વાક્ય કાવ્ય

૧)  મને હજું નિશ્ચિત પણે યાદ છે–
નેઇલ પૉલિશ ભીના નખ,
અને ખચકાટ આંગળા ભીડવા.

૨)  આપણું રહેઠાણ
કોઇ અકસ્માત નથીઃ
બાસ્મતી સુગંધ બીડીમાં અથડાયા કરે છે…

૩) દરેક બિંદુ વર્તુળ છે અને તેની શરુઆત પણ;
પોલી બાંયમાં પહેરેલો હાથ
અમલ છોડી અમલની ઇપ્સા શરુ કરે છે.

૪) કવિતાઃ
વર્તમાનકાળ વાક્ય રચના છે.

૫) શબ્દઃ
અનેક જીણા જીણા પ્રાયશ્ચિત છે.

૬) પંક્તિઓઃ
વાર્તા ઘડી જીવન લાંબુ કરી આપે છે.

૭)  હું કવિતા લખું છું,
તમે એને માટે જીવો છોઃ
સમજાયો ભર્તૃહરિનો સ્ફોટ સિધ્ધાંત?

૮) પ્રશ્ન સંસ્મૃતિ છે;
તમે સિધ્ધાંતથી એને આદર્શ બનાવો છો.-
આ બન્ને જુદી બાબતો છે.

૯) તમારી હયાતી અહીં શા માટે છે?
તમને આશ્ચર્ય થયું ?
તમારી આંખો ક્યારે એ પકડશે!!

૧૦) આંખ–
ચીરો ના હોત તો
ધારદાર કિનાર પણ ન હોત.
[૨૦૧૦]

14 Responses to વાક્ય કાવ્ય

  1. himanshupatel555 says:

    મિત્રો ૨૦૧૨તો ઉંઘીને ઉઠ્યા અને ચાલું થઈ ગયું.સમય- કવિતા રોકાઇ ખચકાઇ
    શરુ ન થાય.આજે પોસ્ટિંગનો પહેલો દિવસ,જેની હું રાહ જોતો હતો.સાવ નાના/ટૂંકા
    કાવ્યથી શરું કરું છું આ 2012 આપણા ૨૦૬૮માં. વાંચો અને વંચાવજો—
    આપણું રહેઠાણ
    કોઇ અકસ્માત નથીઃ
    બાસ્મતી સુગંધ બીડીમાં અથડાયા કરે છે…અથવા તો આ
    શબ્દઃ
    અનેક જીણા જીણા પ્રયશ્ચિત છે…..કે પછી આગળ વાંચો@
    http://himanshupatel555.wordpress.com/
    ( જ્યાં કવિતાને આળસ જ નથી)
    આભાર, હિમાન્શુ

  2. pragnaju says:

    આખી રચના સુંદર
    ૯) તમારી હયાતી અહીં શા માટે છે?
    તમને આશ્ચર્ય થયું ?
    તમારી આંખો ક્યારે એ પકડશે!!
    ૧૦ આંખ–
    ચીરો ના હોત તો
    ધારદાર કિનાર પણ ન હોત.
    અમારી દિકરીની રચના યાદ આવી
    તમારી એ આંખોની હરકત નથી ને ?
    ફરી આ નવી કોઈ આફત નથી ને ?

    વહેરે છે અમને તો આખા ને આખા,
    એ પાંપણની વચમાં જ કરવત નથી ને ?

    વહે છે નદી આપણી બેઉ વચ્ચે,
    એ પાણીની નીચે જ પર્વત નથી ને ?

    તમારા તમારા તમારા અમે તો,
    કહ્યું તો ખરું તોયે ધરપત નથી ને ?

  3. શ્રી હિમાંશુભાઈની ચીંતનાત્મક આગવી શૈલી ની રચનાઓની એક આગવી અદા છે.
    ખૂબ જ ગમી. સુશ્રી પ્રજ્ઞાબેને આપેલા પ્રતિભાવની રચના પણ મનને ભાવી જાય
    તેવી છે.
    નૂતન વર્ષાભિનંદન.

    રમેશ પટેલ(આકાશદીપ)

  4. jjkishor says:

    અભિનંદન, આભાર.

  5. સુંદર…!! પ્રજ્ઞાબેનની રચના પણ ગમી….

  6. કવિતા, શબ્દ, પંકતિ, પ્રશ્ન અને હયાતિ તથા આંખ આત્મા સાથે જડાયેલી આ સર્વની અહીં છાલક આળસ ખંખેરે છે અને મરડાઈને અસ્તિત્વ સળવળી ઊઠે છે. બધી જ રચના ગમી. આંખની વિશેષ ગમી. પ્રજ્ઞાબેનનો પ્રત્યુતર પણ ગમ્યો.
    ૫) શબ્દઃ
    અનેક જીણા જીણા પ્રયશ્ચિત છે.

    અહીં પ્રયશ્ચિત સમજાયું નહી.

    • himanshupatel555 says:

      અહીં પ્રયશ્ચિત ………પ્રાયશ્ચિત હોવું જોઇએ.સુધારી લિધું,આભાર.

  7. સરસ – વાક્ય કાવ્યો. 9 અને 10 બહુ મઝાના છે.

  8. આંખ–
    ચીરો ના હોત તો
    ધારદાર કિનાર પણ ન હોત.
    વાહ…..

  9. એકે એક વાક્ય/કાવ્ય સુંદર .
    ૧૦) આંખ–
    ચીરો ના હોત તો
    ધારદાર કિનાર પણ ન હોત.

  10. kishoremodi says:

    વાક્ય-કાવ્યનો સરસ પ્રયોગ.

  11. dhrutimodi says:

    સુંદર મઝાનાં વાક્યો કાવ્યો.ગમ્યાં.

  12. readsetu says:

    આ વાક્ય કાવ્યનો પ્રયોગ ગમ્યો. ઘણાં સુંદર છે પણ આ બહુ ગમ્યું.
    શબ્દઃ
    અનેક જીણા જીણા પ્રાયશ્ચિત છે.

    લતા હિરાણી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.