હું અને તું…માં તારું અને મારું

ઓગસ્ટ 19, 2016

૧) તારા સ્તનમાં અડકવું
ઉંડાણથી સ્પર્શ છેઃ
વપરાયેલી લાગણીને કયો અર્થ હશે…

૨) તારૂં વલોણું કરવું
આખું કલેવર ધમક છેઃ
માખણ તારવવાને કયો અર્થ હશે…

૩) તારા હોઠ પર હોઠ
સાક્ષાત્કાર અગ્નિ છેઃ
પછીની બળતરાને કયો અર્થ હશે…

૪) તારી આંગળી વચ્ચે ભીડાયેલી આંગળી
સાણસી પકડ છેઃ
આંગળી વચ્ચે ફેલાતા લોહીને કયો અર્થ હશે…

૫) તારી આંખમાં એકધાર્યું જોવું
‘ એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છુંઃ*
આપણી વચ્ચે ઉદભવેલી અજાણ ભાષાને કયો અર્થ હશે…

*છિન્નભિન્ન છું • ઉમાશંકર જોશી
સૌજન્ય-ગુજરાતી સાહિત્ય અકાદમી(યુ કે)

૮/૧૩ થી ૧૯/૨૦૧૬


ચંદ્ર

ઓગસ્ટ 15, 2016

છબછબિયાં કરતો ચંદ્ર
ભૂરાં પાણીમાં છબછબિયાં કરતો
શ્વેત ભૂરાશમાં ઉપરથી છબછબિયાં કરતો
કાળી રાતે છબછબિયાં કરતો
ટોયોટાના વિન્ડ શીલ્ડમાંચોખ્ખા અને ભૂરાં છબછબિયાં કરતો
સરકતો ડાબે જમણે અને આગળ પાછળ છબછબિયો ચંદ્ર
ગરાજમાં પેસતાં છતમાં બંધ છબછબિયો ચંદ્ર
ચિત્તવ્રુત્તિમાં ધરબાયેલો
બહાર નીકળતાં જ સંક્રમિત છબછબિયાં કરતો ચંદ્ર…
૮/૧૩/૨૦૧૬


એક વિધાન એક કાવ્ય

જુલાઇ 29, 2016

જીવવાનું રાજકારણ ઃ
ઘટના નથી પરિસ્થિતિ છે,ભય છે;
આધારિત માણસ તરીકે તૂટી જવાનો
૭/૨૧/૨૦૧૬


પરિસ્થિતિ

સ્વર્ગમાં જઈશ
તો પણ દુઃખ થશે,
વેદના એટલે શું સમજાશે નહીં,

નરકમાં જઈશ
તો સ્વસ્થતા શું છે
એ સમજાશે નહીં;

માણસ ત્યાં પણ હોવું પડશે
અને અહીં પણ !

૭/૨૨/૨૦૧૬


અનુને ફરી ઉદ્દેશતા…૬

જૂન 4, 2016

૧)

જો જે
તારા દ્ર્ઢ સ્તનમાંથી લવચીક
તણાઇ ના આવે,
સ્વેટરમાં ભેરવાયેલો વાળ ખેંચી કાઢતાં,
કાળો તડકો બળે છે.

૨)
સ્વિમિંગ પૂલમાં
સખત અરીસા જળમાં
સ્તન અડકવા
લાગણીમાં ભીનો સંચાર
સૂર્ય ખૂંપે
પાણિયારી આંખો લચે
તડકાથી જળ વીંધાય.

૩)
ધ્યાનમાં રાખ જે
હું તને મહેનતું ઉધાઈ ગણું
અને પછી
સિગરેટના ધુમાડામાં ફૂંકાઇ જાઉં;
ધૂમ્રવલયમાં આપણે ક્યારેય
મનપસંદ આકૃતિ નથી-
તડકામાં સૂર્ય કાળું કાળું બળે

૪)
કોણ કોની વેદના
તારું નામ શાંતિમાં પોઢે.
મારૂં નામ-
ખૂબ ખૂબ ઊંડે-
હેકરને ક્યારેય નામ નથી અપાયું
બન્ને
સમાન વસ્તુ.

૫)
જેટલો નજીક
તારી આંખોમાં તાકી રહેતો
આવું છું,
વધારે ને વધારે ગૂંચવાય એ
વીંટામા-
તું અફાટ પ્રેમથી ગૂંથાયેલો પદાર્થ છું.

૬)
તારાં અબોલા
બોલવાની ઇચ્છામાં
લાંબી તિરાડ છેઃ
જીભ કેવળ લોચો છે-
નથી અપ્સરા નથી રસળવા સ્થાન—

૭)
તારો
મારી નંખાયેલો માણસ છું.
કોને કોને તેં ફૂલ આપ્યાં છે,પધરાવા.
શિકાર તારી પસંદગી હતી
ધડાકો કેવળ ઘોઘાટ હતો…

૮)
કાટમાંઃ
આપણાં મ્રુત્યુ જળવાયેલાં છે.

૯)
તું અનુવાદનું સામયિક છુંઃ
મારું નામ ઇતર ભાષા,
હું નર્યો ફેરફાર છું કે અદલાબદલી ?
ગમે તે હોય
હું તારામાં પુનર્જન્મ છું.

૧૦)
હું આ સદીમાંથી ક્યારે નીકળી ગયો ?!
છતાં હું ઘેરાયેલો ચોફેરથી
હું સ્વસું છું-શરમજનક,
અટકેલો નીકળી જઈશ
અને તને ફરી યાદ કરીશ forge કરીને.
૪/૨૬/૨૦૧૬ થી ૫/૨૮/૨૦૧૬


કાવ્યમાં સાંપ્રત વલણો

માર્ચ 13, 2016

કાવ્યમાં સાંપ્રત વલણો–(એક અભિપ્રાય)

આજના કાવ્યને ગંભીર સાંપ્રત આવશ્યક છે.”૨૦૧૫ના કાવ્યમાં છેલ્લાં વલણ”લખી કંપ્યુટરમાં સાશ્ચર્ય શોધો તો અતિઘણી વિગતો ઉપસી નથી આવતી,મને કેટલાંક સાહિત્ય વિશે શબ્દાડંબર આધારિત ફરિયાદ નિબંધો મળ્યાં જેમાંનાસમજી નથી શકાતાં કે સામયિક ગતિ વગર ઇતિહાસ બદલી ન શકાય.સર્જક સાંપ્રત બદલી શકે,અને ક્યારેક ભાવિઆપણે સાહિત્યમાં નવ્ય તરાહો ઘડવી પડે.

કાવ્યના સમગ્ર ઇતિહાસ દરમ્યાન ,પરિવર્તનની અપેક્ષા હતી અને સંભવ્યુંઃ કળા બદલાઈ ટકી રહેવા.શું એકવીસમી સદીના બીજા દાયકામાં અમેરિકા જાપાનની ૧૯૪૦ની વાકા(WAKA)જેવી અક્કડ કવિતાનો ભોગ બનશે ?સહમતિ આપણી પાસે છે,અહુણા.ઇન્ટરનેટ પર કેટલાંય વિધાનો થયાં હતાં કે કવિતા મ્રુત્યુ પામી છે. પરિવર્તન વગર મ્રુત્યુ પામશે.૯૮% સર્જન આજે સામયિકોમાં વાંચું છું તે દાયકા પહેલાં લખાયેલાં જેવાંજ છે.ક્યાં છે વિદ્યાપીઠોના સાંપ્રત અભ્યાસક્રમો અને ખર્ચાળ ઉનાળુ સર્જનાત્મક અભિગમોમાંથી? શક્ય હોય ત્યારે,દરેક સર્જકે ભૂતકાળમાં નિષ્ક્રિય થયેલાંઓને આગળ વધવા સમજાવવા જોઇએ.
અન્પેક્ષિત અભિગમથી વંચાયેલી ગ્રામીણતા કે લાગણીસભર પ્રેમની કવિતા વધું મનોરંજક હોય છે.વ્યાખ્યામાં ઢાળેલી સર્જનાત્મકતા બે સદિ પહેલાંય પરિવર્તનાત્મક અભિગમ ન હતો.સાંપ્રતના મજકૂરમાં ૨૧મી સદીના કાવ્યાત્મક વલણના, સાંપ્રત જીવન પધ્ધતિના અનેક કૂટપ્રશ્નો સમાવિષ્ટ હોવાં જોઇએ.
ઓનલાઇન શોધખોળમાં અનેકમાંથી એક નવ્યતા સાથે સંક્રમિત થયો તે અલ્ટ લિટ, અર્થાત એકાંતરુ.આ વક્રતા,જોકે, જર્મન ભાષાના ઓલ્ટનો અંગ્રેજીમાં અર્થ પ્રચીન થાય,અને આ શૈલિ વર્ષોથી પ્રચલિત છે.ઓલ્ટ લિટ શબ્દ અને શબ્દસમૂહનું મિશ્રણ છે,જે સર્જક વિવિધ ઇન્ટર્નેટ ક્ષેત્ર પરથી મેળવી નવી શબ્દપ્રક્રિયા(વર્ડ્પ્રોસેસર)માં લાવી તરોતાજા સાહિત્યિક અંશમાં અરી ગોઠવે.
આ સાંધેલાં શબ્દ અને શબ્દસમૂહ કવિતા કે વાર્તા સર્જવા ફ્રીજ પર મા એ તમારે માટે મૂકેલાં જેવાં જ છે.દરેક સર્જક બીજા કોઈકના પ્રભાવાત્મક લખાણમાંથી એ મેળવી કોઈક રીતે અજમાવે છે.પણ, એ શૈલી છે? કવિ અને સર્જકે સાંપ્રતતા સર્જી,મૌલિક શૈલી,શબ્દ,શબ્દસમૂહ અને મજકૂર વિકસાવવા જોઇએ.
હાલ પૂરતી તો હું મારી સ્વચ્છંદ ( અનસ્ટ્રક્ચર્ડ)અનુ-રચનાત્મક શૈલી જ પસંદ કરું છું. જોઇશ મને ક્યાં દોરી જશે.ચાલો માનીએ કે ઓલ્ટ લિટ એક શૈલી, આ શરૂઆત થઈ શકે.ચાલો યા હોમ કરી ધપીએ >
ઇ. સ્મિથ સ્લે, કવિ અને લેખક.

8/30/2015

Current Trends in Poetry

Poetry today needs a serious avant garde. Curious that when an online search for ‘latest trends in poetry 2015’ is typed in, not a lot of information shows up. I found several complaint essays about literature based on the verbiage of those who can’t understand that no one without a time machine can change history. Writers can change the present, and sometimes the future. We need to construct new paths in literature.

During the entire history of poetry, innovation was expected and produced: the craft changed to survive. Will second-decade-of-the-21st-century America fall into a 1940’s Japanese-like waka of inflexible poetry? The answer is in our hands, now. Many comments appeared last year on the internet stating that poetry was dead. It will die without change. Ninety-eight per cent of the literary pieces I read in current literary journals are more of the same from decades before. Where is the innovation coming out of academic MFA poetry programs and costly summer workshops? When possible, every writer and poet should persuade those who seem stuck in the past to move forward.

Poems about a lovely bucolic countryside or a passionate love affair are much more entertaining when told with an unexpected approach. Creativity forced into formulas established almost two centuries ago isn’t innovation. The content of new, early twentieth-first century poetry styles should contain some of the many issues relevant to contemporary life.

One of the few new styles that I ran across in my online search for the New, was Alt Lit, alt meaning alternative. Such irony, though, since the word Alt in German means old in English, and the style has been around for a while. Alt Lit is a amalgam of words and phrases that the writer collects from different internet areas, takes to a new word processor page and re-arranges into a freshened literary piece, frequently labeled poetry.

This gluing together of words and phrases is similar to the magnetic words that Mom left on the frig for you to assemble into a poem or story. All writers have discovered a phrase or two in another’s writing that they’ve found appealing and used it in some way. But, is this a style? Poets and writers should produce fresh, original styles, word phrasing and content.

I prefer my unstructured, post-structural poetic style, for now. I will see where that goes. Let’s say Alt Lit is a style, this can be a start. Let’s just get going >

–e. smith sleigh, poet and author

Books:

. THESE THINGS ARE A ONE THING©
· OUR NATURE: External Landscapes©
· THIS NATURE: Internal Landscapes ©
· MUSINGS FROM THE FAULTLINE AFTER DARK©
. An American Still Life©
. Post-structuralism and Related Quotes: from Jacques Derrida, Judith Kristeva, and Others©


અનુને મળ્યા પછીના કાવ્ય-૫

ડિસેમ્બર 21, 2015

૧)

ઇશ્વરી
ઉદ્વેગોથી
તને ચાહું છું.
૨)
આંધળી આંખોમાં
સાચવેલી દ્રષ્ટિથી
તને ચાહું છું.
૩)
તારા નામમાં
બોળેલી
આંગળીથી
તને ચાહું છું

૪)
ઇંડું તોડી
પક્ષીથી કરેલી આમ્લેટઃ
મારા સ્વાદુ પીંડૉથી
તને ચાહું છું

૫)
તારા લોહીંમાં ફરતો
અગ્નિ
આંખો ખોલી જોયોઃ
તારી મર્યાદાથી
તને ચાહું છું

૬)
તારા પ્રશ્નોમાં
ગૂંચવાઈ,
પૂનરાવર્તનોથી
તને ચાહું છું

૭)
મારે તને રીઝવવા
પક્ષી જેવું
તારી સામે ડાલમડોલમ તરવું છેઃ
રંગોમાંથી
તને ચાહું છું

૮)
શરુઆતમાં
શરીર સર્જાયું હતું
પછી આવેગ ઊમેરાયા હતાં,
મૂળમાં થયેલી શરુઆતથી
તને ચાહું છું

૯)
ટપકામાં આખી કેરી પીવાઇ જાય
ડપકામાં મીજાગરો સીંચાઇ જાય
રાજકારણમાં મતદાતા ધોવાઇ જાય-
ત્રિશંકુ અવસ્થાથી
તને ચાહું છું

૧૦)
ટીપાંમાં
ફરીથી લટકેલાં દેખાવાનું,
દ્રશ્યમય પારદર્શકતાથી
તને ચાહું છું

૧૨-૧૮ થી ૧૨-૨૦-૨૦૧૫


extremophile: એક ચિતાર મારા કાળમાં

ઓગસ્ટ 22, 2015

જેલ ભીંત એક મૂવિસ્ક્રીન છેઃ
દબાંગ..સિંઘમ..કંસ…કંસ
લોહી તરતો પદાર્થ વા રસળતો
સાધુડામાં સરડો કૂલા ઊંચાનીચાઊંચાનીચા કે
સામે ખૂણે સામે ખાંચે કે આગળપાછાળઆગળપાછાળ કરે…
ભીંતે જેલ apoclyptic મૂવિસ્ક્રીન,
સલમાન મુઠ્ઠી હેન્ડગ્રનેડ
સોડા કેન માથાં ફાટે,છાલક વાગે,સ્ક્રીન પર જામે
ચામડી તૂટે–
એલ્યુમિનિયમ ધાર
પ્રવાહી તરતો પદાર્થ વા રસળતો
થીજેલી છાલકમાં દેવવાણી સાક્ષીઃ
તૂટેલો પ્રાથમિક ટૂકડો આખી વિગત–
અમીબને અમીબ
હસ્તપ્રત બાઈબલ ભીંચોભીંચ*૧ ગભરુ પંક્તિ–
ઊંબરામાં લોહી તરતો પદારથ વા દદડતો
‘ak-47′, સ્વીકૃતી,અનુસ્વીકૃતી વા અસ્વીકૃતી,ભાષા છે
હું-કાવ્યાત્મક સંસ્મૃતિ વા એકરાર છે,આત્મહત્યા પછી.
શરીર હિંસાત્મક પુનરાવર્તન છે,
તો આ હું શું છેઃપૂર્વે,પછી અને દરમિયાને?
સેલાન હોય કે બેકેટઃ એમનું no-place શેનાથી ભારોભાર છે?
ઊંબરો કયું no-place છે ટપકેલા લોહીનું?
લોહી કેવળ પદાર્થ છે,હયાતી નથી….
તમે ધસતુ લોહી પડીકું વાળી
ખાનામાં મૂકી નથી શકતા
ભીંત કઈ બાજુથી સંદર્ભ છે !
દરેક ભીંત cell છે…
ઇશ્વરી મૌન દૈવી ધારાધોરણે મલ્લકુસ્તી છે
have a faith in poison(rimbaud)
ઊંબરો વટાવતા હિંસા થથરે છે મારા તનમાં
મૃત્યુ groupthink છે-ટોળામાં’I’ નથી
કશુંક સુસુપ્ત વેદના છે
બે વ્યક્તિ I છે-સંભોગ સિવાય,
પ્રસ્તાવનામાં કવિતા વિભક્ત છે,
બે શબ્દ અર્થધારણાર્થે disclaimer છે
માણસ હોવું અસ્વસ્થતા સર્જનમાં પ્રાથમિકતાએઃ
ચાલો વિરામચિહ્નો પડતા મૂકીએ અને જીવીએ
આપણા જ aftermath માં…

[૧૧-૮ થી ૧૫-૨૦૧૪]

*૧ horror vacui એક માન્યતા બાઈબલ મટે કે બે શ્બ્દ વચ્ચે જગ્યા રાખો તો શેતાન ત્યાં રહી પડે.
extremophileઃએક એવો જીવ જે મોટા ભાગના જીવ માટે હાનિકારક/ઘાતક હોય તેવી પરિસ્થિતિમાં પણ ધબક્યા કરે.
(saujanya sandhi if it is published in it)