બધાં રંગોમાં વેદના ભરેલી છે-૪

આ ભૂરાશ પારદર્શક કાચ પાછળ હળુહળુ સરકેલાં અર્ધનારેશ્વર કપડાંમાં તૂટી પડી
કાળી પડી જાય છે.

ઉત્પત્તિનાય પહેલા દિવસ કરતાં પહેલી આવેલી આ ભૂરાશ સાંજે પારદર્શક કાળાશમાં વિચિત્ર પણે ગરકી જાય છે.પછી બાકી રહે છે કાચમાં સળવળેલા પડછાયા.ચોફેર. અંધકારનો ઢગલો.ઘટ્ટ કાળા વૃક્ષો.આવું બધું રોજ ભૂલ વગર થયા જ કરે છેઃએ જ માણસની પારદર્શક વિચિત્રતા છે.કેટલી બધી આપણી ઝાંખી ભૂરાશ,આજે રાત્રે વાતો કરીશું અંધકારના ઢગલા નીચે આપણે કેવાં યુગોથી દટાયેલાં છીએ,ઝાંખા,આપણી સ્ત્રિઓ,વિજય પતાકા ચ કવિતા સાથે. આપણે તરછોડાયેલાં છીએ આપણી મૂળગામી પરિસ્થિતિમાં કણસતાં,માણસની શરુઆત થઈ તે પહેલાંના દિવસથી.હિટલરે બાળી મૂકેલાં માણસમાંથી આપણે હળવાશ અનુભવીએ છીએ કારણકે આપણે યાતના સમજવાની ચૈતસિક પધ્ધતિઓ વિકસાવી છેઃએ કેવળ ભૂલી જવામાં મદદ કરે છે.આ ભૂલી જવું એ નવાં ઘર બાંધવાની, દૂર ખસી જવાની અને સાંપ્રતની દરેક પ્રવૃત્તિમાં ગોઠવાઈ જવાની ભેટ છે.રોજ રાત્રે એક ઘટના પૂરી થાય અને બીજી થવાની રાહ જોઈ ઊભી રહે છેઃઆ આપણી વ્યાખ્યા છે?

આ રીતે તરછોડાયેલાં આપણે નથી જાણતાં કઈ તરફ વળવું.(૨૯-૧૨-૨૦૦૫)

6 Responses to બધાં રંગોમાં વેદના ભરેલી છે-૪

  1. himanshupatel555 says:

    મિત્રો વચ્ચે બિજાં કામમાં રત થવાથી રંગોની વેદના મોકલવાની રહી ગઈ.આજે એનું ચોથું
    કાવ્ય અહીથી નીકળ્યું છે તમને મળવા.૨૦૦૫માં કે તે પહેલાં લખાયેલાં પ્રોઝ કાવ્યો
    ફરીને ૨૦૧૨માં વાંચવા એ મારે માટે પણ એક સ્વક નિમંત્રણ જ છે,અહીં મુકવા ૫-૭-૧૦
    કાવ્ય ફરી ઉથલાવાં પડે અને હું મને ફરીથી વાંચું -જોઊ અને વિચારુંઃ– એ મારું રેઝરેક્શન જ ને.
    વાંચો–”ફરીબધું રોજ ભૂલ વગર થયા જ કરે છેઃએ જ માણસની પારદર્શક વિચિત્રતા છે… કે પછી
    ” આપણે તરછોડાયેલાં છીએ આપણી મૂળગામી પરિસ્થિતિમાં કણસતાં,માણસની શરુઆત થઈ તે પહેલાંના દિવસથી…
    આ રીતે તરછોડાયેલાં આપણે નથી જાણતાં કઈ તરફ વળવું.(૨૯-૧૨-૨૦૦૫) આગળ વાંચો @
    http://himanshupatel555.wordpress.com/
    (જ્યાં કવિતા કસુંબલ સમ ઘોળેલાં અનેક રંગોનું ઘનત્વ છે.)
    આભાર,હિમાન્શુ

  2. માણસની પારદર્શક વિચિત્રતા
    રોજ રાત્રે એક ઘટના પૂરી થાય અને બીજી થવાની રાહ જોઈ ઊભી રહે છે.

  3. Dilip Gajjar says:

    સુંદર હિમાંશુભાઈ, કાવ્ય વાંચ્યું અને રંગોની વેદના પણ …

  4. ‘ આ રીતે તરછોડાયેલાં આપણે નથી જાણતાં કઈ તરફ વળવું’ – અલગ અંદાજમાં લખેલ આ રચના વાંચવાનો આનંદ પણ ભૂરા આકાશ સામે દ્રષ્ટિ કરવા જેવો અનુભવાય છે.

  5. kishoremodi says:

    અાપણે જાણેઅજાણે કિમ્ કર્તવ્યવિમૂઢ જેવા છીએ.

  6. રોજ રાત્રે એક ઘટના પૂરી થાય સવારે નવી શરૂ.આ રીતે ભવોભવથી ઘટનાઓની હારમાળામાં અટવાયા કરીઍ છતા નવીની રાહ જોયા કરીએ એજ મનુષ્ય સ્વભાવ!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 27 other followers