

૧૯૪૪-૨૦૧૦ ફોટો સૌજન્ય- પોએટ્રી ઈન્ટર્નેશનલ વેબ,
નિર્વાણ,કાવ્યબાની,પંડિતયુગનું પુનર્મૂલ્યાંકન,અપૂર્ણ,તથા સુરેશ જોશી-કેટલીક નવલીકાઓ જેવાં પુસ્તકોના સર્જક અને’ એતદ’ મેગેઝીનના સંપાદકની ચિરવિદાય.
શબ્દ-નિર્વાણ
રાત્રે
પુસ્તકમાંથી થોડાં પંખી ઊડ્યાં
મકાનની અગાસી પર બેઠાં
એમાનું એક બારીમાંથી
ઘરમાં પ્રવેશ્યું
ને મારા બળતા નાઇટલેમ્પ પર
આવી બેઠું
ઘરનો ફ્યુઝ ઊડી ગયો
૨
હું ગુમાયો છું એવી
જાહેરખબર મેં સવારે
છાપામાં વાંચી
દસ પૈસાના ચણા ફાકતો
ઘેર આવ્યો
બારણામાં જ મને મળી ગયો
પણ આડું જોઈ ઘરમાં ગયો
ટેબલ પરના પુસ્તકને ઊઘાડ્યું
તો મરેલાં પંખીઓ
ચારે બાજુ ઢગલો થઈ
પડ્યાં
મને લોહીની ઊલટી થઈ
૧૯૭૫
Word-nirvana
At night
A few birds flew out from the book
And landed on a terrace
One of them entered through the window
OF my house
And sat on my night lamp
The houses fuse blew out.
2
In the morning paper
I saw an ad about
Me, being lost,
I came home
Munching ten paisa worth of chickpeas.
I met myself in the doorway
But avoiding I went in the house
I opened the book that was on the table
And all around fell
The dead birds.
I vomited blood.
2005
tr. himanshu patel




Posted by himanshupatel555