પ્રૂફ્રોકઃએક અનુસંધાન*(અનુવાદ નથી)

ચાલ જઈએ
હું અને તું
આકાશ સમક્ષ ફેલાયેલી
બારીએ કાચ પર
સીધા ચઢાણે
લીલો પીળો જીવડો
(ઇથરાઈઝ્ડ દર્દી જેવો)

કાચ પર
પેટ ઘસે છે
લપસી પડતા અટકવા ખોડંગાતો
તાંતણા ચોંટાડી

સૂર્ય એની પીઠ પર
તડકો ઘસે
પડછાયો ઘસે

હું જોયા કરતો
મનમાં એ વિશે વાતો કરતો

અને મને ખબર નથી
હું કઈ દશા તરફ
ક્ષણ દર ક્ષણ જઈ રહ્યો છું

ચાલ જઈએ
હું અને તું

મહાભારતનું યુધ્ધ
હવે સંસ્મૃતિમાં ઠરેલું પડી રહ્યું છે
બરડ પીળા પાનામાં
બળેલા ભુખરા ભૂસ્તરમાં સ્તરબધ્ધ
લોકો સીગરેટ ફૂંકતા
રેસ્ટોરાંના ટેબલ પર,ફેસબુક પર
કૃષ્ણવાતો કરે
બહુ પહેલાં અને ખૂબ દૂરના સમયે
અને once upon a time….

આખી રાત
દટાયેલી વાર્તા ખૂલ્લા પાનાઓમાં
ટેબલ લેમ્પ નીચે
દાઝતી પડી રહી છે

ચાલ જઈએ
હું અને તું

પેલા રંગોમાં ( મિરર ઇમેજમાં-
બધું ખસે છે
એવી બપોરે જેવી આ
જ્યાં એક વખત સ્થળ હતું
જીવડાંથી સંલગ્નિત
પિઆનો નીચે ખોવાયેલા
ફરસમાં
તમે પાછા વળી તમારામાં નીહાળો છો
જેમ નીકળ્યા પછી ઓરડો

ચાલ જઈએ
હું અને તું

બેડરૂમમાં કે આર્ટ ગેલેરીમાં
બારીઓ પીળી ગરમી સાચવી રાખે
એની ગંધ સાથે
રસોડામાં વટાણા,ટામેટાં,કાંદા-લસણમાં
આપણો સમય શાકભાજી છદ્મવેશે
વેરણછેરણ પડી રહ્યો છે
અને બારી બહાર ફરી એકવાર
મલકતો ચંદ્ર દેખાવા મથી રહ્યો છે
તારા દાંત પર બીડી
પીળીપધરક વળગી રહી છે
હું ખસ્યા વગર હાલતો તારી સામે ઊભો છું
એક લાંબું એકાકી-
જેમ હોસ્પિટલની વેઈટીંગ રૂમમાં-
હાથ પડતા રાખી

ચાલ જઈએ
હું અને તું
ઘર બહાર છે નકશો
માણસ,ખૂન ખરાબા, બજાવણી,શકુનીચાલ
બળતા વાળ જેવું અમળાતા
અને ઓયિસ્ટર તૂટતા
કડાકામાં આપણા ખરી પડેલાં હાસ્ય

ચાલ જઈએ
હું અને તું
આપણી સંસ્મૃતિ આપણને સેવે છે
ત્યાર પછી
કાટ, ભૂરાશ અને મૌન….૧૧-૧૭-૨૦૧૧
(* ટી એસ એલિયટના૧૯૦૯માં લખાયેલા કાવ્યનું શિર્ષક)

http://www.everypoet.com/archive/poetry/t_s_eliot/t_s_eliot_the_love_song_of_j_alfred_prufrock.htm

11 Responses to પ્રૂફ્રોકઃએક અનુસંધાન*(અનુવાદ નથી)

  1. himanshupatel555 says:

    મિત્રો વિશ્વ કવિતા સાથે અનુસંધાન એ જ મારું કવિતા કર્મ છે.અને તેના ફળ સ્વરુપ આ કાવ્ય છે.
    અને મને ખબર નથી
    હું કઈ દશા તરફ
    ક્ષણ દર ક્ષણ જઈ રહ્યો છું….
    (કારણ કે)
    આખી રાત
    દટાયેલી વાર્તા ખૂલ્લા પાનાઓમાં
    ટેબલ લેમ્પ નીચે
    દાઝતી પડી રહી છે
    એલિયટની લિંક સાથે આપી છે જ્યાંથી,જેની સાથે આ જોડાણ છે.વાંચો @
    http://himanshupatel555.wordpress.com/
    (જ્યાં કવિતા સર્જનાત્મક સાતત્ય છે)
    આભાર હિમાન્શુ.

  2. sanju vala says:

    જે. આલ્ફ્રેડ પૃફોક ……. અનુવાદ સારો . કવિતાને ફરી એકવાર માણવાની મઝા. થોડા ભાષા-સંરચનના પ્રશ્નો મને થાય છે પણ એ મૂળ કવિતાને જાણતા હો તો ગૌણ ગણાય . અભિનદન.

  3. chandravadan says:

    Poetry of T. S. Eliot

    The Love Song of J. Alfred Prufrock

    AND……
    Himanshubhai,
    You did a Great work of giving a Swaroop in Gujarati !
    Nice !
    DR. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Avjo.

  4. સૂર્ય એની પીઠ પર તડકો ઘસે …આખી રાત દટાયેલી વાર્તા ખૂલ્લા પાનાઓમાં ટેબલ લેમ્પ નીચે દાઝતી પડી રહી છે …આપણો સમય શાકભાજી છદ્મવેશે વેરણછેરણ પડી રહ્યો છે …આપણી સંસ્મૃતિ આપણને સેવે છે …
    good one

  5. સૂર્ય એની પીઠ પર
    તડકો ઘસે
    પડછાયો ઘસે

    બારીઓ પીળી ગરમી સાચવી રાખે

    આપણી સંસ્મૃતિ આપણને સેવે છે

    સરસ.

  6. Dhrutimodi says:

    અાદમજાતની અાખી જિંદગીનું સરવૈયું છે અા કવિતામાં કદાચ? અાપણી અાસપાસની દરેક નાની મોટી ચીજ વસ્તુને ઉપમા તરીકે લઇને કાવ્યને જીવંતતા બક્ષી છે. સરસ.

  7. kishoremodi says:

    સરસ કાવ્ય

  8. હું અન તું સાથેની દિશાવિહીન ગતિનું ખુબ સુંદર કાવ્ય. ધન્યવાદ!

  9. sneha says:

    ચાલ જઈએ
    હું અને તું
    ઘર બહાર છે નકશો
    માણસ,ખૂન ખરાબા, બજાવણી,શકુનીચાલ
    બળતા વાળ જેવું અમળાતા
    અને ઓયિસ્ટર તૂટતા
    કડાકામાં આપણા ખરી પડેલાં હાસ્ય

    ચાલ જઈએ
    હું અને તું
    આપણી સંસ્મૃતિ આપણને સેવે છે
    ત્યાર પછી
    કાટ, ભૂરાશ અને મૌન.ahaaaaaa….

  10. કૃષ્ણવાતો કરે
    બહુ પહેલાં અને ખૂબ દૂરના સમયે
    અને once upon a time….
    Thoughts of Today travel with it…

    Ramesh Patel(Aakashdeep)

  11. વાહ….નરી વાસ્તવિકતા
    એની ગંધ સાથે
    રસોડામાં વટાણા,ટામેટાં,કાંદા-લસણમાં
    આપણો સમય શાકભાજી છદ્મવેશે
    વેરણછેરણ પડી રહ્યો છે
    અને બારી બહાર ફરી એકવાર
    મલકતો ચંદ્ર દેખાવા મથી રહ્યો છે
    તારા દાંત પર બીડી
    પીળીપધરક વળગી રહી છે
    હું ખસ્યા વગર હાલતો તારી સામે ઊભો છું
    એક લાંબું એકાકી-
    મજાનું અછાંદસ….!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.