બારીમાં દેખાતી મગરીતે* બતાડેલી ભૂરાશ અડધી ભૂરી અને અડધી બદામી નગ્નતામાં ભીંતને ટેકે ઊભી રહે ત્યારે ખબર પડે છે કાળાવાળવાળી સ્ત્રીને ભૂરી દ્રષ્ટિ છે.
આપણે જ્યારે અવાક થઈ જઈએ ત્યારે નાર્સિસસ જેવું ખાબોચિયામાં આકાશ તાકી રહીએ અને ફલાંગ ભરી આકાશ કૂદી જઈએ છીએ અને આપણી અસ્તવ્યસ્તતાનો ગર્વ સાથે ખુલ્લા આકાશ નીચે સામ્ય ધરીએ,આપણે તાકી રહીએ છીએ ભૂરા તડકામાં એવી ઇચ્છાથી કે એક ડૂબકી મારી ભૂરાશમાં ઘડીક ડૂબી રહીએ.
આપણા બદામી ઘર્ષણમાં શોધીએ છીએ કામસૂત્રની સુંદર શિલ્પાકૃતિઓ
અને એના ભૂરા કડાકા.
આપણા થાકમાં આપણે ચાવી જઇએ પરસેવામાં ઊતરેલી ભીની ધૂળ.આપણી નજીવી હયાતી- થોડાં શબ્દોમાં,નાનાં વાક્યોમાં,બારીમાંથી દેખાતા ઝબૂકતા તારાઓથી શણગારેલા પાંદડા નીચે આપણા પ્રેમ સિવાય બીજું કશું જ નહીં. આ બધાં વચ્ચે રહ્યું તે અપણું શેષ.ભૂરાશ તારી આંખોમાં, છેલ્લી દ્રષ્ટિ સુધી.મૌન.અધવચ્ચેથી અટકી ગયેલી ચીચીયારી જેવો ડચકાનો અવાજ.મૃત્યુને વરીએ ત્યારે નવે નેજાં ઊતરે લોહીના લાલમાંથી થયેલા છીકણી રંગમાં ઝેરી ભૂરાશ તળે.
ધુમાડીથી માણસનું મૃત્યુ જગજાહેર થાય છે.
અને સફેદ ધુમાડો ભૂરાશમાં ભળી જાય છે.
૧૮-૧૨-૨૦૦૫
[*બેલ્જીયન સુરરિયલ ચિત્રકાર જેણે ભૂરા અને બદામી રંગનો વિશેષ ઉપયોગ કર્યો છે.
Rene Magritte@ WikipediA પર વધારે માહિતિ મળશે.
નાર્સિસસઃ-- ગ્રિક દંતકથાનુ પાત્ર જે પાણીમાં પોતાને જોઇને આત્મસુંદરતામાં મોહી પડ્યો હતો.]
મિત્રો મારા ત્રણ સંગ્રહ ( બે કાવિતાના અને એક અનુવાદિત કાવ્યનો.)માંના (૧) “બધાં રંગોમાં વેદના ભરેલી છે”
જે કુલ ૫૭ ગદ્ય કવિતાનો સંગ્રહ છે,જેમાંથી એક આજે અને દર રવિવારે એક પ્રગટ કરતો રહીશ અને દર
બુધવારે બીજા સંગ્રહ( ૨) “કવિતાઃજીવનચિત્રોનું અક્ષયપાત્ર-દીર્ઘ અને ટૂંકા કાવ્ય”માંથી કાવ્ય મૂક્યા કરીશ.
પહેલા સંગ્રહમાં જ્યાં કેવળ ભૂરાશ વિષે વાતો છે અર્થાત દરેક ભાગ ભૂરાશથી એકમેક સાથે સંકળાયેલા
છે.ભૂરો રંગ…તમે ઘણું વિચારી શકો તેમ છો તેથી તેની અર્થછાયાઓ આપતો નથી,પણ ગુજરાતી ભાષામાં
એક રંગને લઈને આખો સંગ્રહ કરાયો નથી તેની નોંધ જરુર કરવી પડે અને તેથી એ સ્વયં પ્રયોગ થઈ જાય છે.
‘નાર્સિસસ જેવું ખાબોચિયામાં આકાશ તાકી રહીએ અને ફલાંગ ભરી આકાશ કૂદી જઈએ છીએ ……અથવાતો
‘ધુમાડીથી માણસનું મૃત્યુ જગજાહેર થાય છે.
અને સફેદ ધુમાડો ભૂરાશમાં ભળી જાય છે”….વાંચો અને વંચાવો@
http://himanshupatel555.wordpress.com/
(જ્યાં કવિતા જન્મીચૂકી હતી અને હવે સતત નવ્ય સ્વરૂપો ધરે છે)
આભાર, હિમાન્શુ.
“બધાં રંગોમાં વેદના ભરેલી છે” અને ““કવિતાઃજીવનચિત્રોનું અક્ષયપાત્ર-દીર્ઘ અને ટૂંકા કાવ્ય” સંગ્રહોના કાવ્યો બ્લોગ દ્વારા વહેંચવાનો ઉપક્ર્મ ગમ્યો.
રંગ આધારિત કાવ્યસંગ્રહના પ્રયોગ વિશે જાણકારી મળી.
પ્રસ્તુત કાવ્યનું ફલક વિશાળ છે. દર વખતની જેમ ભાષાકર્મ અને વૈશ્વિક આયામ આ કાવ્યની આગવી મૂડી છે.
મૃત્યુને વરીએ ત્યારે નવે નેજાં ઊતરે લોહીના લાલમાંથી થયેલા છીકણી રંગમાં ઝેરી ભૂરાશ તળે.
ધુમાડીથી માણસનું મૃત્યુ જગજાહેર થાય છે.
અને સફેદ ધુમાડો ભૂરાશમાં ભળી જાય છે.
સ રસ
‘તમારા હૃદય અને આત્માથી ઉત્પન્ન થયેલી ઇચ્છામાં એક વિદ્યુત ચુંબકીય ઊર્જા હોય છે. એ ઊર્જા આપણે રોજ રાત્રે સૂતાં હોઇએ ત્યારે મગજની સુષુપ્ત અવસ્થામાં સળવળતી હોય છે. ત્યાંથી એ આકાશમાં ચાલી જાય છે અને દરરોજ સવારે એ ઊર્જા બ્રહ્માંડની ચેતના લઇ ફરીથી શરીરમાં પ્રવેશે છે. જેની કલ્પના કરીએ છીએ એ નિશ્વિતરૂપે સાકાર થતું નજરે પડે છે.
’ ભીતરથી હોય ભલે એનો રે જાપ તોયે કહેવું કે પીડ નથી કાંઈ;
વિરહની વેદના તે કહેવાની હોય? ભલે કાળજું આ જાય કંતાઈ! તે સ્થુળ રુપે અગ્નિસંસ્કારે અનુભવાય છે
Dear Himanshubhai,
I keep reading your blog – quite interesting – and remember you.
Have received your subscription for 2012. Thanks.
Please do call me when you come to India in February.
Best regards,
Prabodh. joshi
looking forward to read more poems… great Idea….
રંગની કલાત્મક કવિતા ગમી
તમે કાવ્યસાહિત્ય ખૂંદી વળો છો…
શબ્દોથી, અનુવાદથી, વિચારથી, લેખનથી…
લતા હિરાણી