આપણે સમયાંતર/માન્વંતર કેમ થયાં?

ડિસેમ્બર 21, 2017

પ્રસ્તાવના
તમે ઓરડામાં એકલાં છો,ઝાંખા અંધકારમાં ઝબુકતા બે કમ્પ્યુટર બોક્ષ સિવાય.તમે બીજી રૂમમાંની વ્યક્તિ સાથે સંપર્ક સાધવા બોક્ષનો ઉપયોગ કરો છો,જેને તમે જોઇ નથી શકતા.પૂર્ણતઃ તમારા પ્રશ્ન પ્રતિ એમના જવાબ પર નભો,તમારે નક્કી કરવાનું કયો પુરુષ,કઈ સ્ત્રી.વા,૧૯૫૦ના એના ક્લાસિક લેખ,”કમ્પ્યુટર મશીનરી એન્ડ ઈન્ટેલિજન્સ”માં રજૂ કરેલાં વિખ્યાત,”ઇમિટેશન ગેમ”ના નવા સ્વરૂપમાં જણાવ્યા પ્રમાણે,તમારે પ્રતિક્રિયાથી નક્કી કરવાનું કયો માનવ,કયું યંત્ર.એક હયાતિ તમને નિશ્ચિત અટકળમાં સહાયરૂપ થવા માંગે.પેલાની /પેલીની/એની ઉત્કૃષ્ટ વ્યુહરચના, કદાચ તમારા પશ્નનો સાચો જવાબ આપવા,ટુરિંગ જણાવે છે.ઇતર હયાતિ તમને ગેરમાર્ગે દોરવા માંગે છે.પેલો/પેલી/પેલું શ્બ્દ દ્વારા પ્રતિકૃતિ સર્જે જે તમારા મોનિટર પર દેખાય અન્ય હયાતિના લક્ષણ રૂપે.તમારું કામ પ્રશ્ન છે જે વાચિક કૃતિને દૈહિક વાસ્તવિકતા વચ્ચે ભેદ કરી શકે.જો તમે બુધ્ધિશાળી યંત્રથી બુધ્ધિશાળી માનવ, છૂટો ન ઓળખાવી શકો,તો તમારી નિષ્ફળતા સાબિત કરે કે યંત્ર વિચારી શકે છે,ટુરિંગની દલીલે.
અહીં, કમ્પ્યુટ્રયુગની આરંભની ક્ષણોમાં,દૈહિકતાનો નકાર ઘડાયો જેથી ‘બૌધ્ધિકતા’ પ્રતિકોના સંચાલનનો ઔપચારિક (યાંત્રિક) ગુણ(property) થઈ જાય માનવ વિશ્વમાં પ્રક્રિયા થવાને બદલે.ટુરિંગના અખતરાએ બીજાં ત્રણ દાયકા માટે કૃત્રિમ સમજશક્તિની કાર્યસૂચિ ઘડી આપી.વિચારી શકે એવું યંત્ર મેળવવા,સંશોધકોએ,ટુરિંગ અખતરાના કેન્દ્રમાં રહી વારંવાર દૈહિક લોપત્વન પ્રક્રિયા અમલમાં મૂક્યા કરી.જે કંઈ મહત્વનો ફેર પડ્યો તે (નવી) યાંત્રિક પેઢી અને માહિતિ પધ્ધતિ હસ્તગત કરાઈ તે.આ પ્રક્રિયાને સહાયરૂપ થયા તે ક્લોડ શેનન અને નોર્બર્ટ વાઈનરે માહિતિ(સમજ શક્તિ)ની વ્યાખ્યા અને નિશ્ચિત સ્વરૂપ આપ્યું તે,જેનાથી ભૂગર્ભ પ્રવાહ(substrate)ને બદલે માહિતિ સ્વાયત્ત હયાતિ રૂપે ઉપસી આવી.આ સ્વરૂપાંતર(ફોર્મ્યુલેશન),એ વિચારધારા તરફ ગતિ છે જ્યાં મહિતિ એક પ્રકારનો અશરીર પ્રવાહ છે જે સંદર્ભ કે આકાર ગુમાવ્યા વગર ભિન્ન થર વચ્ચે ધસે છે.ટુરિંગ પછી ચાર દાયકા બાદ લખતાં હાન્સ મોરાવેચે સૂચવ્યું કે માનવ ઓળખ આવશયકપણે માહિતિ પધ્ધતિ છે નહીં કે દૈહિક કાર્યસૂચી.સૂચવ્યું તે આ રીતે દેખાડી શકાય,એણે જણાવ્યું,માનવ ચેતનાને કમ્પ્યુટરમાં ઊમેરો(ડાઉનલોડ)અને એણે દ્ર્શ્ય કલ્પના કરી રચ્યું, એ બતાડવા કે સૈધાન્તિક દ્રષ્ટિએ તે શક્ય છે.મોરોવેચ અખતરો,જો એવું કહી શકાય તો,તર્કબધ્ધ વારસ છે ટુરિંગ અખતરાનો.જ્યારે ટુરિંગનો અખતરોએવું વતાડવા રચાયો હતો કે યંત્ર વિચારી શકે છે,જે શરૂઆતમાં માનવ મનની વિશિષ્ટ શક્યતા ગણાવાઈ હતી,મોરોવેચ અખતરોએ બતાડવા કરાયો હતો કે યંત્ર માનવ ચેતનાનો ભંડાર થઈ શકે છે- જે યાંત્રિકતા,દરેક પ્રત્યક્ષ હેતુ અર્થે,માનવ થઈ શકે છે.તમે cyborg* છો,અને એ તમે છો.

ટુરિંગથી મોરોવેચ તરફના વિકાસ(ગતિ!)ની અગ્રભૂમિ હતી તે વિચારશીલ માણસ અને વિચારશીલ યંત્ર વચ્ચેનો તફાવત.વારંવાર ભૂલી જવાય તે પહેલું ઉદાહરણ ટુરિંગે આપેલો સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ.જો તમારી નિષ્ફળતા માણસ અને યંત્ર વચ્ચે સાચી રીતે એ ભેદ કરવામાં છે કે યંત્ર વિચારી શકે છે એવું એ સાબિત કરે,તો શું સાબિત થશે જો તમે સ્ત્રીને પુરુષથી ભિન્ન ઓળખવામાં નિષ્ફળ નીવડો? બુધ્ધિશાળી યંત્ર,માણસના આ ઉત્ક્રાંત વારસની પ્રાથમિક યુતિ વચ્ચે લિંગભેદનો પ્રશ્ન ક્યાંથી? લિંગાત્મક શરીરને દૈહિક નકાર સાથે શું લેવાદેવા છે અને cyborgમાં યંત્ર અને માનવ બૌધ્ધિકતાના અનુસંધાનને?

ટુરિંગ,એના વિચારપૂર્ણ અને યથાર્થ જીવનચરિત્રમાં,એન્ડ્ર્યુ હોડ્જીસ જણાવે છે કે ટુરિંગનું વલણ હમેશા વિશ્વને રૂઢ કોયડા તરીકે અવલોકે છે.નોંધપાત્ર હદે,હોડ્જીસ કહે છે,ટુરિંગ કહેવા અને કરવા વચ્ચે ભેદ કરવામાં આંધળિયાં કરતો હતો.મૂળભૂતપણે ટુરિંગ સમજી શક્યો ન હતો કે,’સેક્સ,સમાજ,રાજકારણ વા ગુપ્તતાને સાંકળતા પ્રશ્ન સમજાવાશે કેવીરીતે, જે લોકો માટે શક્ય હતું કહેવું,કોયડા ઉકેલ સમજણ પૂરતું નહીં, પણ શું શક્ય હોઇ શકે તે પૂરતું મર્યાદિત રાખીને.’એક સૂક્ષ્મદ્રષ્ટિથી જોતાં એન્ડ્ર્યુએ કહ્યું છે કે,”રાજ્યનું અલાયદું યંત્ર,એકાકી ટેલિપ્રિન્ટરથી સંપર્ક સાધતું,(ટુરિંગના)પોતાના જીવન માટે આદર્શ હતું,જેમાં એને માટેના ઓરડામાં એને છોડી દેવાયો હોય,બાહ્ય વિશ્વ સાથે તાર્કિક સંવાદ માટે,એકલો,વ્યક્તિના મુક્તવાણી અને મુક્ત સંકલ્પ દ્રઢીભૂત કરતા,જે.એસ.મીલ ઉદારવાદીનું પૂર્ણતઃ દેહધારણ હતું.ટુરિંગની પાછળથી પોલિસ અને ન્યાયપધ્ધતિ સાથેની સંડોવણીમાં એના સમલિંગકામી પ્રશ્ને,સાવ જૂદી રીતે,ટુરિંગ અખતરામાં સમાવિષ્ટ ગૃહિતતાએ ભાગ ભજવ્યો હતો.એની સમલિંગકામ અવસ્થા માટે ગુનાહિત ઠરવું અને ગ્રંથિરસ ઉપચાર માટે ન્યાયાલયનો,બોલવા કરતાં કર્મના મહત્વ વિષે સખ્તાઈ દાખવતો,સમકામી ત્રાસ સભર સમાજને,આદેશ,નાગરિકો પર એના આશયની સમર્થકતા સ્થાપવાની ઇશિતા હતી.

તેમ છતાં એન્ડ્ર્યુ લેખિત જીવન ચરિત્રની દૂરંદેશીતાએ,ટુરિંગની અનુકરણ રમત (ઇમિટેશન ગેમ)માં લૈગિકતા સામેલ કરવાને અનપેક્ષિત અર્થઘટન બક્ષ્યું છે.લિંગ,હેડ્જીસ પ્રમાણે,’વાસ્તવમાં તો આંટીઘૂંટી હતી,અને ઘણા બધાંમાંથી લેખનો એક ભાગ સ્પષ્ટ સરળતાથી સમજાવાયો નથી.આખી રમતનો મૂળભૂત આશય સ્ત્રીની સફળ અનુકરણાત્મક પ્રતિક્રિયા પુરૂષ દ્વારા હતો, કશું સિધ્ધ નથી કરતી. હકિકત પર આધારિત જાતિ સાંકેતિક(સિમ્બલ)અનુક્રમમા ઘટાવી ન શકાય.’લેખમાં,યદ્યપિ,ટુરિંગ ક્યાંય સૂચવતા નથી કે લિંગનો અર્થ(સંદર્ભ!)પ્રતિદ્રષ્ટાંત તરીકે છે;એને બદલે તેઓ બે વક્તૃત્વપૂર્ણ સમાંતર વિધાનો કરે છે,સમપ્રમાણતા દ્વારા ચિંધતા,જો બીજું કશું નહીં,કે લિંગભેદ અને માનવ/યંત્ર નમૂના એક જ વાત પૂરવાર કરવાર્થે છે.આ ખરેખર ક્લિષ્ટ લખાણ છે,એન્ડ્ર્યુની દલિલ પ્રમાણે,વિચાર અને જાતિના બંધારણ વચ્ચે હેતુયુક્ત ભેદ અભિવ્યક્ત કરવાની અક્ષમતાનું? વા,ઉલટાનું,શું લખાણ હેડ્જીસની સ્વીકૃતિ માટે વધારે પડતું સ્ફોટક અને વિધ્વંસક સમાન્તરતા છે?

એવું હોય તો,હવે આપણી પાસે એક નહીં બે મર્મ છે.ટુરિંગ શા માટે લિંગભેદ સામેલ કરે છે,અને એન્ડ્ર્યુ શા માટે આ ઉમેરો એ અર્થમાં ઘટાવે છે,જ્યાં લિંગભેદનો સવાલ હોય,શાબ્દિક કાર્યનું દૈહિક વાસ્તવિકતા સાથે સમીકરણ ન મંડાય?આ મર્મને ચોકસાઈ આપવાનો એક રસ્તો એ છે કે વિષય મર્યાદાનો યથાક્રમે અનાદર કે ઘનિભૂત કરવાનો યત્ન.લિંગભેદને સામેલ કરી ટુરિંગ આડકતરી રીતે દર્શાવે છે કે માણસ અને યંત્રની મર્યાદા વચ્ચે ફેરવિચાર,”કોણ વિચારી શકે”માંથી “કઈ વસ્તુ વિચારી શકે”માં પ્રશ્નનું સ્વરૂપાંતર કરશે.એનાથી સ્વતંત્ર વિષયના અન્ય લક્ષણો વિશે પણ સવાલ ઉઠશે,કારણ એનાથી એક નિર્ણયાક વિલક્ષણતા આકાર લેશે સ્થાપિત દેહ, કમ્પ્યુટર સ્ક્રીનની એકતરફ હાડમાંસમાં,અને પ્રતિનિધિત્વદેહ,વિદ્યુત વાતાવરણમાં ભાષા અને ભાષાકીય ચિહ્નોથી મંડાયેલો.આ સંબંધિત સંરચના વિષયને સાયબોર્ગમાં ફેરવે છે,કારણ ઘડેલી અને પ્રતિનિધિત દૈહિકતાને સંયુક્ત સ્તરે એ પ્રાવૈધિક વિજ્ઞાન(ટેકનોલોજી)થી લાવે છે જે એમને સાંકળે છે.જો તમે સાચી રીતે પારખો કયો પુરુષ છે અને કઈ સ્ત્રી,તો તમે ઘડેલી અને પ્રતિનિધિત દૈહિકતાને એક જાતિગત હયાતીમાં હકિકતે સાંકળી શક્શો.અખતરાની ખરેખરી હયાતી,તો પણ,તમને ભૂલ કરવામાં પ્રેરી શકે છે.આમ અખતરો ઘડેલી અને પ્રતિનિધિત દૈહિકતા વચ્ચે શ્ક્યતઃ પ્રૂથકતા ઉભી કરે,તમારી પસંદગી અવગણીને.ટુરિંગનો અખતરો એ ‘સાબિત’ કરે કે આ બે દૈહિકતા વચ્ચે થર છે તે અકૃત્રિમપણે ટળાય નહીં,પણ એ સાપેક્ષ સંરચના છે,ટેકનોલોજી ચિંતિત જે હયાતીની ઉપજ સાથે એવી ઓળઘોળ થઈ ગઈ કે માનવ વિષય વસ્તુથી વિખૂટી ન પાડી શકાય.’કઈ વસ્તુ વિચારી શકે’ પૂછેલો પ્રશ્ન ખચીત ફેરવીતોળે,પાછા વળી સુધારાવધરાની પરિમિતિમાં,’કોણ વિચારી શકે’ની શક્યતાઓ.

આ દ્ર્ષ્ટિબિદુએ,એન્ડ્ર્યુનું,લિંગ પરીક્ષણનું અર્થઘટન વ્યક્તિત્વ સંદર્ભે બીનમહત્વ તરીકે એ રીતે તપાસાય કે એ પ્રકારના ચોક્કસ સ્વરૂપાંતરના યત્નને બાંહેધરી આપે,એવો આગ્રહ કેળવવો કે વિચારશીલ યંત્રનું અસ્તિ આવશ્યક નથી કે માણસ હોવું શું ને અસર કરે.હેડ્જીસનું અર્થઘટન ગેરમાર્ગે દોરતાં સૂચવે છે કે એ પાઠ પર તૂટી પડવા ઇચ્છી ટુરિંગ જે દિશામાં જવા માગે તેનાથી અર્થને મારી મચેડી દૂર લઈ જવો,પાછું એ સ્થિતિમાં ફરવું જ્યાં દૈહિકતા જાતિની અસંદિગ્ધતા નિશ્ચિત કરી લે.લાગે છે કે એની ઉપર જણાવેલી બન્ને વાત-માનવ ઓળખ અને જાતિ અસંદિગ્ધતા-વ્યાજબી નથી,પણ દૈહિકતાને પુનઃવિચારણામાં મુકવાના મહત્વ બાબતે એ સાચો હતો.દૈહિકતા જે નિશ્ચિત કરે તે સ્ત્રી અને પુરુષ વચ્ચેનો ભેદ અથવા માણસ વિચારી શકે અને યંત્ર નહીં,એવો તફાવત નહીં.બેશક,દૈહિકતા સ્પ્ષ્ટ કરે છે કે વિચાર,વિસ્તૃત સંકલ્પ કર્મ છે,જે એને ઘડતા મૂર્ત આકાર પર નિર્ધારિત છે.આ સ્ભાનતા એના દરેક સમાવિષ્ટ સ્તર સાથે,એના અસર વિસ્તાર અને એના પરિણામોના ઊંડાણોથી મુક્ત વિષયવસ્તુને સ્વરૂપાંતર આપે,જે બોધીજ્ઞાનકાળથી માનવ કૃતિ કહેવાય છે,માન્વંતરમાં પરિણમ્યું.

ટુરિંગનું પરીક્ષણ આશ્ચર્યકારક બનાવ ગણવો જોઇએ.દરેક ચમત્કાર સમ,પરીક્ષણ તમારી એ સ્વીકૃતિ પર આધાર રાખે છે કે તમે પ્રાથમિક ગૃહિતથી પછી જે પામવાનું છે તે વિશે કેવી રીતે નિશ્ચય કેળવશો.મહત્વની દરમ્યાનગીરી તમે કોણ પુરુષ,કોણ સ્ત્રી કે યંત્ર,એ નક્કી કરવામાં નથી.એ મહત્વની દરમ્યાનગીરી ખૂબ જ શરૂઆતમાં આવે,જ્યારે પરીક્ષણ તમને સાયબર્નેટિક પરિભ્રમણમાં મૂકે જે તમારા સંકલ્પ,ઇપ્સા અને ગ્રહણશક્તિને સાંધી આપે વિતરિત જ્ઞાનતંત્ર સાથે જેમાં પ્રતિનિધિ એકમ સર્જેલા એકમ સાથે સંલગ્ન છે,સંક્રાંત અને લવચીક પધ્ધતિથી.તમે જ્યારે ટમટમતા ચિહ્નને કંપ્યુટરના પડદા પર સરકતું જૂઓ,કોઇ ફરક નથી કઈ સંજ્ઞા એ દૈહિકતાને આપો જેને તમે જોઇ નથી શકતા(૧૯૫૦ પછી લખાયેલા આ લેખ પછી હવે કેમેરા આવી જતાં પરિસ્થિતિ બદલાઈ છે.)તમારું માન્વંતર ક્યારનું થઈ ચુક્યું છે.

પાદટીપઃ
૧) એલન.એમ. ટુરિંગ,’કંપ્યુટિંગ મશીનરી એન્ડ ઇન્ટેલીજન્સ’
સામયિકઃ’માઇન્ડ’અંક- ૫૪(૧૯૫૦) પેજ નં-૪૩૩-૫૭.
૨)એન્ડ્ર્યુ હેડ્જીસ,એલન ટુરિંગઃ ધ એનિગ્મા ઓફ ઇન્ટેલિજન્સ
(લંડનઃઅનવિન,૧૯૮૫) પેજ નં-૪૧૫-૨૫. હું કેરોલ વાલ્ડની આભારી છું એની ઊંડી સુઝ જાતિ અને કૃત્રિમ બૌધિકતા વચ્ચેના સંબંધ વિશે,એના પ્રબંધનો વિષય,અને આ પ્રશ્ન વિષયક ઈતર લખાણ.ઉપરાંત મારે આભાર માનવો રહ્યો એના અંગૂલિનિર્દેશ પ્રત્યે કે એન્ડ્ર્યુએ ટુરિંગનો જાતિ એક તાર્કિક પ્રવાહ છે એ વાત નકારી છે એના ટુરિંગ પરિક્ષણના વોશ્લેષણમાં.
અનુ. ૩-૧-૨૦૧૪

http://www.amazon.com/gp/product/0226321460/ref=ox_sc_act_title_4?ie=UTF8&psc=1&smid=A173Q9KMVBNP58

Advertisements

સાયબર સફરમાંથી…

નવેમ્બર 2, 2014

હું એક ચલચિત્રતો લગભગ રોજ રાત્રે જોઉં,મોટા ભાગના હું એક અઠવાડિયામાં ભૂલી જઉં.અવારનવાર અડધું પતતા મારા ધ્યાનમાં આવે કે પહેલાં એકવારતો મેંજોયું હતું-વા ક્યારેકતો બે વાર પણ.હું આ ફિલ્મો મનોરંજન માટે વાપરું.દોઢ કલાલ એ મને આનંદ આપે અને માથું હળવું કરી લેવા દે.સામાન્યતઃઆ ફિલ્મો નિશ્ચિત ચોકઠાબધ્ધ કથા અને મોટેભાગે ભાખી શકાતા નિષ્કર્ષવાળી,જેમાં ઘણું ઘટે અને થોડાં પ્રશ્ન પૂછી શકાય.
એવી પણ ફિલ્મો છે જે ઓછેવત્તે અંશે જોઉં.ફિલ્મ જે હું ક્યારેય ન ભૂલું,ફિલ્મ જે મારી સંસ્મ્રુતિમાં મહિના કે વર્ષો રહે,જે વિચારંમાં ફરી ફરી પાછી વળે અને દરેક પુનઃસંસ્મરણમાં અર્થઘટન બદલે.આ ફિલ્મો ઓછી ચોકઠાબધ્ધ,અભાખ્યથી અપરિચિત,અનેક પ્રશ્ન પેદા કરે અને મોટાભાગના અનુત્તર રહે.આવી ફિલ્મથી મારું માથું ભરાઈ જાય.એ એવી ફિલ્મ છે જે અનેકવાર વિવેચકો દ્વારા કાવ્યાત્મક કહેવાઈ છે.એ ફિલ્મ હોય શાશ્વત મુદ્દાને સંબધ્ધ.

પગથિયાં પર ધૂળ
જ્યારે ચલચિત્રને કાવ્યાત્મક તરીકે ઓળખાવાય,મોટા ભાગના પ્રેક્ષકો વિચારે કે એ ધીમું,ગૂઢ અને અગ્રાહ્ય હશે,કલાગ્રૂહ માટેનું ચલચિત્ર,જે પગથિયાં પરની ધૂળને વરંવાર દેખાડ્યા કરે.ધ્રૂજતુ ઘાસ અને વિક્ષિપ્તતા,સંદિગ્ધ,ચિત્રણ.જ્યારે કોઇ સમજ્યા વગર સૌંદર્ય જૂએ ત્યારે’કાવ્યાત્મક’શબ્દ કાયમ ઉપસી આવે.એક રીતે એ સમજી શકાય એમ છે.કવિ ટી. એસ. એલિયટે એકવાર સાચી રીતે કહ્યું છે,”મૂળભૂત(genuine) કાવ્ય સમજાતા પહેલાં સંવાદ રચી શકે છે.”[genuine poetry can communicate before it is understood]અનેક ફિલ્મ નિર્દેશકો આ વિધાનને એમના ક્ષેત્રમાં સાક્ષાત કરી શક્યા છે.દા.ત. ઇંગમાર બારીમાન,લુઇઝ બ્યુન્વેલ, ડેવિડ લિંચ,વગેરે.

‘કાવ્યાત્મક ચલચિત્ર’થી મને જે કવિતાને વિષય તરીકે સ્વીકારે તે નથી,જેમ’ડેડ પોએટ્સ સોસાયટી’પીટર વીરનું,વા’કવિતા’લિ ચેન્ગ-ડોંગનું,અકળને પામવા આવાં ચલચિત્ર કવિતાને કામે વળગાડે છે.તરૂણમાંથી પુખ્ત થતાં થોડાઘણા કુમારોને કાવ્ય દ્વરા પરિવર્તન શિખવાડતો શિક્ષક વા પોતાની જિંદગીના અકળ અનુભવ સમજાવવા મથતા દાદીમાં,જેમકે એના પ્રપૌત્રએ બળાત્કાર ગુજારી મારી નાખેલી છોકરી,કાવ્યમય વલણ અપનાવી.

આન્દ્રેય તારકોવસ્કી
કાવ્યાત્મક ચલચિત્ર એ ચિત્ર છે જે એના વિષય તરફ એવો જ અભિગમ અપનાવે જેમ કાવ્ય જગતમાં થાય.નહી કે પંક્તિબધ્ધ,તાર્કિક,કાર્યકારણદર્શક વા કથનાત્મક પણ સ્વચ્છંદ,સંલગ્ન,સાદ્રશ્યતા અને ભાષાકીય સંરચના કેન્દ્રિત.આ ક્ષેત્રનો એક તજજ્ઞ તે રશિયન દિગ્દર્શક આન્દ્રેય તારકોવસ્કી.એના ચલચિત્ર,જેમકે’ધ મીરર’,’નોસ્ટાલિજીયા’ વા ‘સ્ટોકર’લગભગ સાદ્રશ્યમૂલક અને અવ્યવસ્થિત સ્વરૂપના પરિણામ છે.આ કાવ્યાત્મક સાંનિધ્ય(મોન્ટાજ)સંરચના માનવ વાસ્તવિકતાની વિલક્ષણતા પંક્તિબધ્ધ સાંનિધ્ય કરતાં વિશેષરૂપે અભિવ્યક્ત કરે છે,દિગ્દર્શકના મતે.તમારે વિચાર કેવી રીતે ઉદભવ્યો અને વિકસ્યો એ બતાડવું હોય તો તમારી પાસે આકૃતિઓ(shapes) જોઇએ જે વ્યવસ્થિત તાર્કિક સંરચનાથી જૂદી પડે.આન્દ્રેય કવિતાથી વિક્સ્યો હતો,એના પિતા અર્સેની તારકોવસ્કી મહત્વના અને અતિપ્રિય કવિ હતા રશિયામાં.દિગ્દર્શકે પોતાના જીવન ચરિત્ર’સમયમાં શિલ્પકામ'(sculpting in time)માં-
મેં પસંદ કરી ઉમર જેની મહત્તાએ ચકાસી મારી
અમે ઉપડ્યા દક્ષિણે,કરી ધૂળ,વંટોળ પગથિયાં પર.
ઊંચું ફાલ્યું હતું ઘાસ.(અનુ.કીટી હન્ટર-બ્લેર)
એના પિતાની અસર કરતાં વધારે,ફિલ્મ અકાડમીના સખત નિયમો અને પાલન આવશ્યકતા સામે જજૂમવું,એનો ચેપ્લીન અને બારીમાન જેવા પ્રતિભા સંપન્ન માટે પ્રેમાદર અને આઇઝેનસ્ટાઈન જેવાં પૂર્વગામીની’ખોટી પસંદગી’ઓ સામે પ્રત્યાઘાત,એનો કવિતા માટેનો પ્રેમ જેણે એની વિલક્ષણ અને શશક્ત ફિલ્મ કારકિર્દીના પાયા નાખ્યા.

આત્મકથામાં જણાવે છે તેમ’કાવ્યાત્મક દલીલ મારી દ્રષ્ટિએ સિનેંમાની શક્યતા વિશે ખૂબ ઘરવટ કળાસ્વરૂપ છે,નિશ્ચિતપણે,કારણકે કવિતા વાસ્તવિકતાની અતિ નજીક છે.
આપણા વિચાર અને લાગણી અપૂર્ણ સંબંધિત આકૄતિથી બનેલા છે ,જે સ્વયંસ્ફૂર્ત આવે છે.કેટલાંક વધારે અંકુશિત,’વાસ્તવવાદી’બનાવેલાં ચલચિત્ર,સંબંધિત આકૃતિના ઉણપવાળાં,કૃત્રિમપણે વિકસાવેલ પ્રમાણભૂતતાને બદલે.’\

મિરર(અરિસો)
એવી ગેરસમજ,કે આવી ફિલ્મને પ્રેક્ષક નહીં મળે એ દ્રષ્ટિકોણે એની શરૂઆતની કારકિર્દીમાં વિવાદ સર્જ્યો હતો.એનું ઉત્તમ ઉદાહરણ એ પત્ર જે એક યુવાન મજૂરે ફિલ્મ જોયા પછી ટૂંક સમયમાં લખ્યો હતો.’ ગયા સપ્તાહે મેં ચાર વખત આ ફિલમ જોઇ.હુ ફિલ્મ જોવા ખાતર નથી જતી,ખરેખર જીવવા જઉં છું.અને અસલ કલાકાર તથા વાસ્તવિક પ્રેક્ષકો વચ્ચે હોવા.દરેક જે મને સંતાપે અને જેની ગેરહાજરી અનુભવું,જે મને વ્યથિત કરે,જે મને ગૂંગળાવે,સૂગ ચડાવે અને જે મને હૂંફ તથા આનંદ આપે,એ બધું જે મને જીવંત કરે અને જે મને મૃત્યુ પામવા દે-જેમ મિરર ચલચિત્રમાં છે,મેં એ બધું જોયું છે.પહેલીવાર એક ફિલ્મ મારે માટે વાસ્તવિકતા થઈ ગઈ.’

તારકોવસ્કી એની ફિલ્મમાં દેખાડે છે કે કવિતા કેવળ સ્વાયત્ત કળા નથી.કવિતાને અનન્ય ‘પધ્ધતિ’એ ઇતર કળા સ્વરૂપ સાથે સાંકળી વાસ્તવ નજીક જઈ શકાય.સાહિત્ય,થિયેટર,સંગીત,નૃત્ય અન્ય દ્રશ્યકળાદિ વાસ્તવ સાથે વધારે ગાઢત્વ કેળવી શકે છે કવિતા સાથે સંલગ્ન થઈ,કેવળ પોતિકા સ્વરૂપ સાથે એકત્વ રહેતી કળા કરતાં,જેમ કે પંક્તિબધ્ધ્તા,તર્કશાસ્ત્ર,લયબધ્ધ્તા,ગુણોત્તરતા અને જવાબ મેળવી આપવાનો અભિગમ.

આ દ્રષ્ટિએ મોર્ટન ફિલ્ડમેનના સંગીતમાં કાવ્ય છે,પેટ્રિક વેન ડ કેઇકનબર્ઘ(caekenbergh)ની ચિત્રકળામાં,જોન ફોસી(jon fosse)ના નાટકમાં,અને એલેઇન પટેલનું ગત્યાંદોલન(કોરિયોગ્રાફી),વગેરે.કોઇ વિચારશેકે આ પ્રમાણમાં ઓછાં જાણીતાં નામ છે,પણ એય પંક્તિબધ્ધ,મર્યાદિત,વિચાર છે.કવિતા એ દરેકને શાશ્વત સંબધ્ધતા આપશે.(સંવાદમાં રાખશે.)
અનુ.૩-૮-૨૦૧૪

http://www.poetryinternationalweb.net/pi/site/int_article/item/24149