેસર.
મેં બલિ આપી મારા આત્માની અને આપણી ધરતી માટે
દુષકર કાળમાં લોહી સુલભ છે
નહીં નમીએ નહીં નમીએ કદા હુમલાને
પણ દઈશું દુશ્મનને આતિથ્ય..
૫-૩-૨૦૧૧થી૫-૨૩-૨૦૧૧
અનુવાદઃ હિમાન્શુ પટેલ

Saddam poem: Baathists bloom, enemy is hollow – Africa & Middle East – International Herald Tribune

Published: Thursday, January 4, 2007

// <i>Following is the first half of a poem attributed to Saddam Hussein, as transcribed and translated by The New York Times from a reading by his cousin Muayed Dhamin al-Hazza.</i>

Unbind It

Unbind your soul. It is my soul mate and you are my soul’s beloved.

No house could have sheltered my heart as you have

If I were that house, you would be its dew

You are the soothing breeze

My soul is made fresh by you

And our Baath Party blossoms like a branch turns green.

The medicine does not cure the ailing but the white rose does.

The enemies set their plans and traps

And proceeded despite the fact they are all faulty.

It is a plan of arrogance and emptiness

It will prove to be nothing but defeated

We break it as rust devours steel

Like a sinner consumed by his sins

We never felt weak

We were made strong by our morals.

Our honorable stand, the companion of our soul,

The enemies forced strangers into our sea

And he who serves them will be made to weep.

Here we unveil our chests to the wolves

And will not tremble before the beast.

We fight the most difficult challenges

And beat them back, God willing.

How would they fare under such strains?

All people, we never let you down

And in catastrophes, our party is the leader.

I sacrifice my soul for you and for our nation

Blood is cheap in hard times

We never kneel or bend when attacking

But we even treat our enemy with honor. …