ચુંબન

જુલાઇ 26, 2014

મને ખબર નથી
હોઠ મદદ છે
રાત્રિ મૂળ છે
પવન ઝેર છે
ઘાસ અત્તર છે
સમય ઓરડી છે
ચુંબન માળો છે
લોહી ભરતી છે
ઋતુ યંત્ર છે
ઉજાશ ઊંડાણ છે
પથ્થર ખાલીપો છે
તરા ગાલ પર ફાટ્યા વગરના
બોંબ જેવો મસોઃ
મારા હોઠ નિષ્કાસિત અવાજ ચાખે છે
૭/૨૫/૨૦૧૪

Advertisements

વરસાદી લીલો સ્ફટિક

જુલાઇ 18, 2014

વરસાદી પાંદડા પર બેઠેલાં
ટીપાં જેવી
ભૂરી( કે હરિત!)તારી નગ્નતા
મારી સરળ દ્રષ્ટિમાં
-અપાર સંસ્કૃત ભાષાવાળી વાંછના
મધ્યબિંદુહીન સ્પર્શ
-દરેક આતુરતાનું કેન્દ્ર
લોખંડી સ્પ્રીંગ જેવાં ગૂંચળા
અટળ પડછાયામાં
-હિંસ્ત્ર દૈહિક ઠૂંઠાં-
બધું થથરતા પ્રકાશમાં હાંફેલો પવન
મારા શબ્દોમાં ઉકલતા આંગળા
મારી મફત ફોગટ જાહેરાત મારાથી ભારોભાર
અને એના ચળકાટમાં
સંકેતો ઉકલે
જોઈ રહું હું ક્ષણોને
અને રંગહીન પ્રકાશ આ પલંગમાં;
નિકટવર્તી સામનો,
મારી ઘઉંવર્ણતા
અને સ્થગિત લીલા સ્ફટિકનો…
(૭/૧૮/૨૦૧૪)