કાંત કલા – ૨

ઓગસ્ટ 22, 2010

સુંદરમ

શહેર દન આખો દહાડિયું રળે,સાંજ પડે
આપણા ફેવિકોલ જડ્યા સંબંધો,
ટ્વિટરના પંખી કલરવે અતિ પ્રફુલ્લિત
વિરહના કપરા દિને કે પછી
વો તોડતી પથ્થર, ધીરે ધીરે ખાંડતી ફૂટપાથ,
ઘડી ઘડી તાર ષડજે ધૂળ ખરડી કરી ગોઠડી,
આનુષંગિક કરારથી પ્રશ્નાર્થક સુધી.
બપોરિયે કટાયેલા વૃક્ષ તળે બધાનું પતવી
ઉત્સાહિત કવિતામાં પ્રવેશવા,
ઘણો સમય તો ના કંઈ વદ્યાં;
આ હતું સ્થળ અનામત માનવ વેદનાર્થે
પૂછી ખબર અન્ય બીમાર અને અચાહ્યાં વિશે,
કે આપણે ગૂંચવાયેલાની, સાવ સાદી સીધી.
અને ખબર એ સૂણી નહી સૂણી કરી –
કાયમ આપણા વિચાર છિન્નવિચ્છિન્ન ઠોસા મારતા ?
અકંપ અણબોલ કેવા પ્રયત્નમાં વિશ્રાંત મૂક ત્યહીં,
ઘડી ઘડી i podમાં નેણ નીરખ્યા કરે
શબ્દચિત્ર હતાં કેવા, નિશાની આપણી સ્વીકૃતિનાઃ

ગુલાબી-બદામી એકત્ર ત્યહીં
જાણે બે ભિન્ન સંદેશા એકમેક પર ઉતાવળે લખ્યા….
૪-૨૦-૨૧૦

( કવિશ્રી સુંદરમનુ મૂળ કાવ્ય .)
મળ્યાં વિરહના અનેક કપરાં દિનોની પછી
મહાજન સમૂહમાં કરત માર્ગ ધીરે ધીરે,
ઘડી ઘડી અનેક સંગ કરી ગોઠડી લ્હેરથી,
બધાનું પતવી પછી બહુ નિરાંતથી તે મળ્યાં.
ઘણો સમય તો ન કાંઈ જ વદ્યાં અને જ્યાં વદ્યાં
પૂછી ખબર અન્ય કોક તણી સાવ સાદી સીધી.
અને ખબર એ સુણી નહિ સુણી કરી બેઉ તે
અકંપ અણબોલ મૌન મહીં મૂક પાછાં સર્યાં,
ઘડી ઘડી ઉઠાવી નેણ નીરખ્યા કર્યું અન્યને.

-સુન્દરમ્ ( “મળ્યાં’- સાભાર “લયસ્તરો” પરથી )


વૉર્ડમાં

ઓગસ્ટ 20, 2010

તારા હાથ પર
નસો જેવું ચૉટી રહેલા
મારું સ્વેટર બનતા ઉનના દોરા
રાખોડી પ્રકાશમાં
મૌન બેઠા છે.
ટેબલ પર શુધ્ધ પોતાને અભિવ્યક્ત કરવા
અશક્ત હતું —
બારીમાં ભીંત પારદર્શક ઊભી હતી
ભારે પાંદડાથી દબડાવેલો
પીળો તડકો, વધારે હઠીલો થઈ સ્નાયુ જેવો
અક્કડ થઈ ગયોઃ

એકમાત્ર વૃણ ખૂલ્લો રહ્યો
તે તારી આંખો
૭-૧૬-૨૦૧૦


આંટીઘૂંટી

ઓગસ્ટ 18, 2010

આ  ઍટોમિક સૂર્ય
વૃક્ષમાં
લીલુંકચ આથમી ગયોઃ
પછી ગાયત્રી ઓમકાર
માણસમાં
જટાયુના છેલ્લા ચિત્કાર જેવો….જેટલો
શ્વાસનળીમાં
ગૂંગળાયા કર્યો –
ગઈકાલે આથમેલો સૂર્ય જ
ફરીથી દેખાયો કે બદલાયેલો હતો;
સમજણ લોહિયાળ ઘટક છે.
૮-૧૪-૨૦૧૦
ન્યુ જર્સી

this atomic sun –
set green
into a tree:
later humming of Om
suffocated in the trachea
like the shrill of Jatayu –
sun-
set yesterday
rises the same or has changed ?!
understanding is a bloody element.
8-18-2010