પવન

જૂન 22, 2010

આ ગચિયું પવન અને નીતરતું ફૂલ-
પણ સ્ત્રી નથી લાગતો,
ફંટાતો, થુવેરમાં ફાટેલો
ચીંથરામાં વેરવિખેર, પણ સ્ત્રી નથી લાગતો,
બીડીમાં બળતો, લક્કડખોદે ખોતરેલો,
ઈરાકમાં ફૂંકાયેલો, પણ વિધવા નથી લાગતો,
રડતી ભીંતમાં સજ્જડ ઊભેલો,ઝીણું ઝીણું બબડતો,
તારામાં ચળકતાં ખરેલો, પણ ઋષિ પત્ની નથી લાગતો,
વૃક્ષમાંથી ડરકતો, ઈશ્વરમાં જમા થયેલો
ભૂતકાળમાંથી અણીયાળી વાડશુ ઊભો રહેલો
પણ ભદ્ર સમાજમાં જયશંકર સુંદરી નથી લાગતો.
આ પવન કેવળ
નૃત્ય નાટિકા છે કે decadence છે!?


અલ્વિદાઃનીતિન મહેતા

જૂન 16, 2010

૧૯૪૪-૨૦૧૦ ફોટો સૌજન્ય- પોએટ્રી ઈન્ટર્નેશનલ વેબ,

નિર્વાણ,કાવ્યબાની,પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન,અપૂર્ણ,તથા સુરેશ જોશી-કેટલીક નવલીકાઓ જેવાં પુસ્તકોના સર્જક અને’ એતદ’ મેગેઝીનના સંપાદકની ચિરવિદાય.

શબ્દ-નિર્વાણ

રાત્રે

પુસ્તકમાંથી થોડાં પંખી ઊડ્યાં

મકાનની અગાસી પર બેઠાં

એમાનું એક બારીમાંથી

ઘરમાં પ્રવેશ્યું

ને મારા બળતા નાઇટલેમ્પ પર

આવી બેઠું

ઘરનો  ફ્યુઝ ઊડી ગયો

હું ગુમાયો છું એવી

જાહેરખબર મેં સવારે

છાપામાં વાંચી

દસ પૈસાના ચણા ફાકતો

ઘેર આવ્યો

બારણામાં જ મને મળી ગયો

પણ આડું જોઈ ઘરમાં ગયો

ટેબલ પરના પુસ્તકને ઊઘાડ્યું

તો મરેલાં પંખીઓ

ચારે બાજુ ઢગલો થઈ

પડ્યાં

મને લોહીની ઊલટી થઈ

૧૯૭૫

Word-nirvana

At night

A few birds flew out from the book

And landed on a terrace

One of them entered through the window

OF my house

And sat on my night lamp

The houses fuse blew out.

2

In the morning paper

I saw an ad about

Me, being lost,

I came home

Munching ten paisa worth of chickpeas.

I met myself in the doorway

But avoiding I went in the house

I opened the book that was on the table

And all around fell

The dead birds.

I vomited blood.

2005

tr. himanshu patelઆગલા મેલમા-કાવ્યાસ્વાદ

જૂન 6, 2010

February 3, 2010 at 7:07 am · Filed under કીર્તિકાન્ત પુરોહિત, ટ્રાયોલેટ

આગલા મેલમાં બા ગઈ પાછલી લોકલમાં બાપુ,
ટ્રેન છૂટી ને સ્ટેશન પાસે રહ્યો પાછળ ધૂમાડો.

સૂનાં તારીખિયાનાં પાનાં ગડી વાળેલું છાપું,
આગલા મેલમાં બા ગઈ પાછલી લોકલમાં બાપુ.

તુલસી ક્યારે સૂની દીવી કોને ઘી-માચીસ આપું,
મોભ તૂટ્યા સૂનાં આંગણિયાં સૂનો ગાયોનો વાડો.

આગલા મેલમાં બા ગઈ પાછલી લોકલમાં બાપુ,
ટ્રેન છૂટીને સ્ટેશન પાસે રહ્યો પાછળ ધૂમાડો.

કીર્તિકાન્ત પુરોહિતઆ ટ્રાયોલેટને નિર્મિશ ઠાકર શ્રેષ્ઠ ટ્રાયોલેટ એવોર્ડ ૨૦૦૯-પ્રથમ ઈનામ મળ્યું છે. કવિશ્રી કીર્તિકાન્ત પુરોહિતને ગુર્જર કાવ્ય ધારા તરફ્થી હાર્દિક અભિનંદન.             .(ગુર્જર કાવ્ય  ધારા પરથી સાભાર સ્વીકાર)

કોઈ પણ કવિનું કાવ્ય કે સમગ્ર સર્જન From Shakespeare to existentialism પુસ્તકનો લેખક કૉફમેન  કહે છે તેમ સાયકોલોજીકલ અને ફીઝીકલ આદાનપ્રદાનના સામીપ્ય(જક્ષ્ટાપોઝીશન)માંથી ઘડાય છે.તેથી સંસ્મૃતિ, વ્યક્તિગત અનુભવ( સબ્જેક્ટીવ એક્ષ્પીરીઅન્સ)ના ભંડારથી કશું વિશેષ છે, એ માણસ સાથે સંકળાયેલા ઐતિહાસિક અને સામાજીક સંદર્ભો , જે અનુભવને ઘડનારા છે,તેને સમજવાનું માધ્યમ છે.

કીર્તિકાંત પુરિહિતનુ “‘આગલા મેલમાં ” ભૂતકાળમાંથી પાછું ફરી માનસિકભાર અને તૂટી ગયેલા સાતત્યને ફંફોસ્યા કરતી સંસ્મૃતિનું exploration છે. સુસુપ્તતામાંથી પાછો ફરેલો પીઢ દ્રષ્ટીકોણ છે. પરિણામે ભાષા મનોવૈજ્ઞનિક અને વૈયક્તિક વિગતોમાંથી વ્યક્તિચિત્રો અને સ્થળનો મનોવેધક વ્યાપ રચી આપે છે, અને જતાં રહેલા મા-બાપ સાથે સંકળાયેલા વિપુલ કે ખળભળાટ ભરેલા (stormy) સંબંધોને પાછાં તાણી લાવે છે. સુંદરમ કે ઉશનસે લહેલા કાવ્યો પછી આવેલું આ કાવ્ય એની તળપદ વાકય રચનાથી ભાવકનું ધ્યાન ખેંચે છે.( અને અનેક ગુજરાતી કવિઓને ફાવટ આવી ગઈ છે ) તે ગઝલ પ્રકારની ઊંડી અસરમાં   એના સહજિક લયમાં , મેલની ગતિ અને શબ્દોનો ( શિર્ષકના ઉચ્ચારમાં જ જીભ અને હોઠે ઉછળકૂદ કરી મચાવેલો )  ખખડાટ, ચિત્તખલેલ અભિવ્યક્ત કરે છે.

ત્રીપદી, ગઝલ બંધારણને કારણે વાક્યો, લય અને લાગણીને ટર્ગેટેડ શબ્દોના પુનરાવર્તનો વળીવળી સંસ્મૃતિમાં ઘનિભૂત કરે છે, એને કારણે ઉદભવેલી વ્યથા-મનોવેદના- પણ ઘટ્ટ થાય છે, જે માનવ હોવાના બરડ મૂલ્યોને ફરી ફરી મૂલવવા મથ્યા કરે છે.આવી મથામણ કે અનુભૂતિથી આપણે સેન્દ્રિય કાલક્રમાનુસારીછીએ. આપણે બે પધ્ધતિઓ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા ચાલતી હોય તે સ્થળે છીએઃ-interfaced.

ગુજરાતી ભાષા ત્રિ-પરિમાણ પદાર્થ છે.એ વંચાય, સંભળાય અને શારિરિક બંધારણમાં અનુભવાય પણ ખરી.દા.ત.’ચુપ’ બોલો અને હોઠ ભીડાઈ જાય, બધું બંધ થઈ જાય,(અંગ્રેજીમાં શટ અપ બે શબ્દ વધારે ઉચ્ચારો ગુંથાયેલા છે, આપણી ભાષામાં ઉચ્ચાર લાઘવ પણ છે.) અથવા ‘ખાલીખમ’ બોલો પછી હોઠ ભીડાય અને છેલ્લા-મ- નો ગુંજારવ છેક નાભી સુધી ઉતરી જાય અને રિક્તતા મૂકી જાય.તેમ આ ત્રિપદી ગઝલ સંવેદનાને ત્રપરિમાણ બક્ષે છે, એના નજીકપણા(close up ) પ્રવાહી લાગણી સ્વરૂપ ( stream feeling form) અને વિગતો પરના શબ્દભારથી.

કવિતાની પહેલી પંક્તિ શરૂઆત તરફની ગતિ છે.બીજી પંક્તિ સ્થગિત વર્તમાન તરફ છે તે અગતિ છે.પ્રથમ પંક્તિ આપણા અનઅસ્તિત્વનો ઉલ્લેખ કરે છે, અને બીજી પંક્તિ અનઅસ્તિત્વના શેષનો ઉલ્લેખ છે.બા બાપુના જવાની ગતિ મેલ અને લોકલ શબ્દથી તાદ્રશ્ય કરાઈ છે. તો બા-બાપુ અને ગાડી ત્રણેવનો લોપ તે ધૂમાડો- આપણી અનુપસ્થિતિ કે અનાસ્તિત્વનો ઉલ્લેખ! તારિખિયું અને છાપુ કોઈ પણ ઘટના કે હકિકત વગરની અવસ્થા,સંસ્મૃતિ વગરનો  અટકી ગયેલો સમય અથવાતો તારિખિયુ એ stillness છે જ્યાં સમય આગળ વધતો હતો અને છાપુ જ્યાં સમય રોજિંદો હતો, બન્નેમાં ગતિ હતી અને હવે નથી, પહેલાં હતું પછી નથી.

‘ તુલસી ક્યારે…’બે વિપરિત અવસ્થાનું આલેખન કે ચિત્ર આપણા પ્રાચીન પ્રતિકોના સામિપ્યથી ઉદભવ્યું છે, તુલસી-ઘી, માચીસ જીવનની ધાર્મિક હયાતિનો ઉલ્લેખ છે.તો  મોભ આંગણું અને ગાય ભરેલો વાડો સામાજિક હોવાનો ઉલ્લેખ છે, કદાચ સામાજિક મોભો હશે. એક મનોગત વ્યાપાર છે બીજું physical વ્યાપાર છે,આપણી હયાતિમાં અને એજ માણસ હોવાની પણ વેદના છે .

‘ મોભ તૂટ્યા…’શરૂઆત થયેલું આ  વિપુલ વિશ્વ  અટકી ગયું, અને કવિને ફરી વાળ્યું, રહી ગયાં કેવળ વેરવિખેર તત્વો જે હવે સ્પષ્ટતઃ તાકી રહેવા જ છે, પરિણામે કૃતિ triple-columned સંદિગ્ધતા થઈ ઊભી રહે છે, ભાવક અને સર્જક, બન્ને સામે.હવે પદાર્થો કેવળ એની સંજ્ઞાઓમાં ડૂબી ગયા છે જે આંખોથી જ ઓળખાવવાના છે, આ તત્વો અને કવિતાનો – ગઝલનો-લય કવિમાં ઊંઘતું સૌંદર્ય છે, જે એની સંસ્મૃતિમાં સતત ગુંજારવ બની રહેશે.મૃત્યુ જ પુસ્તક છે – ભય ભરેલું અને કાચમાં અમૂર્ત થયેલી બરડ પારદર્શકતા છે. આ મૃત્યુ સનાતન છે,કે સર્વમાન્ય છે, તેથી એ દરેકને લાગુ પડે અર્થાત એ દરેકને દરેક સમયે લાગુ પડૅ છે.એ પોતાનામાં દ્રઢ છે કે વારસાગત ! એની બહાર કશું નથી જે અંત છે!! એ જ્યારે પોતાનામાં સમાવિષ્ટ છે ત્યારે સ્વકથી આગળ વિચારતું નથી. એથી તે તદે જતિ તન્નૈ જતિ ભાસ છેઃ આગલા મેલથી પાછલી લોકલમાં…ગતિમાન…

આ અંતમાંથી નીકળેલી શરૂઆત તરફની ગતિ છે…જે અંત તરફ જ જાય છે!!!!

૨-૭-૨૦૧૦