શાકભાજી
મહેરબાની કરી તારી માને ના કહીશ
બાગકામ બગાડનાર હું હતી,
જેણે ગોલ્યા’તા એમના શાકભાજી.
મને વાડ દેખાઈ ન હતી.
આપણા ભૂગોળના વર્ગ પહેલા
પાછલી બારીએથી
મારે કરવી’તી તારી ઝાંખી
૪-૧૧-૨૦૧૧
spinach and peas ( adnan adam onart)
Please don’t tell your mom
that I was the one who ruined her garden,
who smashed her spinach and peas.
I did not see the fences,
trying to catch a glimpse of you
through the rear window
before our geography class.
(સૌજન્ય Nidus#92005 મેગેઝીન)
કવિતા અને કાવ્ય વસ્તુ, સર્જનશક્તિ કે શ્બ્દસ્ફોટ અને સાહિત્યના વિધાયકો સર્જક કરતાં ભોક્તાને વધારે ગૂંચવે છે.સ્ફોટ અને નિખાલસતા(સિમ્પ્લિસીટી) કવિતાના વિધાયકો છે.વિવેચન સર્જનને સંદિગ્ધ(ગૂચવણ અને જટિલતા ભરેલુ !)કરી મુકે છે.
આસ્વાદ અને વિવેચનાત્મક અભિગમ વચ્ચે કદાચ આ મતભેદ છે;તો પ્ર્શ્ન એ છે કે વિવેચનાત્મક અભિગમ કેવળ બૌધિકો-પ્રાધ્યાપકીય પ્રવૃત્તિ-માટે જ છે કે સુરતમાં આઠવાલેન પર રહેતા દાડિયા માટે પણ છે!? કવિતા અને કાવ્યાનંદ વિશ્વની અનેક ભાષાઓ અને સમાજ સમ ગુજરાતી ભાષા-સમાજમાં પણ તરછોડાયેલી પ્રવૃત્તિ થઈ ગઈ છે.૧૯૦૭ના ઇન્ટર્વ્યુમાં હેલીના પેટ્રોસાન્યાક,યુકરેનીયનની કવયિત્રીએ કહ્યું હતું ૨% લોકો કવિતા વાંચે છે.( આ ઇન્ટર્વ્યુ poetry international web પર વાંચી શકાશે.)કદાચ શિક્ષણ નોકરીવાદી થઈ ગયું અને સર્જકો ખાનગીવાદી- જેને સબકલ્ચર કહેવાયું છે.-થઈ ગયા એ પણ કવિતા પ્રત્યેની બેદરકારી માટે કારણભૂત છે.
કળાના આવા ટૂંકાયેલા કે સંકોચાયેલા કાળમાં એકાદ વિલક્ષણ કે ૠજુ કાવ્ય હાથ લાગી જાય ત્યારે વલણે ૧૨મી સદીમાં કહ્યું છે તેમ ઉઘાડા નહી પણ ભીના પાલવ
હેઠળ ઢંકાયેલા સ્તન વધારે અપેક્ષિત છે વા જાપનીસ કવિ કહે છે તેમ સૂર્યના ચુંબનથી શરમાયેલા ગુલાબી તંદુરસ્ત સ્તન જેવું મેટાફર કે એઝરા પાઉન્ડ કહે તે ઇમેજ પ્રાપ્ત થાય છે.અદનાન ઑનાર્તનું વિશ્વકાવ્યમાંથી જડેલું આ કાવ્ય તે મેટાફર છે.
જીવનના સામાન્ય પદાર્થ વિશે શરૂ થયેલી વાત કે એક નજરચૂક,ઉપર ટાંકેલા બે કાવ્ય જેવી, પ્રેમની નિખાલસ કે નિર્મળ કુમાશમાં પરિણમે છે.ઇશ્વરની ઝાંખી કરવા
‘શબદ’માં કણસ્યા કરતા કવિઓ સમ અહીં પણ કબૂલાતથી કાવ્યની શરૂઆત થાય
છે.કબૂલાતમાં અફસોસ યુક્ત વેદના છે,એટલેતો-મહેરબાની- જેવો કાક્લૂદી ભર્યો શબ્દ અગ્રસ્થાને છે અને તરત-તારી- શબ્દથી સંબંધ નામનો સંદર્ભ પ્રસ્થાપિત થાય છે.પછીની બે પંક્તિમાં ગુનાવાળા ભાનની સભાનતા સંભળાય છે.પહેલી ત્રણેવ પંક્તિની ભાષા કેવળ પદાર્થ અને નામજ નહીં પણ concept અને imageને પણ જોડી આપે છે, જે આપણી સંવેદના અને કાવ્યાસક્તિને ઢંઢોળે છે.
ઇમેજ સંવેદના યુક્ત વાહક છે,અને તેથીજ આ ભાષા વધારે abstract છેઆ એ ભાષા છે જે પુદગલને દેખાડે છે,સંભળાવે છે.જે કાવ્યનું અને તે દ્વારા સર્જક્નું ભાષાકર્મ છે.
પહેલી ત્રણ અને છેલ્લી ત્રણ પંક્તિ વચ્ચે જે વિધાન છે તે જેમ ગિયોમ અપોલિનેર
(ફ્રેન્ચ સર્જક apollinaire)એની સાહીથી સંગીત રચે છે તેમ આ કવિ શબ્દોથી ગોપિત ઉત્કંઠામાં લપાઈ અરવ જતી છોકરીનું ગતિમય ચિત્ર રચી આપે છે.એમાં બેદરકારી નહીં પણ પેલો ગોપીભાવ છે,સાનભાન ભૂલ્યાનો.અહીં ગોપી જેવું સમર્પણ નથી પણ પોતાની બહાર નીકળી ઇતરમાં ઓતપ્રોત થયેલ ગ્રંથિભાવ છે.
ગોપી હોય કે આ કાવ્યમાંની છોકરી, જ્યાં પ્રેમ ઇપ્સા છે ત્યાં સદાકાળ અર્ધનારેશ્વર
અનુભૂતિ રમમાણ છે.
છેલ્લી ત્રણ પંક્તિમાં પેલી ટીનએજર ચાલુ વર્ગમાં જેમ આંખને ઉલાળે મનગમતાને જોઇ લેવા મથે છે તેમ એને સ્કૂલ જતાં પહેલા પાછલી બારીમાંથી
એક ઝાંખી કરી લેવી હતી, પ્રેમનો સાક્ષાત્કાર કદાચ સ્પર્શમાં જ નહીં સંતાઇને
નીહાળી લેવામાં પણ છે તેથી આવી વૃત્તિ ક્રિડન થઈ જાય છે.અમેરિકનો કદાચ
એને જ crush તરીકે ઓળખાવે છે,જે ખરેખરતો ગોપિત મોહ છે.અહીં પંચમ શુક્લની થોડી આથી અલ્લડ ‘ટીનએજર’યાદ આવે છે’મનની બધી મુરાદ હતી પહેલા પ્રેમની..’માણસ હોવાની મસ્તી એટલેજ યુવાની.
આ કાવ્યની ભૂગોળ એની સાદગીમાં છે.પ્રેમની,જાહેર નહીં પણ ,ગોપિત themeને
explore કરવામાં છે.ટૂંકી પંક્તિઓમાં ખૂબ સાદું કથન અને તે દ્વારા સંબંધોનો
unwhispered સ્ફોટ કાવ્યની સમગ્રતાને સાંકળી રાખે છે.કવિતા કેવળ સંદિગ્ધતા નથી simplicity પણ છે.
ભાષાની નિખાલસતા અને one with otherના ભાવનું કાવ્ય પ્રેમને, એના
concrete અનુભવને,મનમાં રમતું મૂકી જાય છે. વિલિયમ વર્ડ્સવર્થે કહ્યું છે તેમ
આ કાવ્યની ભાષા-language near to the language of man-રહી છે અને
તેથી જ એ પ્રેમની આપ મેળે છતી થતી અભિવ્યક્તિ છે.
શાકભાજી-પ્રેમના ઉછાળાનું શરમાળ કાવ્ય છે.
૪-૧૩-૨૦૧૧