હું અને તું…માં તારું અને મારું

ઓગસ્ટ 19, 2016

૧) તારા સ્તનમાં અડકવું
ઉંડાણથી સ્પર્શ છેઃ
વપરાયેલી લાગણીને કયો અર્થ હશે…

૨) તારૂં વલોણું કરવું
આખું કલેવર ધમક છેઃ
માખણ તારવવાને કયો અર્થ હશે…

૩) તારા હોઠ પર હોઠ
સાક્ષાત્કાર અગ્નિ છેઃ
પછીની બળતરાને કયો અર્થ હશે…

૪) તારી આંગળી વચ્ચે ભીડાયેલી આંગળી
સાણસી પકડ છેઃ
આંગળી વચ્ચે ફેલાતા લોહીને કયો અર્થ હશે…

૫) તારી આંખમાં એકધાર્યું જોવું
‘ એક-કેન્દ્ર થવા મથી રહેલ ક્લિન્ન છુંઃ*
આપણી વચ્ચે ઉદભવેલી અજાણ ભાષાને કયો અર્થ હશે…

*છિન્નભિન્ન છું • ઉમાશંકર જોશી
સૌજન્ય-ગુજરાતી સાહિત્ય અકાદમી(યુ કે)

૮/૧૩ થી ૧૯/૨૦૧૬

Advertisements

ચંદ્ર

ઓગસ્ટ 15, 2016

છબછબિયાં કરતો ચંદ્ર
ભૂરાં પાણીમાં છબછબિયાં કરતો
શ્વેત ભૂરાશમાં ઉપરથી છબછબિયાં કરતો
કાળી રાતે છબછબિયાં કરતો
ટોયોટાના વિન્ડ શીલ્ડમાંચોખ્ખા અને ભૂરાં છબછબિયાં કરતો
સરકતો ડાબે જમણે અને આગળ પાછળ છબછબિયો ચંદ્ર
ગરાજમાં પેસતાં છતમાં બંધ છબછબિયો ચંદ્ર
ચિત્તવ્રુત્તિમાં ધરબાયેલો
બહાર નીકળતાં જ સંક્રમિત છબછબિયાં કરતો ચંદ્ર…
૮/૧૩/૨૦૧૬


એક વિધાન એક કાવ્ય

જુલાઇ 29, 2016

જીવવાનું રાજકારણ ઃ
ઘટના નથી પરિસ્થિતિ છે,ભય છે;
આધારિત માણસ તરીકે તૂટી જવાનો
૭/૨૧/૨૦૧૬


પરિસ્થિતિ

સ્વર્ગમાં જઈશ
તો પણ દુઃખ થશે,
વેદના એટલે શું સમજાશે નહીં,

નરકમાં જઈશ
તો સ્વસ્થતા શું છે
એ સમજાશે નહીં;

માણસ ત્યાં પણ હોવું પડશે
અને અહીં પણ !

૭/૨૨/૨૦૧૬


ચુંબન

જુલાઇ 26, 2014

મને ખબર નથી
હોઠ મદદ છે
રાત્રિ મૂળ છે
પવન ઝેર છે
ઘાસ અત્તર છે
સમય ઓરડી છે
ચુંબન માળો છે
લોહી ભરતી છે
ઋતુ યંત્ર છે
ઉજાશ ઊંડાણ છે
પથ્થર ખાલીપો છે
તરા ગાલ પર ફાટ્યા વગરના
બોંબ જેવો મસોઃ
મારા હોઠ નિષ્કાસિત અવાજ ચાખે છે
૭/૨૫/૨૦૧૪


વરસાદી લીલો સ્ફટિક

જુલાઇ 18, 2014

વરસાદી પાંદડા પર બેઠેલાં
ટીપાં જેવી
ભૂરી( કે હરિત!)તારી નગ્નતા
મારી સરળ દ્રષ્ટિમાં
-અપાર સંસ્કૃત ભાષાવાળી વાંછના
મધ્યબિંદુહીન સ્પર્શ
-દરેક આતુરતાનું કેન્દ્ર
લોખંડી સ્પ્રીંગ જેવાં ગૂંચળા
અટળ પડછાયામાં
-હિંસ્ત્ર દૈહિક ઠૂંઠાં-
બધું થથરતા પ્રકાશમાં હાંફેલો પવન
મારા શબ્દોમાં ઉકલતા આંગળા
મારી મફત ફોગટ જાહેરાત મારાથી ભારોભાર
અને એના ચળકાટમાં
સંકેતો ઉકલે
જોઈ રહું હું ક્ષણોને
અને રંગહીન પ્રકાશ આ પલંગમાં;
નિકટવર્તી સામનો,
મારી ઘઉંવર્ણતા
અને સ્થગિત લીલા સ્ફટિકનો…
(૭/૧૮/૨૦૧૪)


શબ્દ

જૂન 11, 2014

શબ્દ ઉચ્ચારતા
જીભમાં કવિતા ફાટે
ભષામાં શરીર ગીત થાય
હું object માણસ થયાનું કકળું
ધડાકામાં શ્વાસ ખીલે
ફૂલમાં ફાટેલા વૃક્ષ જેવું
અને એવું
હું પણ મારામાં પોતમાં આવું!
કોણ સાંભળે છે
મારા મૃત્યુના મારી સાથેના સંબંધ
વીજળી જેવું ફાટેલું બળવું
ટૂંકા ટૂકડા અને જૂની આધૂનિકતાની તીવ્રતાઃ
સુગંધ

એક નામ,હું
જાળવું;મને
અકળામણ આવે.
સાચું
ટમેટો પેસ્ટના ડબલામાં
course through
સ્વામિત્વ
સરળ
સપાટ
નરમ પડ
જીભ ઉચ્ચારમાં બધું ફાડે
અને ભાષાને…
૬-૧૧-૨૦૧૪


સ્વાયત્ત પ્રયોગ

મે 23, 2014

1)
સ્ફટિક ખડી સાકર
કાળું પાણી

નીબ જેવું
નીતરતી સાહી

છાપાળવા કાગળે
શબ્દ કેવળ પાવડર

ઑગળેલો
ઝાંખો છંટકાવ

પ્યાલામાં રણકી
સંદેશો થાય

ચમચીના કકળાટથી
મોસંબી.કલરમાં-કળતરમાં

મહાઝમણ.

2)
કેટગટ
હળુ હળુ ડૂબે

ઠંડા પ્યાલામાં
ઉનાળુ પીણું

આશ્રીત શક્તિ
કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં

વાડમાં અણીદાર
અણુઓ-ભડકો

ગંઠાય ઝૂમખે-લૂમખે
લોખંડી કરવત

રસાયણીકપ્રક્રિયાઃ ફલીકરણ.

જાન્યુઆરી,૨૦૧૩.