ખંભાત અખાતનો નાગરિકઃએક કવિતા બે અભિગમ

ફેબ્રુવારી 20, 2011

૧)
સમુદ્રમાં
એ મોટાભાગે ઘરમાં જ હોય છે.
જે રીતે જળ એમનું શરીર મૂર્ત કરે,
સહજતાથી
એ તરી શકે નહીં.
એમનો દેહ
પ્રવાહી વળાંકો લે,
માંછલીઓ જે ઝીણવટથી ભણે છે,
કાલુ સવાર થઈ મીઠુ ચરે, મોતી જણે.
દરેક વાઘા તરવા માટે
મૂળગામી જળ છે, લંગરો…સાંકળો..
જળમાં લોહી,લોહીમાં જળ
માટીમાં શોધ્યા અને જળમાં અનુસર્યાઃ
શરીરમાંથી જળ
જળમાંથી શરીર, એ મોટેભાગે ઘેર જ હોય.
ખળખળ વહેતો માણસ..
૨/૧૬/૨૦૧૧
૨)
(અદ્યતન અભિગમ)
છેલ્લું પ્રવર્તન,
સાકરટમ ડૂબવું,ખેસમાં ભીંસાઈ રહેલું ગૂંગળામણ
હાહાકારમાં વૈતરું
અંધકાર તરબતર ખળખળતી નાસિકા
ખારી પ્રવાહી links માંછલીમાં
ઉપરથી દબાતા સરકતા
અનાધાર તરફડતા લંગર…સાંકળો
ગૂંચળા સાપ, ચીકણા પાણી
કાદવ મલમ અને લેપ સ્કીનકેર
કાળો dvd સૂર્ય સમગ્ર સમુદ્ર પર છંટાયેલો
ઘૂઘવી ઘૂઘવી અથડાયા કરતો
ઉછળતી ક્ષિતિજો
લાતો ફંગોળતો ઉંડો ભીનો ખાડો/ખાઈ
વિશ્વ શ્વેત ભૂરું કાળુ અને વજન,
ચિંગૂસ અને ધૂંધળુ,
પ્રિય ડૂબેલા
પાણીજ ગલ છે-લટકી રહો જળમય…ઘરમય
૨-૧૭-૨૦૧૧

Advertisements

બારીમાંથી લટકતી લૅમિનેટેડ વિગતો

ફેબ્રુવારી 11, 2011

બારીમાં ડાબે ખૂણે ઊભું રહ્યું છે માર્લબ્રો
પેક એની બાજુમાં બે-ચાર વોડકા ભરી
બૉટલો ઝાંખા નામે પછી પડ્યા છે શ્વાન
માટે બિસ્કુટ વળી પછી એક પરબિડીયું
અડીને સમુદ્ર માર્લબ્રો નીચે એક નખરાળું
બાળક ફોટામાં બાજુએ તાકી રહ્યું છે
કોઠી ખસીને અત્તરની બે શીશી ભૂરાં
પુઠ્ઠા પર અહીં કોઠી નીચે સળગતી ગેસની
ટાંકીઓ ત્યાં ડાબી બાજુથી બાળક નીચે
લાંબુ કંપ્યુટરાઈઝ્ડ વિશ્લેષણ ડાયગ્રૅમ
પછી સત્યમ ટ્રેઇડનો બંગલો હસતો સચિન
થર્મોસ ઝાલી ઊભો રહેલો અવકાશયાત્રિ
નજીકમાં જ બેંક વિધાનો કશાક અકળ
ભૂસાયેલા કે ઘસાતા ઝાંખા થતા રંગો
સાથે જોડેલું અને છેક જમણા ખૂણામાં
બારીમાં માણસ અને હાથમાં માર્લબ્રો
બાક્ષ માણસમાં છે ગમગીન આંખો…
તડકો બારીએ લૅમિનેટેડ બળે બિલોરી
૪-૨૯-૨૦૧૦


આ સૈકો૧-૨

ફેબ્રુવારી 5, 2011

આ સૈકો-૧
કોરંટ,પાંદડામાં હજું ભયભીત થથરે છે.શબ્દમાં વ્યથા કકળે છે,કરગરે છે.બપોરે આ સવાર લોહિયાળ છે,લોહી નવી શોધ છે,આપણા આંત્રપૂચ્છની.સમય અસ્વસ્થ છે.મેં પુછ્યું હતું કોણ નિષ્ફળ ગયું છે? રુઢી કે રિક્તતા? કે બળવો? કોણ નિશ્ચિત છે? કવિ કે શબ્દ? કે પ્રશ્ન પૂછે છે તે? પગ તડકાથી કે અણુંબોંબથી દાઝેલા છે. મૃત માણસ શબ્દ ઉચ્ચારી શક્તો નથી,એ પોતાનાથી ભયભીત છેઃ ભાષા ઇતર પદારથ છે અને મૌન દરેક જણમાં વૃણ છે, અથવાતો ઘોંઘાટ એક જ ક્ષણે ઘટ્ટ વાતોચીતો છે,કૂતરો તમારી ભાષા, તમારી વેદના, તમારી ગરીબી રાત્રે ભસે છે છતાં અવકાશ ભરેલો સમય અરવ જામી રહે છે.
વેદના રોજ દરવાજો ખોલી ગલૂડિયાં સમ પાછળ રમતિયાળ ફરે છે,ખબર નથી ક્યાં સુધી અને ક્યારે? ૧-૦૬-૨૦૧૧

સૈકો-૨
પછીથી,ફાટેલું મૃત્યુ, સવારે સૂર્યોદયમાં લાલચબોળ ફરીથી મરે છે.સમાચાર પત્રો ગોદામોમાં લટકતા સાચવી રાખે અને નવી સવારે ધમકીઓ નવેસરથી શરુ કરે. માણસનું પરિક્રમણ થયા કરે, માણસમાંથી હતાશ ઉમેદ રખડ્યા કરે.મૃત્યુથી કે જાગર્તિથી એ linked કાવ્ય જેવું ઊભો રહે છે,હું કવિ છું અને તેમનો ઓળો છું,મારું કામ યુગ થવાનું છે,હું એમની સાથે નીકળી પડું છું અને પાછો ફરું છું.મારામાં એમના વિશ્વનો અંત છે અને મારી કોઈ સંજ્ઞા નથી…હું કેવળ તમારા big bang અંધકારનો પૂરક છું..૧-૭-૨૦૧૧