પ્રશ્નોપનિષદ – સંજુ વાળા

જુલાઇ 31, 2018

છેવટે મારા વલવલાટે મને રસ્તા પર ધકેલ્યો
‘ને મેં વટેમાર્ગુને પૂછ્યું :
કવિતા શું એ કહી શકે ?
એણે હાંફભર્યા, ભાંગ્યાતૂટ્યા શબ્દોમાં કહ્યું : સાહેબ, ચાલી ચાલીને બહુ થાક્યો છું. મારી ભૂખ પણ મરી પરવારી છે.

તેં કવિતા સાંભળી છે?
સાહેબ, મારો પડાવ બહુ દૂરનો છે.
વધુ થાક ના લાગે એવી જડીબુટ્ટીની જરૂર છે.
પવન એનો સફેદ ખેસ ફરકાવતો રહ્યો
એ આગળ ને આગળ ચાલતો રહ્યો

પછી હું એક ઘોડાગાડી સાથે દોડ્યો
અને દોડતા દોડતા જ પૂછ્યું
કવિતા……
એટલું જ બોલ્યો ત્યાં
ચાલકની બાઘાઇમાં ઘોડાનો તરવરાટભર્યો પ્રત્યુત્તર સેળભેળ થઈ ગયો.
ડાબલાનો અવાજ અને કોરી ધરીનો કિચુડાટ પણ છેવટે ઓગળી ગયા

મેં એક પંખીને ઉડતા રોક્યું.
તને કવિતા વિશે કોઈ ગતાગમ છે?
પંખીએ આર્દ્ર અને કરુણાસભર ચાંચ ખોલી. થોડી પાંખો ફફડાવી. ત્રણ વખત આકાશ તરફ માથું ઊંચું કર્યું
અને સમજીને ઊડી ગયું કે
એની વાત હું સમજી શકયો નથી.

મને થયું હજી પ્રયત્ન કરું
ને, મને પૂછ્યું.
તો એક સામટા મારા કૈંક જન્મોએ બહુવિધ દ્રુષ્યપટલ આંખ સામે ખોલી દીધાં

ગાલિબ અને કાલિદાસને મારી સાથે સોગઠે રમતા
ખુસરોને માછલી પકડતા
કબીરને કોઈ પૂરાની કિતાબનું એક એક પાનું ફાડી, હવનકુંડમાં આહૂતિ દેતા
જોયા

મેં મીરાંને રસોઈ કરતા અને
તુકાને પંચાયતનો વેરો ઉઘરાવવામાં મશગુલ ભાળ્યાં…

કમરથી આગળ ઝૂકેલા વ્યાસ-વાલ્મિકીને પંખીઓનાં ગીત સાંભળતાં
અને કાંત-ઉમાંશંકરને બાલ-દાઢી કરાવ્યા પછી
ગ્રામોફોન પર કોઈ મધુર સ્વરમાં ઠુમરી-દાદરામાં તલ્લીન ઓળખ્યા.

હવે
બન્ને હાથથી માથું ઝાલી
વિસામાના પથ્થર પર
આશ્ચર્ય અને કૂતુહલમાં ગરકાવ
કૈ વરસોથી બેઠો છું.

મારી પોતિકી મૂંઝવણ લઈને
કવિતા એટલે શું ?

( સૌજન્ય : શબ્દસૃષ્ટિ – મે-2018)
સંસ્ક્રુત ભાષામા પ્રશ્નોપનિષદ અથર્વવેદમા વણાયેલો પાઠ છે. હિન્દુ ઉપનિષદન ૧૦૮ મણકામાં એનો નમ્બર ૪ છે.પ્રષ્નોપનિષદમા કુલ ૬ પ્રષ્ન પૂછાયા છે.તો વિશ્વ સાહિત્યમાં પબ્લો નેરુદાનો કવ સંગ્રહ

“પ્રશ્નો”પણ પાઠકને તર્કપાર શુધ્ધ કાલ્પનિક્તા અને અંતર્દૃષ્ટિ તરફ વાળે છે.નચિકેતા જેવા અનુભવમાંથી ઉદભવતા નેરૂદાના પ્રશ્ન વૈશ્વિક, સરરિયલ અને લાગણી હચમચાવે તેવા છે.બન્ને સર્જકો ગોપનિયતાને ફંફોસે છે.પોતાની રીતે.નેરૂદાએ એ તપાસ હયતિ માટે કરી છે.સંજુ વાળાએ એ તપાસ કવિત વિશે કરી છે.કવિતા હયાતિ જેટલી જ ગોપનિય છે. એટલે તો સંસ્કૃત કવિ કહે છે કે ખૂલ્લા સ્તન કર્તાં ભીના પાલવ તળે સંતાયેલા સ્તન વધારે સરાહનિય છે.

કવિતાનો અનુવાદ જેમ એક સ્વરૂપાંતર છે,તે જ રીતે કવિતાનો આસ્વાદ પણ એક પ્રક્રિયા છેાસ્વાદ વિલિયમ કર્લોસ વિલિયમ કહે છે તેમ “શબ્દથી બનાવેલું યંત્ર છે.” ( મશિન મેડ ઓફ વર્ડ્સ) યંત્ર જે રીતે નિશ્ચિત છે તે જ રીતે એ કામ કરે છે,કવિતા પણ પાઠકના મન પર, સમજમાં એવું જ કામ કરે છે.પાઠકનું પ્રૂથ્થકકરણ યંત્ર જેવું છે એને છુટુ પાડી નક્કી કરાય છે,યંત્ર કેવી રીતે કામ કરે છે.તે જ રીતે કવિતાને આકાર્ સ્વરૂપ,દળ,ભાષકીય બંધારણ અને ઐતિહસિક વલણ દ્વારા છુટ્ટી પાડીએ તો એના સતનું જ્ઞાન થાય છે.

કવિતાનો આસ્વાદ કયા કારણે કરાવાય છે એના સિધ્ધાંતો છે ?અને જો હોય તો કવિતાને કોઈ તાત્વિક વિચાર છે ? તો એને ભાષા,માનસ, કળા વા એસ્થેટિક વિષયક તત્વિકતા સાથે સાંકળી શકાય કે સાંકળવી પડે ખરી ? તો કવિતાનો આસ્વાદ એટલે શું?કેવળ વિસ્તાર કે અનુવાદ સમ અનેક સંદર્ભો ?ટી એસ એલિયટ કવિતા કયો અનુભવ છે ? (વ્હોટ ઇઝ ધ પોએટિક એક્ષ્પિરિયન્સ ?)પ્રશ્ન દ્વારા ચર્ચા માંડે છે. આનો ઉત્તર એ પ્રશ્નોના જવાબમાં છે,”કવિત શું છે ?” ” કવિતા શા માટે છે ?”.અને “કાવ્યાનુભવ એટલે શું અથવા એ કયો ?”આ ગુંચવણમાં જ કવિ અને વિવેચકો ગૂંથાયેલા કે ગુંચવાયેલાં રહ્યા છે પ્લેટો કાળથી. બીજા પ્રશ્નના જવાબમાં પ્લેટોએ કવિઓને સમાજ બહાર મૂક્યા હતાં,આદર્શ વિચાર ધારામાં.

કાવ્યાસ્વાદ વિસ્તાર પણ છે અને ઇતર સાથેનું આદાનપ્રદાન પણ છે.અને તે કાવ્યની ભાષાના ઉત્ખનનથી શક્ય બને છે.ભાષા જ એવો પદાર્થ છે જે અન્ય સાથેની અસરને સમજાવે છે,ક્રિયાપ્રક્રિયા શક્ય બને છે.કવિતા સમજવી એટલે શું ? એ પાયાના પ્રશ્નને વિસ્તારવો હોયતો કહી શકાય કેસર્જનાત્મક ભાષાએ જેટલાં તત્વો ઉપયોગમાં લીધાં છે તે છૂટાં પાડી એને પચાવવા,એની વ્યાખ્યા બાંધી શકાય ખરી? મથાળા બંધાય ખરાં? એવું કરવાથી કવિતા કદાચ સંકોચાઈ જાય, સાંકડી થઈ જાય,ાને શ્બ્દશઃ અર્થઘટન પુરતી મર્યાદિત થઈ જાય. આસ્વાદ વાક્ય વિસ્તાર નથી.દરેક કાય એક સંપૂર્ણ એકમ છે,પુદગલ છે.

કાવ્યનો ઉઘાડ કશું ન મળી શકવાનો જે અજંપો વ્યપ્યો છે તેનાથી થાય છે.જ્ઞાનની ભૂખમાં ધકેલાયેલ વ્યક્તિ સમજ્યા વગર નચિકેતા જેવું વર્તે છે,પણ જેને પ્રશ્ન પૂછાયો છે તે ભણેલો ગણેલો છે કે નહીં તે સૂચિત નથી,પણ એને પૂછાયેલા પ્રશ્નમાં એનું અજ્ઞાન છતું થાય છે,ઉપરાંત એ સામન્ય જન છેએને કવિતા જેવા વિષયમાં રસ નથી ,આપણી સામજિક પરિસ્થિતિનું આ ચિત્ર છે. આપ્ણી સ્થિતિ પેલા નિચેએ જણાવેલા વૃધ્ધ જેવી છે જેને ખબર નથી ઉપર ઈશ્વરતો ક્યારનો મ્રૂત્યુ પામ્યો છે,છતાં આપણે ધ્યેય તરફ ચાલ્યા કરતાં અજાણ છીએ, માહિતિને અભાવે દોરવાયેલાં. આપણામાંથી શું ખૂટી ગયૂં છે? જ્ઞાન,માહિતિ કે સુલભતા ? પહેલા પ્રશનમાં કવિ સાંપ્રત નબળાઈ પ્રસ્થપિત કરે છે. દરેક કવિ પોતાનું સામાજિક કાર્ય કવિતા પાસે કરાવે છે. દરેક કવિતા અરિસો હોવાને કારણે એની પસે સમાજને પ્રતિબિંબિત કરવાનું કર્તવ્ય છે.અહીં ભાષા ખૂબ સ્થનિક છે.આપણી આજુબાજુ જે ઘટે છે તે અહીં અભિવ્યક્ત થાય છે, આપણો કાવ્ય રસ મરી પરવર્યો છે અને આપણે હયાતિ માટે કેન્દ્રિત છીએ ભૂક અને જડી બુટ્ટીના માગનારા આપણે બિનસાહિત્યિક થઈ ગયાં છીએ, એ સામાજિક સ્થિતિ સાંપ્રત છે,પ્રવર્તમાન છે.આપણો સાંપ્રત જરુરિયાતોથી ભરપૂર છે. વિ આર પબ્લિક ઓફ વોન્ટ અન્ડ નીડ.

બીજા પ્રશ્નમાં બધા અવાજ એકરૂપ થઈ જાય છે.અને પ્રશ્ન પણ પ્રશ્ન રહેતો નથી.આપણે ઘોળાયેલાં આસ્પ્ષ્ટ કે અચોક્કસ નાદ છીએ, ઘોડાનો માણસનો નહીં. પિકાસોનુ ગુએર્નિકા યાદ કરાવી જાય છે આ પ્રશ્ન. આપણા સંતપ્ત, દબાઈ ગયેલા સ્વરનો આ પ્રશન છે.ચાલાક બાઘાઈમાં ઘોડાનો તરવરાટ ભર્યો પ્રત્યુત્તર સેળભેળ થઈ ગયો છે”. આપણો તરવરાટ બાઘાઈથી અંજાયેલો છે. એ જ આપણી વ્યર્થતા છે. આપણી અનર્થતાનો આ પોકાર છે.આપ્ણી નિષ્ફળતાનો આ પ્રતિસાદ છે ?

ત્રીજા પ્રશ્નમાં કવિ પંખી – આપણી ઉડાઉડ કરતી બૌધ્ધિકતા ને પૂછે છેઃ કવિતા વિશે તે શું જાણે છે ? ત્રિવિધ તાપ જેવો,પ્રત્યુત્તર આપી ,પંખી પણ આપણને ના સમજ સમજી છોડી જાય છે.અને એ સમજને આપણે સમજી શકયા નથી, એ આપણી બૌધ્ધિક અનાવડત છે ? કે એ આપણી અધૂરપ છે ?આપણી પરિપૂર્ણતા અવિકસિત હશે ? આપણી હયાતિ શંકાસ્પદ કેમ હશે કે થઈ ગઈ ? આપણૂ અસ્તિત્વ એના એસેન્સને કેમ પ્રિસિડ નથી કરતૂં ?

ચોથો પ્રશ્ન આપણો પરિશ્રમ છે ,અથાગ પરિશ્રમ.આપણા એકત્વથી તરબતર આ પ્રશ્ન સહિત્યિક પરંપરાને ખોલી આપે છે. સર્જકને હિસાબે આપ્ણી પરંપરા પણ અકદાચ અનર્થ જ છે, આપણી પરંપરા બિનમહત્વની બની જાય છ કારણ આપણા કહેવાતા સમર્થ સર્જકો નકામા કર્યોમાં રચ્યાપચ્યા જણાય છે.કવિ કદાચ જે તે સર્જનકાળને એના કહેવાતાં કાર્યોથી ઓળખાવે છે ! આ કાર્ય પધ્ધતિ જ વ્યંગ છે.પરંપરાની પ્રવૃત્તિ ઘાતક છે કારણ એ ગતિ નથી , નિષ્ફળતા છે. મીરાં વાસણ ઘસે,કાંત – ઉમાશંકર બાલ દાઢી કરાવે,પછી કવિતા નહીં પણ ઠુમરી – દાદરામાં,સંગીતમા,લયકારીમાં તલ્લીન થાય તે પણ થાળીવાજા પર કંડારયેલાં.આ બધાં કવિતામાં નહીં પણ કાવ્યેતર પ્રવૃત્તિમાં રત લગે છે.આપણે આપણી પ્રજાની જેમજ ગેરમર્ગે દોરવાયેલાં રસજ્ઞ છીએ. આપણી કવિતા મરી પરવારી છે ? ફેસબુક આપણી સાહિત્યિક પરંપરાની સમૃધ્ધિ નથી કે સાતત્ય નથી.આપણૅ કટાયેલા કાટલા જેવા ઢાળેલાં છીએ ? કવિતા એટલે શું નહીં આપણે શું છીએ, કેવાં છીએ ? આપણે ટોળું છીએ કે એના ભાગ છીએ ?”ગર્મ હવા”સિનેમાનો મિર્ઝા પણ છેવટે તો ટોળાનો ભાગ થઈ જાય છે.આપણૅ સુવિધા ચોર છીએ, સર્જક નથી.આપ્ણૅ દરેક ક્ષેત્રે રાજરમત જ છીએ. ટાંટીયા ખેંચ કલાકાર છીએ. વિદેશી સાહિત્યિક સજ્જતાની ટેવ પાડી છે,રહેવાદો આપણે અન્યતર પધ્ધતિથી જ આમ પણ જીવીએ છીએ.આપણે પેલા વિસામાના પથ્થર પર આશ્ચર્ય અને કૂતુહલ હાથમાં ઝાલી રાખી ગ્રીક પૂતળા જેવું બેસી રહીએ છીઍ અને પછી પ્રશ્ન પૂછીએ, કવિતા એટલે શું? આપણી પૂતળાવસ્થા જ આપણી પરિપક્વતા છે.જૂઓ કવિ કહે છે આપણે સ્થિર થઈ ખોટકાઈ ગયેલાં યંત્ર જેવાં છીએ. આપણી ગરકાવ થયેલી, ખોવાયેલી, વિસરાયેલી,અવસ્થાને ફરી શોધવા ટહેલ નાખે છે. આ કવિતા, કવિતા માટે ભાષાનું પુનઃ ઉત્ખનન જરૂરી છે એ સુચવે છે,કદાચ આપણને આપણી ઓળખ મળે .” વ્હોટ ઇઝ ધ પોએટિક એક્ષ્પીરિયન્સ ?” ( કાવ્યાનુભવ શું છે ?) કવ્યાનુભવને રુપક (મેટાફોરિક) બનવીએ,અને એ દ્વારા સમગ્રતાને ઓળખવા આ કાવ્ય આમંત્રણ આપે છે. કવિતા એકસાથે સર્જન અને અભિવ્યક્તિ એ દ્વારા અર્થની શોધ છે. સર્જન કશીક નવ્યતા છે, પહેલાં જે કહેવાયું નથી, સ્વીકારાયું નથી,પણ અર્થની શોધ જે હયાત છે એને ફરી શોધવાનૂ છે.કવિતા અન્યતર સાથે અરસપરસ આદાનપ્રદાન કરવાનું માધ્યમ છે. ગુજરતી સાહિત્ય માટે શરમ વગર સ્વરૂપાંતર અપનાવું જરૂરી છે.અવાં કાવ્ય કવિતાની ફેરતપાસ કરવા પડકારે છે.ચાલો સંજુવાળાનો સંગાથ કરીએ, નવું સ્વરૂપ ધરીએ .ગ્રીક બાવલાં જેવું માથે હાથ મૂકી બેસી રહેવાને બદલે.અસ્તુ.

૬/૧૩/૨૦૧૮

પબ્લો નેરુદા ના બે કાવ્ય નો અનુવાદ ‘પ્રશ્ન’ સંગ્રહમાંથી.

૧)

કહે મને ,ગુલાબ નગ્ન છે

કે એ જ કેવળ એનો પહેરવેશ છે?

શા માટે વૃક્ષો સંતાડે છે

એમના મૂળની ભવ્યતા ?

કોણ સાંભાળે છે દિલગીરી

ચોરાતી મોટરગાડીની?

વિશ્વમાં છે કશું ઉદાસ

વરસાદમાં થંભેલી ટ્રેન કરતાં?

૨)

અને શું કહે છે રત્નો

દાડમના રસ સામે ઉપસ્થિત ?

શા માટે ગુરૂવાર સ્વયં બોલે છે

શુક્રવારમાં પ્રવેશ્યા પછી ?

કોણે ચીસ પાડી હતી હરખથી

જ્યારે આકાશી રંગ જન્મ્યો હતો ?

શા માટે વિશ્વ દુઃખી થાય

જ્યારે જાંબળી દેખદીધો હતો ?


ગોરડુ વેદનનું કવ્ય

જુલાઇ 2, 2018

manilaala paTela naa kaavya shu hoy chhe pitajI no aasvaad,

કવિતા સામજિક અને પ્રસંગિક છે, છતાં એમાં વેદના તરબતર છે.વેદના કવિતા નથી,સર્જનશીલતા છે.કવિતા કેવળ પ્રસંગ નથી,આપણી હયાતી નો રસળ્તો અભિગમ છે.પ્રગટીકરણ છે.કવિતા લાગણીથી નહીં શબ્દથી બને છે.કવિતામા શબ્દ પદાર્થ છે,જેમ એક પદાર્થના જુદા જુદા ઘાટ ઘડાય છે,તેવું કવિતામા સંભવે છે.કવિતાનો શબ્દ અનેકત્વ છે અને આ અનેકત્વને એકત્વ કરે તે પ્રક્રિયા,સર્જનપ્રક્રિયા.કવિતા એવું સ્વરુપાંતર (મેટામોર્ફોસિસ) છે.કવિતા સંસ્ક્રુત ભાષામાં કહેવાયેલું ક્રિડન છે,જે એક્રરૂપ થઈ રમણીય બને છે.એ રમણિયતા જ પુનઃવિસ્તાર છે.કવિતા વરંવાર થયા કરતો એસ્થેટિક અનુભવ છે.રસાસ્વાદ છે.જે કાવ્યાસ્વાદ છે.કવિ મણીલાલનું આ કાવ્ય ગોરાડુ વેદનાનું કાવ્ય છે.

સ્થાનિક પરિવેશમાંથી ઉદભવેલું વ્યક્તિ ચિત્ર જ પ્રશ્ન છેઃ શું હોય છે પિતાજી…?પોતાની હયાતીનો ઇતર અંશ શું છે ? એ પ્રશ્ન અસ્તિત્વને અન્યતર તરફ લઈ જાય છે. અન્યતર સંબંધોથી જીવતાં આપણે શું છીએ ?સંબંધોની સાઠમારી કે ગઠબંધન ?સંબંધો માટી અને મૂળીયા જેવાં જડબેસલાક છે,વિકાસ છે.કવિતા મનોવૃત્તિ અને મનભાવનની અરસપરસ છે.કવિતા કદાચ માણસ હોવાની વેદન કે સંતાપ છે ? આ કવિતા આગળની અધુરપ કે
ઊણપનો વિસ્તાર છે,વ્યાપ છે.પૂરોગામી હયાતીનો વિસ્તાર,સંબંધોની સુઝ છે.પિતામા વ્યાપેલી કે વસેલી “ગોરાડુ રેતાળ લાગણી”અતિમહત્વની સંવેદના છે.સંવેદન અને અભિવ્યક્તિનું માપ પેલી નહીં પલળૅલી માટી હશે ! આપણે સામજિક હોવાને કારણે – we are social animals -જેવાં વિધાનો આપણી સમગ્રતાને ઓળખાવે છે. આપણા સંવેદનો લાગણીના મોહતાજ છે.આપ્ણામાં સંવેદન અને લાગણી અરસપરસ છે.

આપણી ઊણપ દયા છે. ત્રિવિધ તાપથી તપતું આપણું અસ્તિત્વ મેટાફિસિકલ છે. ક્રોધી તડકો કે વિકરાળ તાપ આપણને થકવી નાખે છે.કોઈનામાં વિસ્તરેલી ખોટ ચિંતાનો વિષય છે અને હોવાના ફોર્સનું કારણ થઈ જાય છે.આપણામાં વ્યાપ્ત અનાવસ્થા આપણને બીજા વિશે વિચારવા મજ્બુઅર કરે છે, માણસ હોવાની ઊણપ તે આ હશે ?”પિતાજીની એકલતા જોઈને મોટા થઈ જઈ એમને સહાયક થઈ જવાની અદમ્ય ઈચ્છા,આપણામાં સળવળતી સ્થિર થયેલી ઘટના છે, અન્ય થઈ જવાની વેદના આ હયાતિની અપૂર્ણતા છે.

આપણી પૂર્ણતા કોઈ પ્રવૃત્તિ હશે ? તમાકુ પીવાની તલબઃ! પિતાનું ઘસઈને ખોવયેલું ખોળિયું -હવે કેવળ પડછાયો લાગે છે.-અને નહીં પણાની શક્યતા,જીવવાની જીવાડવાની વ્યથા છે.આપણી મહેનત એક પરિસ્થિતિ ,પણ અન્યતર માટેની તત્પરતા હશેને ?જીવનનું સતત્ય એકમાંથી બીજામાં પ્રવેશ છે,આ હોવું કે સ્થિત્યાંતર વેદના વ્યથાનું સ્વરૂપાંતરજને. આપણી સોસિયો-ઇકોનોમિક્સ ફેરબદલી એના અસ્તિત્વની પરંપરા- એ જ આપણી મર્યાદા પણ છે અને વિસ્તાર પણ.આ ગોરાડુ રેતાળ પોચુ અને રંગીન-સ્વરૂપ અને એમાં આવેલી તલબ આપણી પારાવારતા અને અનેકતવનો વ્યાપ છે.આપણું અન્ય ઈતર પણું અને એની સર્વાઇવલ હયાતિ જ આપણા અંતિમ અનુભવ છે,એ અનુભવને જીવ્યા કરવાના ત્રિવિધ તાપ આપણી બળતરા છે,તંબાકુના ભારવેલા અગ્નિ જેવી.

કાફકાની મેટામોર્ફોસિસ જેવી બહુવિધ શક્યતાઓ ભરેલું આ કાવ્ય આપણી માટીમાંથી આપણી સુગંધ -દુર્ગંધને લઈને આવે છે આપણી તળપદતામાં. કળા અકળ નથી પણ ઝટ બદલાઈ જનાર પદાર્થ છેઃ એ જ સ્વરૂપાંતર છે હયાતિ છે.કવિતાનો દરેક શબ્દ સ્વરૂપાંતાર છે અને હયાત છે.
૬/૨૪/૨૦૧૮