અનુવાદ કળા નથી,શોધખોળ છે,ખોદકામ છે.જેમ પુરાતત્વવેત્તા શરૂઆત વિશાળ અને જાડા કામથી કરે અને મૂળ પાસે પહોંચતાં પીંછીથી ધૂળ ખસેડી દટાયેલી સંસ્કૃતિનો આકાર ખોલી આપે છે,અનુવાદક પણ આવું જ કામ કરે છે.કોઇ પણ કૃતિ,તૈલચિત્ર કે ગીત બંધારણ કે શિલ્પાદિ કામમાં એના પ્રથમિક તબક્કે,કોમળતા વિનાનો(rough) કે અવિકસિત ખરડો છે.પરિપક્વ કૃતિ-સર્જકના દ્રષ્ટિકોણથી!-પહેલાના કાચા લખાણને સ્વકીય મહેક હોય છે,જેમ દરેક કળીમાં ઉઘડતા પહેલા.કૃતિની પૂર્વસ્થિતિ અને મઠારેલી સ્થિતિ,આ બન્ને પોતાના આગવા અસ્તિત્વથી વિલક્ષણ છે,વિચક્ષણ છે.અનુવાદ એવીજ પૂર્વ અને મઠારેલી અવસ્થા છે,પેલું પીંછી કર્મ છે ,ટેકરાથી શરૂં થયેલું.
અનુવાદ સિસિફસવાળી અનર્થ કે વ્યર્થ પ્રવૃત્તિ નથી,પસંદ કરાયેલા સર્જકની રચના પાસે વળીવળી જતો અનુવાદક કશુંક પ્રાપ્ત કરવા ઝંખે છે,અને એને પાઠક માટે તો ખબર નથી,પણ પોતાને માટે,એ કશુંક અનપેક્ષિત પ્રાપ્ત કરે છે-સ્વીકૃત પરિશ્રમ,પોતીકી રીતે સિધ્ધ કર્યાનો સંતોષ,છપાવા મોકલવાનો ઉમંગ વગેરે.વિદેશી કૃતિ એ લુપ્ત થયેલી સંસ્કૄતિ છૅ,અને માતૃભાષામાં અનુવાદક એનું પુનઃદર્શન કરાવે છે,પાઠકનું એની સથે અનુસંધાન કરાવે છે.
અનુવાદ એની દૂરંદેશીતાથી બે સ્તરે ઘટતી સર્જન પ્રક્રિયા છે વા નિરૂદ્દેશ આનંદ છેઃ આંતરરાષ્ટ્રિય અને સ્થાનિક કે રાષ્ટ્રિય સ્તરે.વિશ્વના દરેક દેશમાં બોલી છે,ઓછાવત્તા પ્રમાણમાં,અને બહારથી આવી વસેલા પોતાની ભાષામાં લખતાં સર્જકો પણ.જેમ ભારતમાં ભાષા વૈવિધ્ય છે-ઓછામાં ઓછી ચૌદતો ખરીજ!-તો પશ્ચિમમાં કોઇપણ દેશમાં સ્થળાંતરને કારણે અનેકભાષી સર્જન પ્રવૃત્તિ થાય છે. દા.ત.અમેરિકા, સ્વિત્ઝરલેન્ડ જ્યાં વિશ્વની દરેક ભાષામાં લખાય છે અને પોતાની ભાષાના અન્ય સર્જકોના અનુવાદ અને અંગ્રેજીમાં લખતા સ્થાનિક કવિઓના પોતાની ભાષામાં અનુવાદ,સતત થયા કરે છે જેમ આપણા દેશમાં ચૌદ કે વધારે ભાષામાં.આ બન્નેવ અને અવાં અનેક સ્થળે અંદરોઅંદર થતી અનુવાદ પ્રવૃત્તિ એટલી જ મહત્વની કે સૈધ્ધાંતિક દષ્ટિએ એવી જ પ્રમાણભૂત છે,જેમ આંતરરાષ્ટ્રિય વિદ્યાશાખાઓમાં હાથ ધરાતી યોજનાઓ.
વેપાર અને ઇન્ટરનેટને કારણે ઉદભવેલી વૈશ્વિકતાથી દરેક દેશોએ સરહદ ગુમાવી છે અને છતાં એમને આગવી સરહદ છેઃ રાષ્ટ્રિય અને આંતરરાજ્ય,સાંસ્કૃતિક અને ભાષાકીય,આ પરિઘિ અનુભૂતિ ક્યારેક અવ્યક્ત છે,તો ક્યારેક અંતરાય પણ છે,સ્થાનિકતાનેઃ;પણ કદાચ આ પરિઘ જ સર્જકની ઓળખ છે,જે એના મૂલ્યો નક્કી કરે અને મર્યાદા પણ.
બહુવિધ સંસ્કૃતિમાં અવાજ અનેક ઉદભવે છે,પરિનામે સર્જનનો એક મધ્ય સૂર બંધાતો નથી,અથવા શક્ય નથી,Luzius Keller ‘મોર્ડન એન્ડ કન્ટેમપરરી સ્વિસ પોએટ્રી’માં ” Lyricism,however.knows no boundaries.It opens itself to every ear.- કહ્યું છે છતાંય.નાનાવિધ વલણનો જોકે એક લાભ મળે કે એ સ્વયં કવિતા અને લય,ભાષા અને ધ્વનિ,નાદ અને અધ્યાહાર(નિઃસ્તબ્ધતા!)ના આદાનપ્રદાનને ચકાસે છે,એક્મેકના સાયુજ્યથી નવાં વલણ સર્જે છે,શક્યતાઓ સર્જે છે,શોધાય છે અને વિકસે છે.ઉપરાંત એ અનેકત્વમાં કદાચ તમે પોતાને પરદેશી પણ લાગો તો એ અચરજ નથી,આ સંક્રમણ મનોવૈજ્ઞાનિક વિસંવાદમાં પણ પરિણમી શકે છે.
આમ જોવા જાવ તો વિશ્વનો દરેક સર્જક કોઇક બીજા સર્જક-જે અનુવાદક થઈ જાય છે.-દ્વારા જ પરિચિત કરાવાય છે.પરિણામે અનુવાદ પ્રક્રીયા રજૂઆતનું સાતત્ય છે,ઉપરાંત પોતાની ભાષામાં ઊંડા ઊતરતા સર્જક સમ અન્ય(ની)ભાષામાં ઊંડા ઊતરવાનું કામ આ અનુવાદસર્જક કરે છે અને આ મરજીવો ઊંડાણોમાંથી મોતી
લઈ-ચરીને પાછો ફરે છે.
૧/૨૫ થી ૧-૨૬-૨૦૧૪.
અનુવાદિત કાવ્યઃ-
૧)
શીતાળો
આ શીતાળો વૃક્ષીલ કાંઠા પર લીંપેલો છે
આજે સવારે જ્યારે સૂર્યોદય નથી થયો
દરેક વસ્તુ જે અથડાશે હોઠની ભીંતમાં
-વિશાળ દ્વારની ફાચરો
દરેક આંખ મીંચી સંઘરવો જોઇએ એને
પણ ક્યાંક બગીચાના વ્રુક્ષ સાથે સીવેલા તળે
આપણે માટે પાછળ મૂકી જવાયેલ
-પવન ઝાપટેલું-
આપણા બારીક ફેફસાં ઘાસના
૨) ગૂંગળામણ
કશું અંદરથી પ્રતિકાર કરી ગૂગળાવે મને
લગરીક શ્વાસે પ્રજ્વળી ઉઠે
શો અર્થ ત્યાં પાછા જવાનો
નથી હિમ્મત મારામાં ઍ ઊટા રઆઆઃઆઆઆ
-આરવ સામે નીરવ
તબેલાની ભીંત સરસા ચંપાયેલાં કાન સાંભળે એને
અને હું જ્વ્યા કરું
આ જીવાદોરી સોબતે
અનુ.(બન્ને કાવ્ય)૧-૨૦-૨૦૧૪
[ claire Genoux,૧૯૭૧.જન્મસ્થળ-લોઝેન.ત્યાંની વિદ્યાપીઠમા અભ્યાસ કરી બેલ્ની સ્વિસ લીટરેચર ઇન્સ્ટીટ્યુટમાં ભણાવે છે.કવિતા અને ટૂંકી વાર્તાની આ લેખિકાને ૧૯૯૯માં કાવ્ય-સાહિત્ય માટે પારિતોષિક અપાયું હતું.૨૦૧૦ અને ૨૦૧૧માં અનુક્રમે પુસ્તકો પ્રકાશિત થયાં છે.]
બીનાટકાયતી શહેર-માંથી(ભાગ)
યુધ્ધ વિશે જે હું જાણતો હતો
તેણે પેલાં સાથે સ્વરૂપ ધર્યું અને ટૂકડા માકાનો ,
કાળજી પૂર્વક સુધારેલાં મકાનો વચ્ચે
જેમ કેન્સર ધડમાં,
તમે કળી શકો
માણસને શું થઇ શકે
યુધ્ધ તરફના શંકાશીલ સંક્રમણમાં.
હમેશ જેવું થાય.ભય.
સારયેવો પહોંચવાનો.
પર્વતો,ટેકરા,હરિત નદી,
ગાંસડીઓ ચોફેર,જીર્ણ સ્તન
હજું તત્પર દૂધ પૂરવા,મુસ્લીમ
આલપ્સ પર્વતમાળા ઝુરીક તરફ દોરે
પોતાને ટકાવી રાખવાની મક્કમતાથી.સારયેવો
જ્યાં સીમેન્ટ ગોઝ જેવો તકલાદી છે
અને કશું નથી દેખાતું રચાયેલું તરફડીયાં
કે પ્રગતિ માટે, સિવાય કે પાછું આપેલું શહેર
જેના થાન પૂરે દૂધ એની માને.
અનુ.૧-૨૦-૨૦૧૪
[vanni bianconi,૧૯૭૭.લોકાર્નોમાં જન્મેલો કવિયુનિ.ઓફ મિલાનમાં ભણ્યો અને હાલ લંડન સ્થિત છે.જ્યાં કાવ્ય સંગ્રહ ઉપરાંત અનુવાદનું કામ પણ કર્યું છે.ઑડેનના કાવ્યોના અનુવાદ માટે પારિતોષિક પણ અપાયું છે.]
‘એક શબ્દ તમે કળી નથી શકતા માણસ કહે…’
એક શબ્દ તમે કળી નથી શકતા માણસ કહે.એ
બોલ્યો તે સમજવા યત્ન પણ નથી કરતાં.હુ,કહું
ગમે તે જે મને ગમે,હોંકે.રાજકોટ,ઇયાનો હે.હા
રાજકોટીયો.હે લા,એને ખબર તેઓ શું કહેવડાવા
માગે તેની પાસે.જાણે છે તેમને શું ગમતું કહેવડાવું
છે-ફ્રેન્ચ-?? નિશ્ચિત,એક ઉઘાડા દિવસે,એ મૃત્યુ પામશે,
પણ એ દિવસેય,કોઇ નહીં કળે એને શું કહેવું હતું.
ગામના કૂતરાંય નહીં, જેમ લોકો કહે,રાજકોટમાં પણ.
‘લંગડાતી સ્ત્રી મૃત્યુ પામી..’
લંગડાતી સ્ત્રી મૃત્યુ પામી,એમણે દાટી
લંગડાતી સ્ત્રી,પગ તાકી રહેતાં,કોઇ પુરુષે ખોસી મધ્યમા
એને શબપેટીમાં મૂકતા,સ્ત્રી ઉછાળાવાળી
અનુ.(બન્ને કાવ્ય.) ૧-૨૨-૨૦૧૪
[Arno camenisch,૧૯૭૮.જન્મ તવાનાસા.સ્વિસ લીટરેચર ઇન્સ્ટીટ્યુટમાં ભણતર.રહેટો-રોમેન્ટિક,જર્મન અને શંકર સ્વરૂપોમાં લખતો સર્જક એની sez ner(2009)નવલકથા માટે જાણીતો છે.એમાની પહેલી બે નવલકથા ટ્રીલોજીની
ઓપ આર્ટ(op art= optical art)ભાગઃછે.તાજેતરમાં એના કાવ્ય પણ સંકલ્નો અને સામયિકોમાં પ્રગટ થયાં છે.]
ચાર સંક્ષિપ્ત કાવ્ય
૧)
કદાચ
મારમાંથી બોલે
મારી મા
મારા દાદીમા
અથવા સમગ્ર દેશ
૨)
હિમ્મત
હવે તેં ગાયું લાંબો વખત
અન્ય લોકોનું ગાણું
સાંભળ અંત્ર્નાદ
અને ગા છેવટે
આત્મ ઉર્મિગીત
૩)
હું જ્યારે લખું
જ્યારેય
હું
પડું એકલી
તમે બધાં
હો હાજર
૪)
સરહદ
હું સખત ગોબાયેલી છું
મારી પોતાની સરહ્દો ખખડાવી
છતાં
હાલ અને ફરીથી
મથામણે
મેં
જાળવી
છે
એને
અનુ.૧-૨૩-૨૦૧૪
[Bernadetti lerjen-sarbach,૧૯૪૨.જન્મસ્થળ વિસ્પ.બાળશાળાના શિક્ષક તરીકેની ટ્રનિંગ પછી ઝાઇઝેરમાં સ્થાયી થહ્યા પછી ૧૯૯૨માં કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો અને ગદ્ય પણ.એમના કેટલાંક કાવ્ય સંગીત બધ્ધ પણ થયાં છે.૨૦૦૩માં મિલિ એલ્ડર્લિન ફાઉન્ડેશનનું પારિતોષિક મળ્યું હતું.]
* સિસિફસઃ-ગ્રીક મિથનું કેરેક્ટર છે જેને આલ્બેર કામિ(કામુસ/કામ્યુ)એ ‘મિથ ઓફ સિસિફસ’માં એબ્સર્ડ વિષયક સિધ્ધાંતથી પ્રખ્યાત કર્યો હતો.