કેવાં છે શબ્દ તારાં ઉછાંછળાં?

માર્ચ 12, 2014

તારા જવાબ!
તને ગમતાં.વાંકા બોલા.ઉપહાસી.
અસત્ય માહેથી….
જ્યાંથી પણ મળી તને મોજડી
તારા અમેરિકન જિન્સ માટે?
તું હસમુખી સખી.
લેટીન સપયેરેમાંથીઃ*
કપડાં ઉખેડવાં
હોઠમાં કરડવું
નાકમાં હોઠ મચકોડવાં.
ભીડેલાં સ્તન વચાળ ચીરામાં ચુંબન સમોચ્ચરેખા.
દાંત કાપ્યા નખમાં અણી ફરી વધે.
આ બધાંમાંથી તેં ગુંથ્યા,હાથ મોજાં ઐશ્વર્યા રાય માટે,
બોડીસ સની લિયોન માટે.
ધ્વનિમૃત,
વાઢ એડીમાં શેકાયેલાં ફોતરાં જેવાં-
બધું તત્સમ વ્હાલમાં.
*sapere = સ્વાદ,જાણવું
Pronunciation
IPA(key): [saˈpeː.re], /saˈpere/
૩/૧૦/૨૦૧૪

Advertisements