ભૂરો તડકો ગુંબજ જેવું ગોળ લટકી રહ્યો છે.
આકાશ તો નથી.ભૂરાશ છે.ભૂરાશ ન હોય તો આકાશને એનો આકાર અને સાચો રંગ મળતો નથી.ઘણીવાર.કાળાશમાંથી ભૂરાશ પાછી મેળવાય છે.છાપરા નીચે ઊભા રહો તો કાંણામાંથી ભૂરાશ પાર પડે છે, અને ચૂતું આકાશ પી જાય છે.મારો વંઢો.વડમાંથી વરસાદ ટપકે તો ભાગોળ એને પી જાય,પછી નવી નકોર ભૂરાશ ગરમાગરમ માટીમાંથી સોડમ લઈ પાછી ફરે છે.
તમારે તો ગોદડી સીવતા ભૂરો ગોળ ટુકડો વચોવચ સીવી લેવો હતો.કાનના આંસુ જેવા લટકણિયામાં આકાશ રડતું જોવું હતું.દૂરબીનથી ખૂબ નજીક ખેંચી લાવી તમારે આકાશ તમારી સામે જકડી રાખવું હતું, અને તેને ચકાસવુંય હતું.કાવ્ય પુસ્તકના કવરપેજની ભૂરાશથી અનુરૂપતા પણ કેળવવી હતી.
પણ તમને ખબર હતી તમે શેક્યો પાપડ ભાંગી શકવાના ન હતા તેથી બને તેટલું તમે ત્યાં ઊભા રહ્યા, તડકામાં,નાગા,શેકાવાની નબળી ઈપ્સા શબ્દમાં મૂક્યા વગર, તમારી આજુબાજુના દેખાવ પ્રત્યે જરાય ઉત્સુક ન હતા,ફૂગવી નાખેલા પ્રેમ શબ્દને,માણસની સુંદરતા ટકાવી રાખવા,તમે સહજમાં નાસી જાય તેવા મનને પકડી.ઘાસ પર ટકેલાં ટીપાં લાત મારી ઉછાળો અને તમારા પર પછડાઇ તડકો અદ્રશ્ય થઈ જવા દો છો.
૧૭-૧૨-૨૦૦૫
મિત્રો અમદાવાદ અને મુંબઇમાં બુધસભા ચાલે છે જ્યાં કાવ્ય વંચાય ગીતોગવાય અને જલસા થાય
કામ સાથે હું પણ એવી સભા વેબ પર ચલાવું છું કે શરું કરી છે દર બુધવારે મારા કાવ્ય સંગ્રહમાંથી
એક ગદ્ય કાવ્ય મૂકીને, અહીં હું લખું અને તમે વાંચો એ જ શક્ય બન્યું છે-તમને સાંભળવા છે તો
લખજો તમારા અભિપ્રાય આ -ભૂરો તડકો ગુંબજ જેવું ગોળ લટકી રહ્યો છે…કેપછી
‘તમારે તો ગોદડી સીવતા ભૂરો ગોળ ટુકડો વચોવચ સીવી લેવો હતો…વિશે કે પછી આ દ્રશ્ય માટે–
‘ઘાસ પર ટકેલાં ટીપાં લાત મારી ઉછાળો અને તમારા પર પછડાઇ તડકો અદ્રશ્ય થઈ જવા દો છો..@
http://himanshupatel555.wordpress.com/
[જ્યાં કવિતાને સાતત્ય છે કાવ્યબાનીનું]
આભાર, હિમાન્શુ.
વડમાંથી વરસાદ ટપકે તો ભાગોળ એને પી જાય,પછી નવી નકોર ભૂરાશ ગરમાગરમ માટીમાંથી સોડમ લઈ પાછી ફરે છે.
સરસ
શ્રી હિમાંશુભાઈ
સુંદર કલ્પના પણ વાસ્તવિકતા ઝીલતી.
સુંદર મનોનિત દર્શન.
રમેશ પટેલ(આકાશદીપ)
ભૂરાશ વગર અવકાશની ય પિછાન નથી. ભૂરા રંગ વડે વેદના અને વાસ્તવિકતા થકી ઉપસતુ મનનું ચિત્ર તમારી કલમની તાકાતનો પરિચય કરાવે છે. ધન્યવાદ!
ghaNI saras kalpanaa
Enjoyed your very nice and unique expressions!
Sudhir Patel.
Jawahar Baxi On: Jan 01/16/12 12:41 AM
great idea happy new year
jawahar baxi
સરસ અભિવ્યક્તિ
સરસ કાવ્ય સાથે, આ પોસ્ટમાં જોડણી, વ્યાકરણ અને ફોર્મેટિંગ પણ આકર્ષક રીતે ધ્યાન ખેંચે છે.
સુંદર અભિવ્યક્તિ.
સરસ કાવ્યો માણવાની મઝા અાવી.