અક્ષયપાત્ર-3

૨)
ફ્લોરા ફાઉન્ટનના ફૂટપાથ પર
એ લગભગ દેખાયા વગર છાપા નીચે સૂઇ રહેતી હતી
તડકો છાપામાં પીળો પડી ગયો હતો
ટેવાયેલાં લોકો હવે એને ઓળખતા નથી
એણે દેખાડ્યું હતું તે
હવે લોકસ્મૃતિમાં
કૃષ્ણજન્મ પછી ક્યારે ન થયેલી દેવવાણી જેવું મૂક થઈ ગયું
એણે ચા પીવાની છોડી દિધી છે
ત્યારથી ફૂટપાથ હવે ફૂટપાથ તરીકે જ વપરાય છે.

૩)
મારું મુબઈ પોસ્ટકાર્ડ છે.
ઉઘાડી કથા-વ્યથા અને તથા,
મારા શબ્દમાં ડૂબેલો શાંત ભૂરો દરિયો.

૧)

જન્મ કુંડળી જેવા લોકો આ શહેરમાં ફર્યા કરે છે
ટ્રેનમાં લટકી એમના સ્નાયુ
રિબામણીમાં આમળ્યા હોય તેવાં થઈ ધ્રુજતા હોય
રોજ રાત્રે ક્રિશ્ચયન સ્મશાનમાં પથ્થરો
નામ સાથે ઊભા રહે તેમ મકાનો મુંબઈમાં ઊભા રહે છે.
ફોરસ રોડ પર અટકી ગયેલા પુરુષની બાયડી
મનમાં કબૂલ કરી રડે
ત્યારે સંતો જીવનની સાદગી સમજાવે
છ્તાં ભવિષ્ય ભાખ્યા વગરના બકરા જેવા
ટ્રેન નીચે કપાઈ લોકો છૂટા પડી જાય છે.

૪)
જહાંગીર આર્ટ ગેલેરી પાસે
ઝાડમાંથી નીતરી પડેલા છાંયડામાં
પાંદડાથી હવા ખખડતી હતી
ગેલેરીમાંથી આવતી રંગીન હવામાં
મેં આકાશ જેટલી શાંતિ અનુભવી હતી
મેં આકાર શ્વસ્યા હતા
રંગો તાળવે મૂકી ચાખ્યા હતાં
ગેલેરીમાંથી બહારા આવી વિશ્વ ઉપર દ્રષ્ટિપાત કરું
તો આંખમાંથી કેવળ ફેરફાર જ ટપકે છે
જે ૧૨ વરસની છોકરીના સ્તન
અને ૩૬ વરસની સ્ત્રીના સ્તન જેવા છે.
(૨૦૦૫)

 

 

 

12 Responses to અક્ષયપાત્ર-3

  1. himanshupatel555 says:

    મિત્રો મારા કાવ્યસંગ્રહમાંથી બુધવારના કાવ્યો મોક્લું છું આશા છે ગમશે.૧૫ભાગના મુંબઈ વિશેના
    કાવ્યો”મુંબઈ મારા અનઅસ્તિત્વનું અસ્તિત્વ નગર…(ભાગ ૧)”માંથી ચાર પસંદ કર્યા છે.
    એણે ચા પીવાની છોડી દીધી છે
    ત્યારથી ફૂટપાથ હવે ફૂટપાથ તરીકે જ વપરાય છે…..અથવા
    જન્મકુંડળી જેવા લોકો આ શહેરમાં ફર્યા કરે છે…..અથવા
    તો આંખમાંથી કેવળ ફેરફાર જ ટપકે છે
    જે ૧૨ વર્ષની છોકરીના સ્તન
    અને ૩૬ વર્ષની સ્ત્રીના સ્તન જેવા છે……કે પછી
    મારું મુબઈ પોસ્ટકાર્ડ છે.
    ઉઘાડી કથા-વ્યથા અને તથા,……..વાંચવા કે વંચાવો @
    http://himanshupatel555.wordpress.com/
    ( જ્યાં કવિતા ક્રાંતિ છે-ભાષાની અને અભિવ્યક્તિની)
    આભાર, હિમાન્શુ.

  2. મુંબઈ અને ફૂટપાથ વિષેની પંકતિઓ વધારે ગમી. રસસભર કાવ્યો માણવા ગમ્યા.

  3. Some nice phrases/sentences:

    મારું મુબઈ પોસ્ટકાર્ડ છે

    જન્મ કુંડળી જેવા લોકો

    4) is very enjoyable.

  4. Sudhir Patel says:

    ચારેય અક્ષયપાત્રો અનોખા કાવ્યોનો રસથાળ પીરસે છે!
    સુધીર પટેલ.

  5. sneha patel - akshitarak says:

    janmakundli rachna sauti vadhu gami…mind blowing..

  6. હિમાંશુભાઇ,
    જહાંગીર આર્ટ ગેલેરીની રચના વાંચી, મારા કોલેજના દિવસો યાદ આવ્યા,
    રચના ખૂબ ગમી
    ઇન્દુ શાહ

  7. sapana says:

    હિમાંશુભાઈ,
    આપના કાવ્ય હમેશા ગહન હોય છે…મુંબઈ પોસ્ટકાર્ડ વાળી ખૂબ ગમી..ઘણીવાર કવિ પોતાના દિલની વાત અક્ષર બનાવી શક્તો/શક્તી નથી..ત્યારે તમારી કવિતા વાંચી અદભૂત આનંદ થાય છે…આપની કલમમાં ભીતી નથી દેખાતી…
    સપના

  8. રોજ રાત્રે ક્રિશ્ચયન સ્મશાનમાં પથ્થરો
    નામ સાથે ઊભા રહે તેમ મકાનો મુંબઈમાં ઊભા રહે છે….
    મેં આકાર શ્વસ્યા હતા
    રંગો તાળવે મૂકી ચાખ્યા હતાં …
    wah

  9. વાસ્તવિકતાને આપે સુંદર રીતે શબ્દ શિલ્પમાં કંડારી છે. કડવી હકિકતોની
    વેદનાઓ ઝીલી છે…ShrI Himanshubhai
    રમેશ પટેલ(આકાશદીપ)

  10. sanju ..... says:

    આ આપણી કવિતાના નવા મુકામ તરફની ગતિ વધારોને ભાઈ ………..

  11. મારું મુબઈ પોસ્ટકાર્ડ છે.
    ઉઘાડી કથા-વ્યથા અને તથા,
    મારા શબ્દમાં ડૂબેલો શાંત ભૂરો દરિયો.

  12. Dilip Gajjar says:

    હિમાંશુભાઈ ચારેય કાવ્યો માણ્યા અને મુંબઈ ની યાદ આવી ગઈ હુય બે વરસ ત્યાં રહેલ …
    ફોરસ રોડ પર અટકી ગયેલા પુરુષની બાયડી
    મનમાં કબૂલ કરી રડે
    ત્યારે સંતો જીવનની સાદગી સમજાવે
    છ્તાં ભવિષ્ય ભાખ્યા વગરના બકરા જેવા
    ટ્રેન નીચે કપાઈ લોકો છૂટા પડી જાય છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.

Join 27 other followers