અણજાણ્યાઓની પ્રતીક્ષાઃસી.પી.કવાફી (૧૯૦૪)ગ્રીક
આપણે કોની પ્રતીક્ષામાં છીએ, જાહેરમાં ટોળેવળી ?
અણજાણ્યાઓ આવશે આજે.
રાજ્યસભામાં કેમ કશી કાર્યવાહી નથી ?
પ્રતિનિધિઓ કેમ કારભાર વગર બેસી રહ્યાં છે ?
કારણ અણજાણ્યા આવવાના છે આજે.
ધારાસભ્યોની કાર્યવાહીને હાલમાં શો અર્થ છે ?
જ્યારે અણજાણ્યા અહીં હશે, તેઓ કારભારું કરશે.
આપણો રાજા શા માટે આટલો વહેલો જાગી ગયો,
અને શહેરના મુખ્ય દરવાજે સિંહાસને બેઠો છે,
મુગટ પહેરી, ઠસ્સાદાર ?
કારણ અણજાણ્યા આવવાના છે આજે
અને રાજા પ્રતીક્ષામાં છે એમના નેતાના આદરાતિથ્ય માટે.
અને આપવા ભૂંગળભટિયુંય હાથમાં છે.
પ્રભાવશાળી નામોલ્લેખથી, પદવીઓથી ખીચોખીચ.
શા માટે આપણા બે એલચી અને ન્યાયાધીશો બહાર આવી પહોંચ્યા
એમના ભરતભર્યા, લાલ ઝભ્ભા પહેરી ?
શા માટે પહેર્યાં છે નીલમ મઢ્યા કડાં,
વીંટીઓ ભભકાદાર રત્નોથી ઝ્બુકતી ?
શા માટે ગ્રહી છે મનોહર લાકડીઓ
સોના-ચાંદીના ઘડતરથી સુશોભિત ?
કારણ અણજાણ્યા આવવાના છે આજે
અને એવી વસ્તુ એમને આંજી દે છે.
શા માટે નામાંકિત વક્તાઓ હમેશા સમ ના આવ્યા
જાહેર વ્યાખ્યાનાર્થે, એમને કહેવું હોય તે કહેવા ?
કારણ અણજાણ્યાઓ આવવાના છે આજે
અને તેઓ કંટાળે છે વાકછટા અને જાહેઅર વ્યાખ્યાનોથી.
આ ઓચિંતો રઘવાટ, ગરબડ ગોટો શા માટે ?
( કેટલા ગંભીર થઈ ગયા છે લોકચહેરા.)
શા માટે ગલીઓ અને ચોક ઝડપથી ખાલી થાય છે,
દરેકજણ અનિશ્ચિત ઘેર પાછા વળ્યાં ?
કારણ રાત્રિ ઢળી અને અણજાણ્યા આવ્યા નહીં.
અને આપણા માણસોએ સરહદથી પાછા આવી કહ્યું
અણજાણ્યા હયાત નથી.
હવે અણજાણ્યાઓ વગર આપણું શું થશે ?
એ લોકો એક પ્રકારનું નિરાકરણ હતાં. ( ૨-૨૬-૨૦૧૧ ) અનુ. હિમાન્શુ પટેલ
Waiting for the Barbariaન
દરેક કવિતા લખાતી હોય ત્યારે એના ‘ડાયેસ્પોરા’ સાથે એનું સંધાન માણસ અને તેના dna જેવું હોય છે.સર્જન કેવળ કાલ્પનિક ગતિવિધિ કે વિદ્યર્થ નથી,શબ્દ સ્ફોટનો નિચોડ છે.કવિ એની દરેક સાંસ્કૃતિક ઉથલપાથલનો સાક્ષી છે અને એજ એની સર્જકતાનો મૂળગામી (radical)અનુભવ છે, સમજ છે.જે તે સંસ્કૃતિમાં એના સર્જકનો શબ્દ ઉથલપાથલ કરનારો છે તેથી જ આપણને એ કવિતા વાંચવા આકર્ષે છે,અને કદાચ એ જ સર્જકને વૈયક્તિકપણે અને સામાજિક સ્વરૂપે જવાદાર બનાવે છે. કવિ આપણે કૉણ છીએ અને આપણે કઈ દિશામાં જઈ રહ્યાં છીએ તે સતત યાદ કરાવે છે, કારણ કે કવિ પૂછે છે “શા માટે મારી કવિતાના મૂળ આ જગ્યાની માટીમાં ઊંડા છે.”( પાબલો નેરુદા,ચીલે.-passions and impressions.)
ગ્રીક ભાષામાંથી કવાફી જેટલો ભાગ્યેજ કોઈ અંગ્રેજીમાં(ગુજરાતીમાં તો નહીવત.)ચર્ચાયો હશે,એની ઐતિહાસિકતા,સંવેદના અને કામુકતા માટે. બે દેશો કે સંસ્કૃતિમાં વહેચાયેલો કવિ નિશ્ચિત આશયથી, સંદિગ્ધતાથી કાવ્યોનું સર્જન કરે છે.કોઈ પણ કવિ કાવ્ય સર્જનની શરુઆત કરે ત્યારે હમેશા ‘પ્રભાવિત’ કાવ્યો જ સર્જે છે, જે એની નબળી શરુઆત હોય છે.ત્યાર પછી જ એના વિકાસમાંથી આગવું સર્જન આવે છે. પણ આ તરવરીયો ગ્રીક કવિ -એકાંતવાસી જીવન જીવતો.-એના જીવનકાળ દરમ્યાન અપ્રસિધ્ધ રહ્યો. છાપામાં અને ચોપાનિયામાં કાવ્યો પ્રકાશિત થતાં રહ્યાં છતાં એ કાવ્યો નાનો – મોટો જુવાળ પેદા કરતાં રહ્યાં. કવાફીની ભાષા નિશ્ચિત વલણથી તરબતર છે પરિણામે એના કાવ્યોમાં નિખાલસતા ઓતપ્રોત આવે છે. કાવ્યની ભાષામાં ક્યાંય તત્વગ્યાનભાર કે વિચારભાર જણાતો નથી, છતાં એના શબ્દો તણખા છે.ભાષા એક જ સમયે સંદિગ્ધતા અને વિસ્તાર ભરેલી છે, એના કાવ્યો મૃત્યુ પછી વધારે પ્રકાશમાં આવ્યા છે તેથી કવિનું આધિપત્ય વર્તાતું નથી.
કવાફી અને એના કાવ્યો સંસ્કૃતિની પૌરાણિકતા અને જીવાતા સમયની આધુનિકતા અથવા સંદર્ભોને સાંકળવાનું કામ કરે છે. વિગતે જોઈએ તો સ્વક સંસ્કૃતિના જૂઠાણા પ્રત્યે વિવાદ સર્જે છે. એના કાવ્યોમાં ક્યાંય નિષ્ઠુરતા કે આક્રોશ સીધો અભિવ્યક્ત થતો નથી. આપણા અખા સમ એ ગંભીરતાપૂર્વક ચાબખા મારે છે. કવિતા એના ડાયાસ્પોરાને, એની પૌરાણિકતાને એકત્ર કરે છે.
ઐતિહાસિકતાની દ્ર્ષ્ટિએ જોઇએતો કવાફીએ આ કાવ્ય ગીબને લખેલા ઇતિહાસને વાંચી એના પ્રતિકાર માટે લખ્યું હશે.જી. પી. savidis એના “કવાફી,ગીબન અને બાયઝેનટાઇન ” લેખમાં અંતે જણાવે છે કે…” Waiting for the Barbarians” ―a poem written during the period he was pondering over Gibbon’s shrewd but overly optimistic guess that “Europe is secure from any future irruption of Barbarians; since, before they can conquer, they must cease to be barbarous” આગળ કહ્યું તેમ કવિતા પ્રતિકાર છે અથવા ડાયોસ્પોરા પ્રતિ અભિરામ છે. કાવેફી માનવ ગ્યાન અને મનોવૃત્તિને સંગોપતો, વિસ્તારતો કવિ છે,બાયઝેન્ટાઇનબાનીનો શંકાતીત ધ્વનિ છે.
૧૦૭ વરસ પછી આ કાવ્યને કેવળ એના ઐતિહાસિક સંદર્ભોથી નહીં પણ એની સર્વકાલિનતાથી અનુભવવી છે. કવિ અહીં વક્રોક્તિ ખૂબ સાદાઈથી કાવ્યાનુભૂતિમાં મૂકી આપે છે બધાં અલંકૃતો ઉતારીને અને કાવ્યરીતિ પ્રશ્ન અને ઉત્તરના પુનરાવર્તનથી ઘડાયેલી છે.પ્રશ્નોત્તર જેવું સંભળાતું કાવ્ય બાળ સહજ કૂતુહલવૃત્તિ અભિવ્યક્ત કરે છે અને એ કામ કાવ્યમાં એક જ વક્તા કરે છે.સમગ્ર કાવ્ય અંદરો અંદર ગૂંથેલી સંવાદપ્રવૃત્તિ છે જે આપણા આજના સમાજની કૃત્રિમ રાજકિય આચાર પધ્ધતિ જોઇ આપણે સ્વક સાથે રચીએ છીએ.પ્રથમ વાંચને કાવ્ય સંવાદ કે વર્તાલાપ લાગે છે, પણ ખરેખરતો ગોપિત અને ગૂઢાર્થમાં, ભય અને આવશ્યકતા, જે આપણી દૈનિક જીવન પધ્ધતિને વિકૃત કરે છે તેના સંકેતોથી તરબતર છે. આ કાવ્ય વિષે લખતાં અમેરિકન કવિ રોબર્ટ પીન્સ્કીએ લખ્યું છે,” આ લુચ્ચાઈ ભર્યા રમૂજી કાવ્યમાં એના મશ્કરી માટે મુદ્દો બતાવતા શબ્દો ક્યારે ય થાકતા નથી કે ઘસાઇ નથી જતાં .”એ જ કાવ્યની સર્વકાલિનતા છે. કાવ્યની શરૂઆતમાં આપણે શું કહીએ છીએ એનું કોઇ વિષેશ મહત્વ નથી કારણ કે અણજાણ્યા આવવાના છે અને બધું બદલાઇ જશે, સુધરી જશે. કાવ્યનો ચિતાર પરંપરાગત(ક્લાસિકલ) છે, રાજા, સિંહાસન, લાલ ભરત ભર્યા ઝભ્ભા…કવાફી એના બાયઝાન્ટાઇન ગ્રીક સમાજનો ઉલ્લેખ કરે છે છતાં કાવ્યની છેલ્લી પંક્તિમાં જેનો નિર્દેશ કરાયો છે તે ભય આધુનિક આત્મ સભાનતા પ્રત્યેનો છે જે આપણી રાજકિય અને સાર્વજનિક સભાનતા કે અભાનતા પ્રત્યે અંગૂલિનિર્દેશ છે.
આજના સંદર્ભમાં જુઓ-કે ગ્રીક સંદર્ભે.- આ અસંસ્કૃત લોકો ( રાજકારણીઓ, આતંકવાદીઓ કે તક-સાધુ !!) ન ઓળખાયેલા, જે તમારી ભાષા નથી બોલતા અથવાતો તમારા મૂલ્યો સાથે સંકળાયેલા નથી, ટૂંકમાં તમારા ‘ડાયેસ્પોરા’માં નથી. ખરેખર તો .અણજાણ્યા’ એના વિસ્તૃત સંદર્ભમાં એ અસ્તિત્વ છે જેમનામાં સંસ્કૃતિ, એના મૂલ્યો, જે જાણેલા અથવાતો જે જાણી શકાતા નથી અને જેને મૂળગામીપણાનો ખયાલ નથી-things like that impress barbarians, ૧૦૭ વરસ પહેલા કવિને ૨૦૧૧ના સમાજ પ્રત્યે સહાનુભૂતિ હતી અથવા આપણા વધું પડતા આચરણ(અતિરેક.) પ્રત્યે શંકા હતી! સાચા અર્થમાં અણજાણ્યા કોણ છે? તત્વગ્યાનીઓ પૂછે છે તેમ ખરેખર કોણ નિષ્ફળ નિવડ્યું છે,એમની આ ઉદ્દમ પ્રવૃત્તિને સમાજમાં ઉશ્કેરવામાં ? એ સાચું હશે કે દરેક સમાજને એની હયાતીને ન્યાય આપવા ‘દુશમનો’ આવશ્યક છે જેમ ગામ વસાવવા બે સારા અને ખરાબ જરુરી હોય !કે પછી આજના રાજકારણીઓ સમ એક ખરાબ તત્વને નાથીને બીજું પ્રજાને ધાકમાં રાખવા પેદા કરવું જોઇએ!! કવાફીના શહેરી નાગરિકો ખરખર તો અણઘડને નાથવા નથી મથતા, પણ ચર્ચિલે કહ્યું છે તેમ ત્રીજું વિશ્વયુધ્ધ ભયથી આવશે,તે ભયમાં એકલા પડી ગયા અને ખરખરતો કોઇ દુશ્મન નથી, તે કૂટપ્રશ્ન ઉકેલવાનો છે !! સેમ્યુઅલ બેકેટના નાટક ” વેઇટીંગ ફોર ગોદો ” જેવી આપણી દશા છે જ્યાં આપણે આપણી જવાબદારીમાં આપણને રક્ષવાના છે કારણ આપણેજ આપણી પોતાની છેતરપિંડીમાં સપડાયેલા છીએ. આપણેજ આપણી ભાષામાં, ગ્યાનમાં અને એ બન્નેના ઉપયોગના-મૂલ્યો સમજાવવાના-ફાંદામાં લેવાયેલા છીએ.
વિશ્વ સાહિત્યમાં, આજ શિર્ષક લઈ નોબેલ સર્જક જે. એમ. કોએટ્ઝીએ નવલકથા લખી છે અને આવા ધ્વનિ સામ્યવાળું બેકેટનું દ્વિઅંકી નાટક પણ છે. ત્રણ સર્જકો આ ” પ્રતિક્ષા “( waiting) ને આપણી હયાતીની લાક્ષણિકતા ગણાવે છે અને ત્રણેવ પ્રતિક્ષા કોઇ નિશ્ચિત સામ્રાજ્યમાં પ્રવર્તમાન નથી, આપણા અનિશ્ચિત વ્યાપમાં આપણી અનિશ્ચિતતા આ કૃતિઓનો મૂળગામી અનુભવ છે. આપણી અનિશ્ચિતતા કોએટ્ઝીના પેલા ન્યાયાધીશ સમ આપણો લાભ લે છે ( ભારતના સાંપ્રત સત્તધારીઓ સમ.) કે કવાફીના સામ્રાજ્યમાં છે તેમ આપણા પ્રત્યે બેદરકારી સેવે છે.( ભારતના સત્તધારીઓ સમ.) ટૂંકમાં ‘અવકૃપા’ લાદેલી લાક્ષણિકતા છે કે આપણી વણનોતરી સ્વિકૃતિ છે !! કદાચ આપણી બેદરકારી જ આપણો ભય છે.( perhaps our carelessness/negligence is our fear.-himanshu patel)
આ કાવ્યમાં, કોએટ્ઝીની નવલકથામાં કે બેકેટના નાટકમાં અર્થ સાથેના પૂર્વગ્રહો( મનમાં ઘોળાતા વિચારો,) આદાનપ્રદાન અને બાની હયાત છે. છતાં ત્રણેવમાં એમની પ્રજાની ભાષા કોઇ બોલતું નથી . ત્રણેવમાં એક વાતનું સાતત્ય છે ભાષા અને તેનો વિનિમય, સત્તા બંધારણ (power structure), વસાહતવાદ,અનિવાર્યતા અને અર્થ. આ કાવ્ય અને અન્ય કૃતિઓ લોકોની ભાષા નથી બોલતી. સરમુખત્યાર પ્રજા તથા રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેથી અહીં શરુ થાય છે ભેદ, સત્તાનો, આધિપત્યનો, વસાહતવાદનો અને સાંસ્કૃતિક અથડામણનો, કાયદેસરતાનો. યુધ્ધ સત્તા અને પ્રજા વચ્ચે નથી પણ લોકોને સામુહિક ટોળા સ્વરુપે ગણાવામાં આવે છે તેનું છે. નાગરિકને en mass તરીકે જોવાય છે.
કાવ્ય માણસ અને તેની હયાતીની ભાષા બોલે છે અર્થાત એ ભાષાને માનવ સંદર્ભે શું અર્થ છે તે, એમાં તેને કેટલો વિશ્વાસ છે તે, અન્ય વિશે શું બોલે છે તે અને પ્લોટ કે વિષય સંદર્ભે શું નથી સમજી શકતા તે વિશે બોલે છે. આજના સંદર્ભે આ કાવ્ય એટલું જ સાચું છે જે ગઈકાલના સંદર્ભે હતું. બારબેરિયન્સ ( અણજાણ્યા) અને ટેરેરિસ્ટ આપણી ગેરસમજ છે.પોતાને સમજવાની ઉણપ એ આપણું અપકૃત્ય છે, અણઘડ કેવળ એનો લાભ લે છે.કવાફી આપણી આજની સંસ્કૃતિનો આદ્ય સૂર છે, એ મેજીસ્ટ્રેટ અને બારબેરિયન્સ બન્ને એકસાથે છે. આપણી આધૂનિક પૌરાણિકતાનો એક જ સમયે ઉદગાર છે! કાવ્યની ભાષા સોસૂર અને ભર્તૃહરિનો સમન્વય છે.
કવાફીની બાનીનું મહત્વ છે તે બે પધ્ધતિનું મિશ્રણઃ એક લોકબોલીની ગદ્યાળુતા(demotic)- જે ‘તથાપી’ના સંપાદક જયેશ ભોગાયતાને ગુજરાતી ભાષામાં માન્ય નથી!! – અને ૧૯મી સદીમાં સરકારી નોકરિયાતોએ દાખલ કરેલી કૃત્રિમ ભાષા (katharevousa.) કવાફીના સમયમાં એ ભાષા ઉત્તમ સાહિત્ય માટે શિષ્ટાચાર હતી. કવાફીની આ મિશ્ર ભાષા માણસ હોવાના વિચિત્ર સંબંધને આજના અને અગાઉના સમયને પણ લાગુ પડે છે( ex post facto).કાવ્યની ભાષામાં માણસ એક જ દિવસ જીવનાર જંતુ ( ephemera ) છે. આપણે જ આ ધરતીનો અંધકાર છીએ, એટલે તો વિચારીએ છીએઃ those people were a kind of solution.
૩-૩-૨૦૧૧