સાયબર સફરમાંથી…

નવેમ્બર 2, 2014

હું એક ચલચિત્રતો લગભગ રોજ રાત્રે જોઉં,મોટા ભાગના હું એક અઠવાડિયામાં ભૂલી જઉં.અવારનવાર અડધું પતતા મારા ધ્યાનમાં આવે કે પહેલાં એકવારતો મેંજોયું હતું-વા ક્યારેકતો બે વાર પણ.હું આ ફિલ્મો મનોરંજન માટે વાપરું.દોઢ કલાલ એ મને આનંદ આપે અને માથું હળવું કરી લેવા દે.સામાન્યતઃઆ ફિલ્મો નિશ્ચિત ચોકઠાબધ્ધ કથા અને મોટેભાગે ભાખી શકાતા નિષ્કર્ષવાળી,જેમાં ઘણું ઘટે અને થોડાં પ્રશ્ન પૂછી શકાય.
એવી પણ ફિલ્મો છે જે ઓછેવત્તે અંશે જોઉં.ફિલ્મ જે હું ક્યારેય ન ભૂલું,ફિલ્મ જે મારી સંસ્મ્રુતિમાં મહિના કે વર્ષો રહે,જે વિચારંમાં ફરી ફરી પાછી વળે અને દરેક પુનઃસંસ્મરણમાં અર્થઘટન બદલે.આ ફિલ્મો ઓછી ચોકઠાબધ્ધ,અભાખ્યથી અપરિચિત,અનેક પ્રશ્ન પેદા કરે અને મોટાભાગના અનુત્તર રહે.આવી ફિલ્મથી મારું માથું ભરાઈ જાય.એ એવી ફિલ્મ છે જે અનેકવાર વિવેચકો દ્વારા કાવ્યાત્મક કહેવાઈ છે.એ ફિલ્મ હોય શાશ્વત મુદ્દાને સંબધ્ધ.

પગથિયાં પર ધૂળ
જ્યારે ચલચિત્રને કાવ્યાત્મક તરીકે ઓળખાવાય,મોટા ભાગના પ્રેક્ષકો વિચારે કે એ ધીમું,ગૂઢ અને અગ્રાહ્ય હશે,કલાગ્રૂહ માટેનું ચલચિત્ર,જે પગથિયાં પરની ધૂળને વરંવાર દેખાડ્યા કરે.ધ્રૂજતુ ઘાસ અને વિક્ષિપ્તતા,સંદિગ્ધ,ચિત્રણ.જ્યારે કોઇ સમજ્યા વગર સૌંદર્ય જૂએ ત્યારે’કાવ્યાત્મક’શબ્દ કાયમ ઉપસી આવે.એક રીતે એ સમજી શકાય એમ છે.કવિ ટી. એસ. એલિયટે એકવાર સાચી રીતે કહ્યું છે,”મૂળભૂત(genuine) કાવ્ય સમજાતા પહેલાં સંવાદ રચી શકે છે.”[genuine poetry can communicate before it is understood]અનેક ફિલ્મ નિર્દેશકો આ વિધાનને એમના ક્ષેત્રમાં સાક્ષાત કરી શક્યા છે.દા.ત. ઇંગમાર બારીમાન,લુઇઝ બ્યુન્વેલ, ડેવિડ લિંચ,વગેરે.

‘કાવ્યાત્મક ચલચિત્ર’થી મને જે કવિતાને વિષય તરીકે સ્વીકારે તે નથી,જેમ’ડેડ પોએટ્સ સોસાયટી’પીટર વીરનું,વા’કવિતા’લિ ચેન્ગ-ડોંગનું,અકળને પામવા આવાં ચલચિત્ર કવિતાને કામે વળગાડે છે.તરૂણમાંથી પુખ્ત થતાં થોડાઘણા કુમારોને કાવ્ય દ્વરા પરિવર્તન શિખવાડતો શિક્ષક વા પોતાની જિંદગીના અકળ અનુભવ સમજાવવા મથતા દાદીમાં,જેમકે એના પ્રપૌત્રએ બળાત્કાર ગુજારી મારી નાખેલી છોકરી,કાવ્યમય વલણ અપનાવી.

આન્દ્રેય તારકોવસ્કી
કાવ્યાત્મક ચલચિત્ર એ ચિત્ર છે જે એના વિષય તરફ એવો જ અભિગમ અપનાવે જેમ કાવ્ય જગતમાં થાય.નહી કે પંક્તિબધ્ધ,તાર્કિક,કાર્યકારણદર્શક વા કથનાત્મક પણ સ્વચ્છંદ,સંલગ્ન,સાદ્રશ્યતા અને ભાષાકીય સંરચના કેન્દ્રિત.આ ક્ષેત્રનો એક તજજ્ઞ તે રશિયન દિગ્દર્શક આન્દ્રેય તારકોવસ્કી.એના ચલચિત્ર,જેમકે’ધ મીરર’,’નોસ્ટાલિજીયા’ વા ‘સ્ટોકર’લગભગ સાદ્રશ્યમૂલક અને અવ્યવસ્થિત સ્વરૂપના પરિણામ છે.આ કાવ્યાત્મક સાંનિધ્ય(મોન્ટાજ)સંરચના માનવ વાસ્તવિકતાની વિલક્ષણતા પંક્તિબધ્ધ સાંનિધ્ય કરતાં વિશેષરૂપે અભિવ્યક્ત કરે છે,દિગ્દર્શકના મતે.તમારે વિચાર કેવી રીતે ઉદભવ્યો અને વિકસ્યો એ બતાડવું હોય તો તમારી પાસે આકૃતિઓ(shapes) જોઇએ જે વ્યવસ્થિત તાર્કિક સંરચનાથી જૂદી પડે.આન્દ્રેય કવિતાથી વિક્સ્યો હતો,એના પિતા અર્સેની તારકોવસ્કી મહત્વના અને અતિપ્રિય કવિ હતા રશિયામાં.દિગ્દર્શકે પોતાના જીવન ચરિત્ર’સમયમાં શિલ્પકામ'(sculpting in time)માં-
મેં પસંદ કરી ઉમર જેની મહત્તાએ ચકાસી મારી
અમે ઉપડ્યા દક્ષિણે,કરી ધૂળ,વંટોળ પગથિયાં પર.
ઊંચું ફાલ્યું હતું ઘાસ.(અનુ.કીટી હન્ટર-બ્લેર)
એના પિતાની અસર કરતાં વધારે,ફિલ્મ અકાડમીના સખત નિયમો અને પાલન આવશ્યકતા સામે જજૂમવું,એનો ચેપ્લીન અને બારીમાન જેવા પ્રતિભા સંપન્ન માટે પ્રેમાદર અને આઇઝેનસ્ટાઈન જેવાં પૂર્વગામીની’ખોટી પસંદગી’ઓ સામે પ્રત્યાઘાત,એનો કવિતા માટેનો પ્રેમ જેણે એની વિલક્ષણ અને શશક્ત ફિલ્મ કારકિર્દીના પાયા નાખ્યા.

આત્મકથામાં જણાવે છે તેમ’કાવ્યાત્મક દલીલ મારી દ્રષ્ટિએ સિનેંમાની શક્યતા વિશે ખૂબ ઘરવટ કળાસ્વરૂપ છે,નિશ્ચિતપણે,કારણકે કવિતા વાસ્તવિકતાની અતિ નજીક છે.
આપણા વિચાર અને લાગણી અપૂર્ણ સંબંધિત આકૄતિથી બનેલા છે ,જે સ્વયંસ્ફૂર્ત આવે છે.કેટલાંક વધારે અંકુશિત,’વાસ્તવવાદી’બનાવેલાં ચલચિત્ર,સંબંધિત આકૃતિના ઉણપવાળાં,કૃત્રિમપણે વિકસાવેલ પ્રમાણભૂતતાને બદલે.’\

મિરર(અરિસો)
એવી ગેરસમજ,કે આવી ફિલ્મને પ્રેક્ષક નહીં મળે એ દ્રષ્ટિકોણે એની શરૂઆતની કારકિર્દીમાં વિવાદ સર્જ્યો હતો.એનું ઉત્તમ ઉદાહરણ એ પત્ર જે એક યુવાન મજૂરે ફિલ્મ જોયા પછી ટૂંક સમયમાં લખ્યો હતો.’ ગયા સપ્તાહે મેં ચાર વખત આ ફિલમ જોઇ.હુ ફિલ્મ જોવા ખાતર નથી જતી,ખરેખર જીવવા જઉં છું.અને અસલ કલાકાર તથા વાસ્તવિક પ્રેક્ષકો વચ્ચે હોવા.દરેક જે મને સંતાપે અને જેની ગેરહાજરી અનુભવું,જે મને વ્યથિત કરે,જે મને ગૂંગળાવે,સૂગ ચડાવે અને જે મને હૂંફ તથા આનંદ આપે,એ બધું જે મને જીવંત કરે અને જે મને મૃત્યુ પામવા દે-જેમ મિરર ચલચિત્રમાં છે,મેં એ બધું જોયું છે.પહેલીવાર એક ફિલ્મ મારે માટે વાસ્તવિકતા થઈ ગઈ.’

તારકોવસ્કી એની ફિલ્મમાં દેખાડે છે કે કવિતા કેવળ સ્વાયત્ત કળા નથી.કવિતાને અનન્ય ‘પધ્ધતિ’એ ઇતર કળા સ્વરૂપ સાથે સાંકળી વાસ્તવ નજીક જઈ શકાય.સાહિત્ય,થિયેટર,સંગીત,નૃત્ય અન્ય દ્રશ્યકળાદિ વાસ્તવ સાથે વધારે ગાઢત્વ કેળવી શકે છે કવિતા સાથે સંલગ્ન થઈ,કેવળ પોતિકા સ્વરૂપ સાથે એકત્વ રહેતી કળા કરતાં,જેમ કે પંક્તિબધ્ધ્તા,તર્કશાસ્ત્ર,લયબધ્ધ્તા,ગુણોત્તરતા અને જવાબ મેળવી આપવાનો અભિગમ.

આ દ્રષ્ટિએ મોર્ટન ફિલ્ડમેનના સંગીતમાં કાવ્ય છે,પેટ્રિક વેન ડ કેઇકનબર્ઘ(caekenbergh)ની ચિત્રકળામાં,જોન ફોસી(jon fosse)ના નાટકમાં,અને એલેઇન પટેલનું ગત્યાંદોલન(કોરિયોગ્રાફી),વગેરે.કોઇ વિચારશેકે આ પ્રમાણમાં ઓછાં જાણીતાં નામ છે,પણ એય પંક્તિબધ્ધ,મર્યાદિત,વિચાર છે.કવિતા એ દરેકને શાશ્વત સંબધ્ધતા આપશે.(સંવાદમાં રાખશે.)
અનુ.૩-૮-૨૦૧૪

http://www.poetryinternationalweb.net/pi/site/int_article/item/24149

Advertisements