‘કાંત’ કલા ( સ્વચ્છંદ છંદ )

સોડાવોટર જેવું ફૂલતો સમુદ્ર.
એક હોડી આજ મહારાજ જલ પર ફૂદક્તી,
નગરી જ્યાં યામિની દમકતી વહી આવી,
ભ્રાંતિ વર્ષમાં, વનમહીં અથાક સડતી.

કવિ એક મર્યો. વાંચું લખ્યા છંદ એના
છિન્નવિછિન્ન ચુપકીદી ધસે બારીએથી
કાટ ભરી નાગરિક સદિમાંથી
દામિની શ્વેત નીતરતી ચંદ્રમાંથી.

-પ્રિયે બાષ્પિભૂત થયાં છે સ્વપ્ન સઘળાં?
ઠરી જવાય જૂના લાક્ષાગૃહે, અરીસા ઊભા
મહી સમોપોલા અનાર્ત્ત વા અ-શોક.

ગંઠાયેલા રસમાં વળગી રહ્યું સફરજન છરીએ.
બાકી વધી ગહન રાત્રીએ
આકૃતિ એક સજ્જ્ડ અંગોઅંગ ભીડેલી.
૪-૮-૨૦૧૦

10 Responses to ‘કાંત’ કલા ( સ્વચ્છંદ છંદ )

 1. himanshupatel555 કહે છે:

  પ્રિય મિત્રો ગુજરાતી ભાષાની વાર્સઈ જાળવી રાખવી છે અને તેને સાંપ્રતનો ઓપ પણ ચઢાવવો હતો.
  તેથી કવિ કાંત અને સુંદરમ પાસે પહોંચી ગયો,સુંદરમવાળુ કાવ્ય બે ત્રણ દિવસ પછી.
  ‘કાંત’ કલા ( સ્વચ્છંદ છંદ )
  સોડાવોટર જેવું ફૂલતો સમુદ્ર.
  એક હોડી આજ મહારાજ જલ પર ફૂદક્તી,
  નગરી જ્યાં યામિની દમકતી વહી આવી,………કે પછી
  ગંઠાયેલા રસમાં વળગી રહ્યું સફરજન છરીએ..

  વાંચો સજ્જડ પ્રેમની સ્વચ્છંદ છંદમાં અનોખી કવિતા
  @https://himanshupatel555.wordpress.com
  અભિપ્રાય? તમારી મરજી….
  આભાર-હિમાન્શુ

 2. Patel Popatbhai કહે છે:

  ગંઠાયેલા રસમાં વળગી રહ્યું સફરજન છરીએ..
  સુંદર ગહેરાઈ

 3. Ramesh Patel કહે છે:

  ગહનતા ભરી અભિવ્યક્તિ.સરસ અને અનુપમ.

  રમેશ પટેલ(આકાશદીપ)

  ઓ ભાભી તમે….રમેશ પટેલ ‘આકાશદીપ’
  Pl find time to visit and comment
  સ્વરચિત અને ગમતીલી ગદ્ય અને પદ્ય રચનાઓ
  http://nabhakashdeep.wordpress.com/

  With regards
  Ramesh Patel

 4. પંચમ શુક્લ કહે છે:

  કાંતની જાણીતી કવિતાને ફીણી ને ફોરે ફોરે પ્રગટેલાં મેઘધનુષને આધુનિક ઉન્મેષના પ્રીઝમથી હિમ-અંશ-વર્ણ પર સંકેન્દ્રિત કરાઈ છે. એક અનોખાં ફ્યુઝનનો અનુભવ થયો.

 5. pragnaju કહે છે:

  નવો પ્રયોગ ગમ્યો
  ગંઠાયેલા રસમાં વળગી રહ્યું સફરજન છરીએ.
  બાકી વધી ગહન રાત્રીએ
  આકૃતિ એક સજ્જ્ડ અંગોઅંગ ભીડેલી.
  આનો સાંપ્રતનો ઓપ ?
  ‘સખી ! હું તો તને જોતાં – અમે જોયેલ સાથે તે-
  સ્મરંતાં ના શકું સૂઈ ! કહે, સાથી સુએ છે કે ?’
  જાણે મેઘદૂતનો યક્ષ કહેતો હોય!
  कस्चित भर्त्या स्मरसि रसिके त्वं ही तस्या प्रियेती?
  પ્રિયે બાષ્પિભૂત થયાં છે સ્વપ્ન સઘળાં?
  ઠરી જવાય જૂના લાક્ષાગૃહે, અરીસા ઊભા
  મહી સમોપોલા અનાર્ત્ત વા અ-શોક.
  ‘શરદુદાશયે સાધુજાતસ ત્સરસિજોદરશ્રીમુષા દૃશા
  સુરતનાથ તેડજશુલ્કદાસિકા વરદ વિઘ્નતો નેહ કિં વધઃ’
  આનો સાંપ્રતનો ઓપ આપશો ?
  કાન્ત એટલે- આપણા ગુજરાતી મીસીસ બ્રાઉનિંગ !
  If thou must love me, let it be for nought
  Except for love’s sake only. Do not say
  સખે! મારી સાથે પ્રણય કરવો, તો પ્રણયના
  વિના બીજા માટે નહિં જ નહિં આવું મન કહી:

 6. himanshupatel555 કહે છે:

  Sent By hemant h shah On: Apr 04/25/10 11:02 PM
  Dear Himanshu,
  It was a pleasure receiving your mail.I have to still go through the poetry.But the idea itself has excited me.
  I intend to write you but is constrained by lack of Gujarati software which I intend to order soon and then will be able to communicate.
  About your previous two poetry also I have to respond.
  Incidentally Sitanshubhai is there in Philadelphia taking one semester on Literature in University of Pennsylvania.You may get in touch with him .He is as warm and lively as ever.
  Will get in touch soon.
  Regards,
  Hemant

 7. MUNNESH કહે છે:

  Himansubhai,
  Nice Poem,

  Munnesh

 8. jagadishchristian કહે છે:

  બહુ સરસ પ્રયોગ. અભિનંદન.

 9. sudhir patel કહે છે:

  Very interesting and innovative way of presentation!
  Sudhir Patel.

 10. himanshupatel555 કહે છે:

  સાગર અને શશી – કાન્ત (ભાગ-૧)

  July 30, 2009 at 2:14 am by વિવેક · Filed under કાન્ત, ગીત, મણિશંકર રત્નજી ભટ્ટ

  આજ, મહારાજ ! જલ પર ઉદય જોઈને
  ચન્દ્રનો, હૃદયમાં હર્ષ જામે,
  સ્નેહઘન, કુસુમવન વિમલ પરિમલ ગહન
  નિજ ગગન માંહિ ઉત્કર્ષ પામે;
  પિતા ! કાલના સર્વ સંતાપ શામે !
  નવલ રસ ધવલ તવ નેત્ર સામે
  પિતા ! કાલના સર્વ સંતાપ શામે !

  જલધિજલદલ ઉપર દામિની દમકતી
  યામિની વ્યોમસર માંહી સરતી;
  કામિની કોકિલા કેલિ કૂજન કરે
  સાગરે ભાસતી ભવ્ય ભરતી;
  પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
  તરલ તરણી સમી સરલ તરતી,
  પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !

  – મણિશંકર રત્નશંકર ભટ્ટ ‘કાન્ત’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: