કવિતાઃજીવનચિત્રોનું અક્ષયપાત્ર( દીર્ઘ અને ટૂંકા કાવ્ય)

3)
તારા અંબોડામાંથી છટકી
તારી પીઠ ઉપર પછડાતા વાળ જેણે જોયા/સાંભળ્યા નથી
તેને ખબર નથી
કે સ્વપ્નમાં અવાજનું ઝરવું એટલે શું
૪)
બારીમાંથી આવતા તડકામાં
બળે છે તારી ઋજુતા
તારા જાંબૂડી હોઠમાં
બળે છે શબ્દો
બધું જ બળે છે
આ લાલચુ બપોરની સુક્ત મીઠાશમાં
તારી છાતી પરના પાણીમાં અચાનક ઉદભવેલા ઉનાળાથી.
૨૦)
યુધ્ધ પતી ગયા પછી
હલદીઘાટીમાં પાટિયા પર લખ્યું હતું
વૃક્ષારોપણ કરો.
વિચારોમાં શબ્દ હમેશા દાઝેલો જ હોય છેઃ
નવું વૃક્ષ રોપવું
એ નવી આગની શરુઆત છે.
૩૯)
માણસ હોવાની એક સુરરિયલ કે અસ્તિત્વવાદી અનુભૂતિ-

આપણો પંજો
બિલાડીના પંજા સમ જમીન પર ગોઠવી શકાય છે
અને
પત્નીની પીઠ પર ગોઠવી ઘસડી પણ શકાય છે.
પશુત્વ શેમાં છે;
પંજામાં કે પંજાની સમજણમાં?
(૨૦૦૫)

10 Responses to કવિતાઃજીવનચિત્રોનું અક્ષયપાત્ર( દીર્ઘ અને ટૂંકા કાવ્ય)

  1. himanshupatel555 says:

    મિત્રો આ ચાર કાવ્ય મારા બીજા કાવ્ય સંગ્રહમાંથી અહીં લીધાં છે જેનું શિર્ષકઃ’કવિતાઃ જીવનચિત્રોનું અક્ષયપાત્ર..’ છે.
    ૨૦૦૭માં મુબઈથી પ્રકાશિત થયા હતાં.વાંચો–
    તારા અંબોડામાંથી છટકી
    તારી પીઠ ઉપર પછડાતા વાળ જેણે જોયા/સાંભળ્યા નથી…..અથવા
    નવું વૃક્ષ રોપવું
    એ નવી આગની શરુઆત છે…..આગળ વાંચો@
    http://himanshupatel555.wordpress.com/
    (જ્યાં કવિતા હયાતીના શ્વાસ ભરે છે.)
    અભાર,હિમાન્શુ.

  2. તારા અંબોડામાંથી છટકી
    તારી પીઠ ઉપર પછડાતા વાળ જેણે જોયા/સાંભળ્યા નથી
    તેને ખબર નથી
    કે સ્વપ્નમાં અવાજનું ઝરવું એટલે શું

  3. વાહ હિમાંશુભાઈ, ખુબ સરસ વાત મૂકી ….
    નવું વૃક્ષ રોપવું
    એ નવી આગની શરુઆત છે.
    અને
    પશુત્વ શેમાં છે;
    પંજામાં કે પંજાની સમજણમાં?
    ખુબ ગમ્યું …

  4. Dhrutimodi says:

    ટંૂકા પરંતુ અર્થસભર કાવ્યો.

  5. વાહ, બધાં જ કાવ્યો સુંદર અને વિચાર પ્રેરક, ગમ્યા…

  6. P Shah says:

    બારીમાંથી આવતા તડકામાં
    બળે છે તારી ઋજુતા…

    હયાતીના શ્વાસ ભરતી કવિતાઓ ગમી !

  7. શ્રી હિમાંશુભાઈ
    ઊંડા ઉતરી સ્પંદનોને આબેહૂબ ઝીલ્યા છે…અભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  8. ઉત્તમ રચનાઓ ! અભિવ્યક્તિનો મરોડ બહુ ગમ્યો.

    “નવું વૃક્ષ રોપવું એ નવી આગની શરૂઆત છે” અને :પશુત્વ શેમાં છે: પંજામાં કે પંજાની સમજણમાં?” પંક્તિઓ વધારે સ્પર્શીં ગઈ.

  9. Sudhir Patel says:

    Enjoyed very nice poems here!
    But the first one is superb!!
    Sudhir Patel.

  10. Vipul Desai says:

    કે સ્વપ્નમાં અવાજનું ઝરવું એટલે શું
    તારી છાતી પરના પાણીમાં અચાનક ઉદભવેલા ઉનાળાથી.
    એ નવી આગની શરુઆત છે.
    પશુત્વ શેમાં છે; પંજામાં કે પંજાની સમજણમાં?
    ક્રિકેટમાં જેમ છેલ્લા બોલે કોઈ છગ્ગો ફટકારે અને જે ટીમ હારી જાય અને તેને જે ઝાટકો લાગે તેમ તમારી છેલ્લી પંક્તિ ખરેખર ખુબ જ સુંદર અને ઝાટકો આપી જાય છે. આ તો માં સરસ્વતીની કૃપા હોય તો જ લખાય.
    ખુબ જ ધન્યવાદ!
    વિપુલ એમ દેસાઈ
    http://suratiundhiyu.wordpress.com/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.