મીરાંesque-૧

પગ ઘુંઘર બાંધ મીરાં નાચી રે, મીરાં નાચી રે
મેં તો મારા જન્માક્ષર માં
હરીવરજી ને એક પલકમાં,એક ઝલકમાં
લીધા હૃદયથી વાસી રે
મારા બારે બાર ખાનામાં, મોરપિચ્છ ને મંજીરા છે
મુરલીયા નાં શબ્દચીજમાં મીરાં મીરાં મીરાં છે
રોમ રોમનાં રંગ મહેલમાં મીરાં તુમ્હારી દાસી રે
મારા આ જન્મારા પુરતો, એક જ તુલસી ક્યારો રે
પળ પળ નાં આ પાંદડે પાંદડે, શ્યામ સદાય મારો છે
જન્મ જન્મ ની દાસી મીરાં રાજી રાજી રાજી રે
* * * * * * * * * * * * * * * * *

(૧)
પગ ઘુંઘર બાંધ મીરાં નાચી રે, મીરાં નાચી રે

હું પ્રતિક્ષા ટાળવા તાલ-થાટ વાપરુ છું,
મારી નર્વસ ક્ષણે બારીમાં તડકો વલોવીને.
દરેક કલાકોના આવર્તન મને ગળે છે.
શબ્દો લાઉડ સ્પીકર સમ ફાટેલાં હવામાં નીકળી પડે,
પછી સોનેરી કિનારનું ધોતીયું દેખાય છે.
એ બીનઆશય આશ્વાસનો બોલી જાય,
હાથ ઉછાળી,હથેળી દેખાડી,
રિહર્સલ કરેલાં વાક્યોમાં અને
તાળી મારી ચાલ્યો જાય.સફેદ
આવજો.હવે હું મારી અંતહીન
પ્રતિક્ષામાં થનગનતી..તા થૈ.

(૨)
મેં તો મારા જન્માક્ષર માં

અંધકાર ચહેરાને વિધિસર પ્રશ્નો
પૂછી ઉચ્છેદે છે.મિરાંને એવી
અગ્નિમાં તાકવીઃ કેન્સર
સ્તનમાં ઉઝરડા પાડે તેવું.એના
સ્તન આંખોમાં આંખો કપાળમાં
હાથ પગમાં અને પગ ખભામાં એ
નરી કળા અને સાંધા ગાંડી કતપૂતળી
એક નાદ છાયા પાંગરતી’તી એનામાં
અન્ય મીરાં અંદરથી એના દરેક સાંધે
સ્પર્શતી હતી થનગનાટમાં…ત થૈ.

(3)
હરીવરજી ને એક પલકમાં,એક ઝલકમાં

શિયાળુ રાતે એક પ્રકાશ આગિયામાં
લંપટ થઈ ધ્રૂજે અને ઘસે આવેગ
હવાને.એકતારો રણઝણે પોતાનું
લોહી પહેરી અથાક આવે સ્વક
સમય પાર જેમ કૂપળ પથ્થર ફોડી
એક ઝલકમાં. એક વિઘટન અંદરમાં
એક પથ્થરમાં કે ઓઝટમાં.આંખમાં
વસંત આખી ઝરી.ભૂરી વસંત ભૂસ્તરમાં
વિયાય જન્માંતર ઘૂટીના તા થૈમાં
ધ્વનિ વિપર્યાસ.

(૪)
લીધા હૃદયથી વાસી રે

દા.ત. બપોરિયામાં હું સીધો
બેડરૂમમાં પહોંચી ગયો.અને છાતી
પર સ્તન નાના બાળક જેવાં
બાંધેલા હતાઃ હ્રદયમાંથી દબાયેલી
લાગણીના ઊભરા.તારા વિચારો-
તું વિચારોમાં પહેલો,ઉંઘમાં જોયો
અંદર અને બહાર આગળે અથડાતો,
મોનાલિસા હાસ્ય ઝબકારતો,
સાંકળ ખખડાવ્યા વગર આવજે કાળીયા,તા થૈ.

(૫)
મારા બારે બાર ખાનામાં, મોરપિચ્છ ને મંજીરા છે

બારમાસી જેવી બાર રાશી વહેણ બદલે
તો કથનીના કહેણ પીત્તળના તાલ
છાતીના ખલમાં ખૂંટી-ઘૂંટી સંસ્મૃતિના
તાંતણામાં ચોટલા વાળે.
બાઈ મધમાંખીને ગતાગમ
ફૂલ ચૂસીને મધમાં વાળે
એક પરબિડિયું ગુંદર ચાટી
મોક્લ્યું રાણાએ ઇલ્કાબો ભરી,
એક છેતરપીંડી,દ્વૈત તા થૈ.

(૬)
મુરલીયા નાં શબ્દચીજમાં મીરાં મીરાં મીરાં છે

દરેક ઉત્કૃષ્ટ સંવેદન ભવિષ્યમાં છે.
પૈસા બોડિસમાં સંતાયેલાં પડી રહે છે.
સ્વક હોવું અને એવું જઃ
મુકદ્દમો સતત ચાલ્યા જ કરે.
નામ થોડી ક્ષણો મહેંદીમાં લુપ્ત રહે
પછી પહેલી રાત….
એક સ્ત્રી ઉખડી ખરેલો હીરો કબાટ તળે શોધ્યા કરે,તા થૈ.

(૭)
રોમ રોમનાં રંગ મહેલમાં મીરાં તુમ્હારી દાસી રે

એક સફર્જન ભૂરાશ ફોડી પડ્યું
મહેલના આંગણમાં
લીલું ઘાસ દેખાતી દુખદ
મજ્બૂત આશા છેઃ
મૂકો ત્યાં ઉગે.
ઇડન વધારે પડતો ફાલેલો બગીચો,
એકતારો ટેરવામાં
એક જ ડાઘા પર ફરી ફરી ડાઘો પાડે,તા થૈ.

(૮)
મારા આ જન્મારા પુરતો, એક જ તુલસી ક્યારો રે

અમેરિકન છોકરીનો બાપ-
વિદુષક વાદળ અને led પ્રકાશમાં
અવતરેલો માણસઃ
પારણામાં પણ બાપ યાદ નથી હોતો.
અમેરિકન વર-
હાલોવિનમાં મોહરું પહેરે તેમાં
કેળવાય તેનો મુખ્ય ચહેરો,
આંખમાં દેખાતા ચહેરા અને એની
આંખમાંય દેખાતા ચહેરા અને ત્યાં
દેખાતા, તા થૈ.

(૯)
પળ પળ નાં આ પાંદડે પાંદડે, શ્યામ સદાય મારો છે

પીળેરે પાંદે…સરકી જાયે પલ
મારી અમેરિકન પત્ની દરેક બાબાતમાં,
ઉંઘમાં,વૃક્ષમાં,આશ્ચર્યમાં,સૂરજમાં,ખભામાં,
બોચીંમાં,વાળ પાતળી નસોના
હારતોરાં-માં,શ્રધ્ધા વાદળ આકાર.
પીપળે વીંટેલો દોરો બીહામણું યુધ્ધ.
મારે શરણે આવઃસલાહ નથી,આજ્ઞા છે,તા થૈ.

(૧૦)
જન્મ જન્મ ની દાસી મીરાં રાજી રાજી રાજી રે

હવે બીજો વરસાદ પહેલા પર પડે.
તમે ગણતરીમાં લો ત્યારે એક જ લાગણી
તમને મળે.મારે અંધકારમાં બહાર
નથી જવું(એક માનસિક અનુરૂપતા.)
ગૂંથણી.ભાષાકીય ભૂખ.
મારી હયાતી અહીં બીન અધિકારી છે.તા થૈ.

(નવેમ્બર-૧૫-૨૦૧૧ થી મે-૧૪-૨૦૧૨)
[નોંધઃપીળેરે પાંદે…સરકી જાયે પલ..આ બે અનુક્રમે રાવજી અને મણીલાલની અડધી પંક્તિઓ છે જેમાંથી એક આખી પંક્તિ ઉપજાવી છે ઇન્ટરએકટિવ ફોર્મ્યુલાએ.આભાર કવિ.]

11 Responses to મીરાંesque-૧

 1. himanshupatel555 કહે છે:

  મિત્રો આધુનિકતા અનેક સ્વરૂપે આપણી પાસે આવે છે,એવી એક આધુનિકતા ઇન્ટરએક્ટિવ
  અભિગમથી પણ આવે છે,જ્યાં જુના મૂલ્યો અને વલણને નવા સંદર્ભે જોવાં પડે છે.એક ભાષામાં
  દ્રઢતા છે બીજામાં એને ફેરવી તોળાય છે અને સાંપ્રત સાથે socio-eco-politics માં ફેરતપાસ
  કરાય છે.મીરાંક્યુબ એવો યત્ન છે.દરેક ભાગની પહેલી પંક્તિ મીરાંની અને નીચે એના અનુસંધાનમાં
  મારૂ કાવ્ય છે.સાયુજ્યથી રચાયેલું આ કાવ્ય આશા છે તમને ગમશે.

  (૧)
  પગ ઘુંઘર બાંધ મીરાં નાચી રે, મીરાં નાચી રે
  હું પ્રતિક્ષા ટાળવા તાલ-થાટ વાપરુ છું,
  મારી નર્વસ ક્ષણે બારીમાં તડકો વલોવીને.

  (૬)
  મુરલીયા નાં શબ્દચીજમાં મીરાં મીરાં મીરાં છે
  દરેક ઉત્કૃષ્ટ સંવેદન ભવિષ્યમાં છે.
  પૈસા બોડિસમાં સંતાયેલાં પડી રહે છે….આગળ વાંચો @
  https://himanshupatel555.wordpress.com/
  ( જ્યાં કવિતા અનુસંધાન પણ છે.)
  આભાર હિમાન્શુ.

 2. chandravadan કહે છે:

  Mira Kavyo in Himanshu’s eyes !
  Nice !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Away for ….few days..See you !

 3. himanshupatel555 કહે છે:

  Naresh K Dodia wrote: “saheb….sache maja avi….gamyu…”

 4. himanshupatel555 કહે છે:

  Sanju vala wrote: “તમે બિલકૂલ બરાબર પકડ્યું છે … અને અનુસંધાન પણ સરસ જળવાયું . (સ્હેજ પહેલી રચના ગીતડા જેવી .) અનુ-આધુનિકતાનું એ જ તો લક્ષ્ય. જૂનાને નવું કરવું એ કોઈ રમત નથી . પરંપરાથી સાંપ્રત સુધીનું અનુસંધાન જોઈએ એમાં . મને તો મઝા પાડી ….”

 5. himanshupatel555 કહે છે:

  Chintan Shelat
  “I am very curious to knw that what intrigued you to do this, it is very risky attempt indeed. the possibility of this being successful is infinitesimal,,, and one more thins since you named it મીરા-cube.. why did not you tray to make only six, as cube has six faces, and respective emotion you could have projected.
  to me it is very very solid work, tough to read but enjoyable, kudos for that.”

  • himanshupatel555 કહે છે:

   મિંરાના ભજનમાં ૧૦ પંક્તિ છે તેથી ૬ શક્ય નથી(એવું મેજીક ક્યુબ પર મેં લખ્યું છે જે ૫૪ ભાગમાં છે.)આવા સર્જન પાછળ ભાષાને તાગવાનો યત્ન કરાયો છે અને તે પણ મીરાંના મૂળને સાંકળી રાખીને.મૂળ પંક્તિમાં જે વાત છે તે કે તેવી નીચેના ક્યુબમાં છે.મૂળ ચોરસ આકારમાં લખ્યુ હતું પણ વર્ડ્પ્રેસમાં બદલાઈ ગયું.આપણી પદપરંપરા એકલક્ષી છે એને અનેકલક્ષી પરિમાણ આપ્વાનો આ યત્ન છે-જે સર્જક અને ભાષા બન્નેનું કામ છે.

 6. સાંપ્રતની પીડામાં ડૂબતો જતો મીરાનો થનગનાટ અને દસે ય રચનાની બાંધણી દાદ માંગી લે તેવી છે. ધન્યવાદ હિમાંશુભાઈ, સુપર્બ આર્ટ !

 7. Daxesh Contractor કહે છે:

  એક નવા પ્રયાસ તરીકે આવકાર્ય .. જોકે મને પોતાને મીરાંના પદની પ્રત્યેક પંક્તિ અને એને માટે તમે મૂકેલી રચના વચ્ચેનું ભાવ-અનુસંધાન સ્પષ્ટ ન થયું .. એને તમારા અછાંદસ લઘુકાવ્યોના સમૂહ તરીકે મૂલવતા એમાંનું આ લઘુકાવ્ય ગમ્યું …
  શિયાળુ રાતે એક પ્રકાશ આગિયામાં લંપટ થઈ ધ્રૂજે
  અને ઘસે આવેગ હવાને.
  એકતારો રણઝણે પોતાનું
  લોહી પહેરી અથાક આવે સ્વક
  સમય પાર જેમ કૂપળ પથ્થર ફોડી
  એક ઝલકમાં. એક વિઘટન અંદરમાં
  એક પથ્થરમાં કે ઓઝટમાં.આંખમાં
  વસંત આખી ઝરી.ભૂરી વસંત ભૂસ્તરમાં
  વિયાય જન્માંતર ઘૂટીના તા થૈમાં
  ધ્વનિ વિપર્યાસ.

 8. himanshupatel555 કહે છે:

  પ્રયોગ ખૂબ ગમ્યો.
  યોગેશ વૈદ્ય

 9. kishoremodi કહે છે:

  અનન્ય પ્રયોગ ગમ્યો

 10. nabhakashdeep કહે છે:

  શ્રી હિમાંશુભાઈ
  સરસ રીતે મીરાંની તડપન આપની શૈલી વડે ઉપસી છે અને એક નાવિન્યતાનો પરિચય આપે કરાવી દીધો છે. જેમ જેમ વાંચીએ તેમ
  એક ચિત્ર દોરાતું અનુભવાય. મજા આવી એક નવતર શૈલીની.

  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: