બે મૃત્યુ ચિંતન

૧)
ક્લૉઝેટમાં લટકતાં પોશાક વૈવિધ્યમાંથી
હું હિમાન્શુ પટેલ છું,
અને ટેલિવિઝનના સમાચારથી
મારૂં સાંપ્રત છે,
હું જન્મ્યો’તો જીવવા માટે
પણ જાહેરાતોએ મારો કબજો કરી લીધો,
હવે હું માણસ છું
મારા an othernessમાં
કેવળ મૃત્યુ જ મારાં મૂળાંકુરોમાંથી આવે છે.
૨)
અને પછી મારો અગ્નિદાહ પત્યો.
અધૂરાં હાડકાં ધરબોળ. મૂલોચ્છેદ કરી લીધો.
સંસ્મરણ ગપસપમાં, પુનઃ મૂળગામી શરૂઆત.

9 Responses to બે મૃત્યુ ચિંતન

 1. himanshupatel555 કહે છે:

  મિત્રો જન્મ્યા પછી સ્થાયી થવું એ બીજા નંબરનુ પરીમાણ છે અને ત્રીજું તે મૃત્યું.આપણે ત્રિ પરીમાણ
  વ્યક્તિત્વ છીએ.આવી વૈયક્તિકતા વિશે સતત લખાયા કરે છે.મૃત્યુ ભય નથી પણ ચિંતા છે,
  ભવિષ્યની ચિંતા.મને થયું લાવને હુંપણ લખું એ મૃત્યુ વિશે અને …….
  ક્લૉઝેટમાં લટકતાં પોશાક વૈવિધ્યમાંથી
  હું હિમાન્શુ પટેલ છું,
  અને ટેલિવિઝનના સમાચારથી
  મારૂં સાંપ્રત છે,……..અથવાતો
  અને પછી મારો અગ્નિદાહ પત્યો.
  અધૂરાં હાડકાં ધરબોળ… …વાંચો અહીં ….@
  https://himanshupatel555.wordpress.com/
  (જ્યાં કવિતા મારું તમારું એંધાણ પણ છે)
  આભાર હિમાન્શુ.

 2. himanshupatel555 કહે છે:

  I like your work. For what its worth one feedback to make it reach the masses – try to use simple words… Keep writing
  Sent By:

  “H. Bhatt”

 3. Daxesh Contractor કહે છે:

  ક્લૉઝેટમાં લટકતાં પોશાક વૈવિધ્યમાંથી
  હું હિમાન્શુ પટેલ છું …

  અને ટેલિવિઝનના સમાચારથી
  મારૂં સાંપ્રત છે,…

  હું જન્મ્યો’તો જીવવા માટે
  પણ જાહેરાતોએ મારો કબજો કરી લીધો …

  આપણે ખરેખર આવી જ રીતે જીવતા થઈ ગયા છીએ…ટેલિવિઝન ને બદલે કદાચ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણું સાંપ્રત છે એમ કહી શકાય પણ તમે વિષયનું હાર્દ બરાબર પકડ્યું છે…

 4. hemapatel કહે છે:

  માણસને શેની ચિન્તા નથી ? દરેક વસ્તુની ચિન્તા છે,
  જે વસ્તુ પોતાના હાથમાં નથી જાણે છે તે કંઈ કરી શકશે નહી તો પણ
  મનુષ્ય નકામની ચિન્તાઓ કરે છે, ઈશ્વરના હાથમાં બધી વસ્તુ છે, છતાં
  પણ દરેક મનુષ્ય માટે લાગુ પડે છે.

  હુ કરુ, હુ કરુ એજ અજ્ઞાનતા !!!

 5. kishoremodi કહે છે:

  કૈં સરસ કામ થતું રહે છે.વિવિધતા ગમે છે.

 6. “કેવળ મૃત્યુ જ મારાં મૂળાંકુરોમાંથી આવે છે.” અને
  “સંસ્મરણ ગપસપમાં, પુનઃ મૂળગામી શરૂઆત.” આ પંક્તિઓમાં કવિતાના સાત્વિક ભાવની ઉંચાઈ ચરમસીમાએ સ્પષ્ટ થાય છે. ખુબ સરસ. ધન્યવાદ! બંને કાવ્યો તરબતર કરે તેવું સત્ય પ્રગટ કરે છે.

 7. chandravadan કહે છે:

  Read the Post…Returning to your Blog.
  The Post makes you think “deeply”
  Manavi ( Human) is Born…..Life ( Jivan) is the Journey which is a MUST…..and the END of that Journey is the DEATH.
  Knowing that the Death is CERTAIN, then one must ACCEPT it….Then no FEAR but Why WORRY ???
  One must live the LIFE in the PRESENT…& not in the PAST or the FUTURE.
  Eventually, you learn to accept the INEVITABLE,,,the DEATH !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hope to see you for the New Post on Chandrapukar !

 8. nabhakashdeep કહે છે:

  શરૂઆત…ચિન્તાઓ
  મૃત્યું…શરૂઆત…ખુબ સરસ. ધન્યવાદ

  Ramesh Patel(Aakashdeep)

 9. મારા an othernessમાં
  કેવળ મૃત્યુ જ મારાં મૂળાંકુરોમાંથી આવે છે.
  આ જ તો તથ્ય છે જીવનનું..!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: