(૪) આ સ્ત્રી વિષયક ભાગ છે.*
કોરોકટ ભૂરો,સાડીમાં વિધવા બેઠો છે.
રંગમાંથી અવાજ નહીં સભાનતા ધીરે ધીરે આપણામાં અવતરે છે.આપણને ચીઢવ્યા વગર,જાણ બહાર આંખોમાંથી કૂદી નથી પડતો પણ એનામાં ખેંચી જાય છે.ધીમે ધીમે પંપાળી પંપાળી પળતુ બનાવે આપણને અને ખબર પડે તે પહેલા એમાં ડૂબી જઈએ છીએ.ભૂરાશ આપણી સમજણ કરતાં વધારે પોલી અને ઊંડી છેઃ આંખમાં જોતાં તરત દેખઈ આવે છે.
આમ તો ભૂરાશની શરુઆત સફેદમાંથી થાય છે.ભૂરાશ જ, છતાં વિભક્તતા છે.
ભૂરાશ રંગ દ્રવ્ય છે. અડકી જાય તો છૂટે જ નહીં.પાસ છે.રિક્ત પારદર્શકતા છે. આકાશની ભૂરાશમાં રંગો જન્મે છે અને પછી પાછા એમાં જ ભૂરાં થઈ જાય.આપણે પણ એ ભૂરાશની એટલા નજીક છીએ કે આપણે આપણા વિશે અન્ય કોઈ રંગમાં કશું કહી શકતા નથી.
ભૂરાશ લોકકથામાં રાજાએ પહેરેલો રેશમનો એ પાતળો ઝભ્ભો છે જેમાંથી હજું શરીર બદામી કપડાં પહેરી ઊભેલું દેખાય છે.
૨૫-૧૨-૨૦૦૫
[*=કાવ્ય સંગ્રહ ૮ ભાગ + ૩કાવ્યમાં વહેચાયેલું છે,આ ચોથા ભાગનું પહેલું કાવ્ય છે.]
મિત્રો રવિવાર આવે એટલે કાવ્યો કાન પાસે ગણગણવા માંડે અને પોસ્ટિંગ યાદ કરાવે.જે લખ્યું તે વેચ્યું
પણ વંચાયુ કે નહીં તે ખબર નથી તેથી વાંચવાની આ સગવડ ઉભી કરવી તેવું નક્કી કરાયું અને કાવ્યો
આ રીતે મોકલતો રહીશ.તમારા અભિપ્રાય એનું વિવેચન કે વિવેચનાત્મક એપ્રિશીએશન બની રહે છે,
એ જ સંતોષ છે.આ રહ્યા થોડાં વાક્ય જે તમને દોરી જશે કાવ્યની સમગ્રતામાં-
કોરોકટ ભૂરો,સાડીમાં વિધવા બેઠો છે……અથવા
રંગમાંથી અવાજ નહીં સભાનતા ધીરે ધીરે આપણામાં અવતરે છે…..કે પછી આ
ભૂરાશમાં રંગો જન્મે છે અને પછી પાછા એમાં જ ભૂરાં થઈ જાય…..વગેરે વગેરે..વાંચજો અને મિત્રોને મોક્લ જો @
http://himanshupatel555.wordpress.com/
(જ્યાં કવિતા કેવળ રંગ જ નહીં શિલ્પ(image ) પણ છે)
આભાર, હિમાન્શુ.
ખુબ સુંદર, Simply marvelous..!!
તમે મોકલેલા તમારા સંગ્રહમાં આ લગભગ દરેક રચનામાંથી પસાર થઇ ચુક્યો છું, અહીં ફરી માણવાની મજા આવે છે…
નિલવર્ણા ગગનમાં ઉભરતા રંગો અને તેની ગહેરાઈ તથા આંખોમાં તેનો વ્યાપ,
શું શું આપ ભૂરાશમાં હળવેથી પીરસી ગયા. કલ્પાનાને દાદ આપવી જ રહી.
રમેશ પટેલ(આકાશદીપ)
આકાશની ભૂરાશમાં રંગો જન્મે છે અને પછી પાછા એમાં જ ભૂરાં થઈ જાય.આપણે પણ એ ભૂરાશની એટલા નજીક છીએ કે આપણે આપણા વિશે અન્ય કોઈ રંગમાં કશું કહી શકતા નથી.
રંગ તરીકે ભૂરાશ વિષેનો એક અલગ જ અંદાજ અહીં છે.
ભૂરાશ વિષે બહુ જ સરસ લખો છો. Amazing!
ભૂરાશ અડકવાથી લાલાશ, લીલાશ વહી નીકળે પછી એનાથી એક ખારો કાળૉ દરિયો ભરાય છે..
Lata Hirani
જુઓને આ નર્મદ પણ…
ભુરો ભાસ્યો ઝાંખો
દુરથી ધુમસે પ્હાડ સરખો !
–નર્મદ
( સાભાર- હાસ્ય દરબાર )
રેશમનો એ પાતળો ઝભ્ભો છે જેમાંથી હજું શરીર બદામી કપડાં પહેરી ઊભેલું દેખાય છે….
સુંદર !
દરેક પંક્તિમાં વણાતી આછી ભુરાશ દિલને સ્પર્શી ગઈ !
અભિનંદન !
કોરોકટ ભૂરો,સાડીમાં વિધવા બેઠો છે.
ભૂરાશ આપણી સમજણ કરતાં વધારે પોલી અને ઊંડી છેઃ આંખમાં જોતાં તરત દેખઈ આવે છે.
wah
કૄષ્ણ પણ નીલરંગી જ હતા કેમ..:)