અનુને ફરી ઉદ્દેશતા…૬

જૂન 4, 2016

૧)

જો જે
તારા દ્ર્ઢ સ્તનમાંથી લવચીક
તણાઇ ના આવે,
સ્વેટરમાં ભેરવાયેલો વાળ ખેંચી કાઢતાં,
કાળો તડકો બળે છે.

૨)
સ્વિમિંગ પૂલમાં
સખત અરીસા જળમાં
સ્તન અડકવા
લાગણીમાં ભીનો સંચાર
સૂર્ય ખૂંપે
પાણિયારી આંખો લચે
તડકાથી જળ વીંધાય.

૩)
ધ્યાનમાં રાખ જે
હું તને મહેનતું ઉધાઈ ગણું
અને પછી
સિગરેટના ધુમાડામાં ફૂંકાઇ જાઉં;
ધૂમ્રવલયમાં આપણે ક્યારેય
મનપસંદ આકૃતિ નથી-
તડકામાં સૂર્ય કાળું કાળું બળે

૪)
કોણ કોની વેદના
તારું નામ શાંતિમાં પોઢે.
મારૂં નામ-
ખૂબ ખૂબ ઊંડે-
હેકરને ક્યારેય નામ નથી અપાયું
બન્ને
સમાન વસ્તુ.

૫)
જેટલો નજીક
તારી આંખોમાં તાકી રહેતો
આવું છું,
વધારે ને વધારે ગૂંચવાય એ
વીંટામા-
તું અફાટ પ્રેમથી ગૂંથાયેલો પદાર્થ છું.

૬)
તારાં અબોલા
બોલવાની ઇચ્છામાં
લાંબી તિરાડ છેઃ
જીભ કેવળ લોચો છે-
નથી અપ્સરા નથી રસળવા સ્થાન—

૭)
તારો
મારી નંખાયેલો માણસ છું.
કોને કોને તેં ફૂલ આપ્યાં છે,પધરાવા.
શિકાર તારી પસંદગી હતી
ધડાકો કેવળ ઘોઘાટ હતો…

૮)
કાટમાંઃ
આપણાં મ્રુત્યુ જળવાયેલાં છે.

૯)
તું અનુવાદનું સામયિક છુંઃ
મારું નામ ઇતર ભાષા,
હું નર્યો ફેરફાર છું કે અદલાબદલી ?
ગમે તે હોય
હું તારામાં પુનર્જન્મ છું.

૧૦)
હું આ સદીમાંથી ક્યારે નીકળી ગયો ?!
છતાં હું ઘેરાયેલો ચોફેરથી
હું સ્વસું છું-શરમજનક,
અટકેલો નીકળી જઈશ
અને તને ફરી યાદ કરીશ forge કરીને.
૪/૨૬/૨૦૧૬ થી ૫/૨૮/૨૦૧૬

Advertisements

extremophile: એક ચિતાર મારા કાળમાં

ઓગસ્ટ 22, 2015

જેલ ભીંત એક મૂવિસ્ક્રીન છેઃ
દબાંગ..સિંઘમ..કંસ…કંસ
લોહી તરતો પદાર્થ વા રસળતો
સાધુડામાં સરડો કૂલા ઊંચાનીચાઊંચાનીચા કે
સામે ખૂણે સામે ખાંચે કે આગળપાછાળઆગળપાછાળ કરે…
ભીંતે જેલ apoclyptic મૂવિસ્ક્રીન,
સલમાન મુઠ્ઠી હેન્ડગ્રનેડ
સોડા કેન માથાં ફાટે,છાલક વાગે,સ્ક્રીન પર જામે
ચામડી તૂટે–
એલ્યુમિનિયમ ધાર
પ્રવાહી તરતો પદાર્થ વા રસળતો
થીજેલી છાલકમાં દેવવાણી સાક્ષીઃ
તૂટેલો પ્રાથમિક ટૂકડો આખી વિગત–
અમીબને અમીબ
હસ્તપ્રત બાઈબલ ભીંચોભીંચ*૧ ગભરુ પંક્તિ–
ઊંબરામાં લોહી તરતો પદારથ વા દદડતો
‘ak-47′, સ્વીકૃતી,અનુસ્વીકૃતી વા અસ્વીકૃતી,ભાષા છે
હું-કાવ્યાત્મક સંસ્મૃતિ વા એકરાર છે,આત્મહત્યા પછી.
શરીર હિંસાત્મક પુનરાવર્તન છે,
તો આ હું શું છેઃપૂર્વે,પછી અને દરમિયાને?
સેલાન હોય કે બેકેટઃ એમનું no-place શેનાથી ભારોભાર છે?
ઊંબરો કયું no-place છે ટપકેલા લોહીનું?
લોહી કેવળ પદાર્થ છે,હયાતી નથી….
તમે ધસતુ લોહી પડીકું વાળી
ખાનામાં મૂકી નથી શકતા
ભીંત કઈ બાજુથી સંદર્ભ છે !
દરેક ભીંત cell છે…
ઇશ્વરી મૌન દૈવી ધારાધોરણે મલ્લકુસ્તી છે
have a faith in poison(rimbaud)
ઊંબરો વટાવતા હિંસા થથરે છે મારા તનમાં
મૃત્યુ groupthink છે-ટોળામાં’I’ નથી
કશુંક સુસુપ્ત વેદના છે
બે વ્યક્તિ I છે-સંભોગ સિવાય,
પ્રસ્તાવનામાં કવિતા વિભક્ત છે,
બે શબ્દ અર્થધારણાર્થે disclaimer છે
માણસ હોવું અસ્વસ્થતા સર્જનમાં પ્રાથમિકતાએઃ
ચાલો વિરામચિહ્નો પડતા મૂકીએ અને જીવીએ
આપણા જ aftermath માં…

[૧૧-૮ થી ૧૫-૨૦૧૪]

*૧ horror vacui એક માન્યતા બાઈબલ મટે કે બે શ્બ્દ વચ્ચે જગ્યા રાખો તો શેતાન ત્યાં રહી પડે.
extremophileઃએક એવો જીવ જે મોટા ભાગના જીવ માટે હાનિકારક/ઘાતક હોય તેવી પરિસ્થિતિમાં પણ ધબક્યા કરે.
(saujanya sandhi if it is published in it)


ઝીણા કાવ્ય

ફેબ્રુવારી 15, 2015

૧) ધુમ્મસનો પહેલો દિવસ
શહેર આખું
સાવ ફીક્કુ/ઝાંખું પડી ગયું છે.

૨)
ઉનાળુ ચિત્ર

વાદળ રંગીન ફેરફાર છે,
લસરતી દાઝેલી કોરથીઃ
સમય વર્તાય છે.


અનુથી છૂટા પડ્યા પછીના કાવ્ય-૪

જાન્યુઆરી 1, 2015

૧)
હવે બેઠો બેઠો હું મારા શબ્દો બાળૂં
ચામડીમાં બન્ને તરફ.ભોળો ભા.

૨)
પવનમાં ઘસઈ દિવસ કાળો થઈ જાય,
વરસાદ મટીમાં ભીનો ભીનો સોડાય,
સમુદ્ર ચંદ્રને કિનારે તાણી જવા મથે,
એક કરચલો ખૂરશીમાં રેતી નાખી
મારી જેમ શૂન્યમન્સ્ક ભૂરૂં તાકી રહે.

૩)
તને યાદ કરી
તારામાં જીવવું ધબકતું રાખું છું,
એ રીતે એકમેકના અણું આપણેઃ
હવે કલ્પના જેવાં અ-સ્પૃષ્ય છીએ.

૪)
તું પણ
એ જ વૃત્તાંત કહેતી હોઈશ
શ્યામ રાખ જેવાં,
આપણી ચોળાયેલી ચાદરમાંથી
ખંખેરાયેલાં…

૫)
તારે માટે લખેલાં દરેક કાવ્ય
હવે હું બીજી સ્ત્રીઓ પાસે વાંચું છું.

૬)
મારા બોલવામાં
શરીર ખખડાવીશ અને સ્વાસ સંતાડીશ
રાત્રે કોઇ સંભોગમાં વ્યસ્ત હશે,
અને કોઇ દસમા માળેથી કૂદ્યો હશેઃ
હું જે તારામાં સાક્ષાત નથી એ ક્યાંય વિદ્યમાન નથી.

૭)
તારા ખમીસમાં ફડફડતો પવન,
મોટરગાડીને ડરાવતો તારો કૂતરો
હજું કાનમાં વાગે છે.
માણેકચોકમાં ભૂખ ફાડતું બળેલું તેલઃ
અને ઘોઘરે આંસુ સુધી ડંખેલી
મસાલા સોડા,હવે આ બધું તું તું ને તું.

૮)
હવે સાચવજે
બીજાંઓમાં ક્યાંય ભટકી ન જવાય,
તારામાં ભટકી ગયેલો હું
હજું મને મળ્યો નથીઃ
હું તડકે બળ્યો સ્વપ્નજાગૃત છું,,,

૯)
તેં ઓળંગ્યો હતો,ભીનો ઉંબરો
ઘેરી પરસાળ.
શબ્દમાં આપણા પડછાયા સળવળે,કશુંક
સમય મારા પર ફરી વળ્યો
અને ગડીવાળી દીધી મારી.

૧૦)
હવે કશું બાકી રહ્યું લખવાનું;
ખાલીપીલી સિવાય!

ડિસેમ્બર-૨૦૧૪


ઘરઝૂરાપો

મે 31, 2014

ઘરઝૂરાપો

આ મારું તડકે સાંધ્યુ,
દળ દાઝ્યું ગામ.
જ્યાં ડાઘુઓ
રસ્તાને શેઢે ઉભડક બેસી રહે,
ટાઢ બીડીમાં બળે, પોલો ખોબો ભરી,
ડમણિયું સાંજે માથું ધુણાવે,
ઘર મારામાં રમણભમણ,
હું અહીં
પાછો આવીશ, અને
પરિયા જેવું મરીશ.ફરીથી.
પછી-
પડખે તમાકુમાં
મારી રાખ વેરી દેજો
અને, મને બીડી વાળી પી જજો.
૨૦૧૦