જટાયુઃ એક આવર્તન જેમાં ટકી રહેવું છે જીત નથી

આમ જુઓ તો
મારે માટે હું કેવળ પંખી,
કુમળા આંતરડા વાળું, કદાચ સફેદ.
કોઈએ
કાપ્યું’તું મારુ અટ્ટહાસ્ય
સાંભળવા મને,
કેટલો અજાણ્યો છું
માણસમાં ઠાંસેલી ઘાતકી દૈવી વેદનાથી !

આમ જુઓ તો
હું વિશાળકદ ચકરાયા કરતું પંખી
જંગલો ફરી વળ્યો’તો
અવકાશ ખૂંદી વળ્યો’તો
કોઈએ
દાટ વાળી દીધો મારા ઉડાણોનો
ખેરાત વગરઃ

મારા પડેલામાં
તારા ઘોંચણ સ્પર્શથી
ધૂર્ણન ધ્રૂજારી ફરી વળે ત્યાં સુધી-
મારી શરૂઆતમાં
જેટલાં આવર્તનો જીંદગી વિશે પસાર થાય
પડી રહે છે તે સમગ્ર
તારા નિશ્ચિત માપદંડમાં અનાકાર…

11 Responses to જટાયુઃ એક આવર્તન જેમાં ટકી રહેવું છે જીત નથી

 1. pragnaju કહે છે:

  ચિંતન માંગતી રચના
  સાથે તેમનો આસ્વાદ હોય તો સારું રહે
  જેટલાં આવર્તનો જીંદગી વિશે પસાર થાય
  પડી રહે છે તે સમગ્ર
  તારા નિશ્ચિત માપદંડમાં અનાકાર…
  સ રસ
  પરમાવધિજ્ઞાનનું જ્ઞાન સાકાર એટલે વિશેષગ્રાહક હોય છે અને દર્શન અનાકાર .તે વર્તમાનકાળની દૃષ્ટિએ કશું નિશ્ચિત નથી કહેતી;

 2. himanshupatel555 કહે છે:

  મિત્રો દરેક સર્જક પોતાના મિથ સાથે હમેશા મથ્યા કરતો હોય ત્યારે એ સ્વક સાથે માથા પછાડે છે.
  મિથ આપણા સ્વક સાથે સંકળાયેલી સમગ્ર પરંપરા અને મૂળગામી હોવાની વિભાવના છે.
  એનો સ્વીકાર અને અસ્વીકાર-ખાસતો એના અર્થઘટનોનો-સ્રજનાત્મક નવ્યતા છે,કવિકર્મ છે.
  મિથ આપણી આધુનિકતાનો પૌરાણીક સંદર્ભોથી ફેર તપાસ કરે છે –જે સર્જકનો આશય છે.—-
  કેટલો અજાણ્યો છું
  માણસમાં ઠાંસેલી ઘાતકી દૈવી વેદનાથી !….આગળ વાંચો અને વંચાવો @
  https://himanshupatel555.wordpress.com
  આભાર-હિમાન્શુ

 3. Chirag કહે છે:

  સરસ ચિંતનમય કાવ્ય. સિતાંશુ યશ્ચન્દ્રનું જટાયુ કાવ્ય પણ ઘણું ગહન છે.

 4. અનુભૂતિના ઊંડાણ સાથે તીવ્ર અસર કરતી રચના!

 5. Pancham Shukla કહે છે:

  જટાયુના મિથથી સ્વની વેદનાનું કરુણામાં અવગાહન….. ઘોંચણ સ્પર્શ અને ધૂર્ણન એ અવગાહનને તીવ્રતા બક્ષે છે.

 6. kishoremodi કહે છે:

  જટાયુના મિથના ઉપયોગ સાથે રચાયેલું સુંદર કાવ્ય.

 7. Dilip Patel કહે છે:

  જટાયુના પૌરાણિકકાળના પાત્ર દ્વારા ‘સ્વ’ભાવ અને સ્વભાવ શા શત્રુ વચ્ચેના સનાતત સતત સંઘર્ષ તેમજ તેમાંથી નીપજતી અકથિત વેદનાને કહેવા મથતી સંવેદનાસભર અર્થગહન રચના. અભિનંદન.

 8. Ramesh Patel કહે છે:

  જટાયુ પક્ષી દ્વારા જિંદગીની વીટંબણાઓ અને હીંસક મનો જગતને
  કવિશ્રીએ આબાદ રીતે વાચા આપી છે.સરસ કૃતિ માટે અભિનંદન.
  રમેશ પટેલ(આકાશદીપ)

 9. readsetu કહે છે:

  માનવીની પીડનને પક્ષીના ચિત્કારમાં આબાદ રજૂ કરી છે… ઘોંચણ અને ધૂર્ણન શબ્દો સ્પર્શી ગયા.. આમ તો સમગ્ર કાવ્યનો ભાવ સોંસરવો ઉતરી જાય એવો છે પણ આ બે શબ્દો વિશેષ.

  લતા જ. હિરાણી

 10. Sanjay Pandya કહે છે:

  સરસ રચના …ખેરાત શબ્દ રચનામાં આગંતુક લાગે છે .. તમને કયો અર્થ અભિપ્રેત છે એ જાણવું ગમશે, હિમાંશુભાઇ ! ધૂર્ણન શબ્દ ઉપર પણ પ્રકાશ પાડશો ..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: