બધાં રંગોમાં વેદના ભરેલી છે-૫

ઘર પાછળ શિશુવૃત્તિથી ખાડો ખોદ્યો,અને માટી ઉલેચતાં
ઊભરાયેલા પાણીમાં ભૂરું આકાશ તરવા માંડ્યું.

તારી આંખો વધારે પલળેલી અને પાણી કરતાં વધું પારદર્શક છે,
કહી દેવાની મથામણમાં તર્યા કરતી, મૃત્યુના મૌન કરતાં વધારે તીવ્ર.

દરેક ક્ષણ મારી બહાર એક યુગારંભ છે જે હું એક વખત જીવ્યો હતો, અને
તરા દરેક ધબકારા ભૂરા અંધકારને ટકાવી રાખી તને માપ્યા કરે છે.તમારા
બોલાયેલા દરેક શબ્દમાં છે ચીડનો કોલાહલ, ગણતરીના પુનર્જન્મ,arabesque*
વિચારો,ડૂંગળીના પૈતા જેવી પણ છૂટી પડી ગયેલી ગોળ
ચોક્કસતા અને ઇશ્વરના અસ્તિત્વની સાબિતીઓ જેવું સંકોચશીલ સત્ય.

માંછલીના મોઢામાંથી નીકળતા સીસકારા સાથે હું તારી
આંખમાં જોઉં છું; ભૂરા આકાશની સતત ધોવાતી ખિન્નતા.
૮-૧-૨૦૦૬

*ઍરબેસ્ક= વેલ કોતરણીવાળી શણગારની શૈલી, એકબીજામાં ગૂંથાયેલાં પાંદડાં, કાગળના વીંટા ઇ.ની આકૃતિ વડે કરેલો શણગાર, નૃત્યની એક ભંગિ

9 Responses to બધાં રંગોમાં વેદના ભરેલી છે-૫

 1. himanshupatel555 કહે છે:

  મિત્રો કેટલાક સમય પહેલાં મારા બે કાવ્ય સંગ્રહમાંથી કવિતા મુકવાનો ઇરાદો
  જાહેર કર્યો હતો દર બુધવારે અને રવિવારે, પછી કામ અને ઇતર કમિટમેન્ટ્સને
  કારણે એ કામ ખોરંભાયું. આજે ફરી એની શરુઆત કરી છે અને મારા ૫૭ ગદ્ય
  કાવ્યના સંગ્રહમાંથી( જે એકજ રંગ પર આધારીત છે.) એક કાવ્ય મોક્લું છું,
  વાંચજો-વંચાવજો ફોરવર્ડ કરીને-

  ઘર પાછળ શિશુવૃત્તિથી ખાડો ખોદ્યો,અને માટી ઉલેચતાં
  ઊભરાયેલા પાણીમાં ભૂરું આકાશ તરવા માંડ્યું…..અથવાતો
  દરેક ક્ષણ મારી બહાર એક યુગારંભ છે જે હું એક વખત જીવ્યો હતો,..આગળ @
  https://himanshupatel555.wordpress.com/
  ( જ્યાં કવિતા ક્યાં અને ક્યાંક વચ્ચેનું સીમાંકન છે.)
  આભાર,હિમાન્શુ.

 2. chandravadan કહે છે:

  ઘર પાછળ શિશુવૃત્તિથી ખાડો ખોદ્યો,અને માટી ઉલેચતાં
  ઊભરાયેલા પાણીમાં ભૂરું આકાશ તરવા માંડ્યું.
  Wah !
  Nice !
  Enjoyed !
  Dr. Chandravadan
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar

 3. himanshupatel555 કહે છે:

  Sukhdev Patel Dadu, aa ek kavita j maatra nathi , eman , Vedanaanun Sangeet Chhe. .

 4. himanshupatel555 કહે છે:

  himansu bhai kahevu pade….sabdona sangar to isverkrupa thij ave.

  sanjayshukla

 5. Dhrutimodi કહે છે:

  સુંદર રૂપક અને સંવેદનશીલ કવિતા.

 6. “ભૂરા આકાશની સતત ધોવાતી ખિન્નતા”
  વાહ હિમાંશુભાઈ, આખી ય કવિતા સરસ છે. પણ છેલ્લી પંકતિ તો સતત ધોવાતી ખીન્નતા અને ભૂરા આકાશ સાથે અસ્તિત્વને એકરૂપ કરી દે છે. ધન્યવાદ!

 7. Pravin Shah કહે છે:

  દરેક ક્ષણ મારી બહાર એક યુગારંભ છે…..
  સુંદર કવિતા !
  તમે લખ્યું તેમ- કવિતા ક્યાં અને ક્યાંક વચ્ચેનું સીમાંકન છે.
  શું કવિતાને સ્થળ-કાળનું બંધન હોઈ શકે ?

 8. દરેક ક્ષણ મારી બહાર એક યુગારંભ છે જે હું એક વખત જીવ્યો હતો, અને
  તરા દરેક ધબકારા ભૂરા અંધકારને ટકાવી રાખી તને માપ્યા કરે છે.
  ખુબ સમાનુભૂત અનુભૂતિ…!!!

 9. nabhakashdeep કહે છે:

  શ્રી હિમાંશુભાઈ
  ઘર આંગણેથી વિશાળ ગગનના ઊડાણમાં નજર કરી કવિતાને એક ઊંચાઈ
  ધરી દીધી. વિતતા જતા જીવનનેય માપવાનો અણસાર દેતી વાતનો અહેસાસ
  થયો. સુંદર કાવ્ય.
  રમેશ પટેલ(આકાશદીપ)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: