પથ્થર મારા પર ફેંકી ઘડ્યું મેં પંખી આરસમાંથી
બ્રાન્કુઝીના આરસ પંખીના હૈયે ફેંકતા ફેંકેલો
પથ્થર ચોંટી ગયો ફાડ(ઈયા) જેવોઃઅરવ હાય!
રે રે! બે કાન પતંગિયા સમ બાઝી ગયેલા
શ્વાસ રંગીન ગાઢ ચુંબનમાં રૂંધાયેલો
નીચે આવ્યો પારો સંતોષ ઢીલો થતાંમાં પડી ફાળ હૈયા મહીં,
મેં પાળ્યો’તો દગભ્રમ તરફડ્યો હું જ મ્હારાથી આઃ
આહા! મધુર ગમતાં rap ગાવા ગલોફાં મીઠાં
રે રે ! કિંતુ ડરી તું ઊડવાને ઇચ્છેઃ surreal rift
શ્રધ્ધા ઘા કરી ગત થઇ રહ્યાં બન્ને coherent
ખુલ્લા ઘામાં વળગી રહેલું ગુલાબી પણું સમર્થ
આંખો છાંટી ઉછેર્યું’તું દર્ભ કુણું અહોહો!
આહા! કિન્તુ કળવળી આંખે જોઇ લીધી હતી
-આ વાડીના મધુર ફલ ચાખવા ફરી ફરીને;-
કળા-સ્કૂલ સમસ્ત તારા નર્યા ઉઘાડા સ્તનમાં.
નવેમ્બર-ડિસેમ્બર-૨૦૧૦
(કલાપી વેદના છે હું નર્યો વ્હાલ છું,
વેદનામાંથી વ્હાલનું પુનર્સર્જન-કાંતકલા છે.)
***************************
એક ઘા -કલાપી
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેફી દીધો,
છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો!
રે રે! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં,
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
મેં પાળ્યું તે તરફડી મરે હસ્ત મ્હારા જ-થી આ,
પાણી છાંટ્યું દિલ ધડકતે તોય ઊઠી શક્યું ના;
ક્યાંથી ઊઠે? જખ્મ દિલનો ક્રૂર હસ્તે કરેલો!
ક્યાંથી ઊઠે! હ્રદય કુમળું છેક તેનું અહોહો!
આહા! કિંતુ કળ ઊતરી ને આંખ તો ઊઘડી એ,
મૃત્યુ થાશે? જીવ ઊગરશે? કોણ જાણી શકે એ?
જીવ્યું, આહા! મધુર ગમતાં ગીત ગાવા ફરીને,
આ વાડીનાં મધુર ફલને ચાખવાને ફરીને.
રે રે! કિંતુ ફરી કદી હવે પાસ મ્હારી ન આવે,
આવે તોયે ડરી ડરી અને ઇચ્છતું ઊડવાને;
રે રે! શ્રદ્ધા ગત થઇ પછી કોઇ કાળે ન આવે,
લાગ્યા ઘાને વીસરી શકવા કાંઇ સામર્થ્ય ના છે.
સૌજન્ય-ટહુકો.કોમ
બ્રાંકુઝીઃBird in Space | Constantin Brancusi | Modern Art | Collection …
મિત્રો કવિ કાંતની વેદના ઇન્દ્રિયગમ્ય ભાવાત્મક છે. બીજા અર્થમાં કહું તો એમની વેદના વ્હાલ છે.
વેદનામાંથી વ્હાલનું સર્જન કરવું તે કાંતકલા છે.જ્યાંજ્યાં પણ મને વેદના મને વ્હાલમાં કે તે તરફ
ઢ્ળતી દેખાઇ છે ત્યાંથી સાંપ્રત સમયને જોડી કાવ્ય પેલી તીવ્ર sensuousness સાથે ફરીથી
લખ્યું છે.આવાં કાવ્યોથી sex અને literatureની ચર્ચા ઉદભવે ગુજરાતી સ્સહિત્યમાં એ જ
અભિગમ છે.આપણા સંસ્કૃત નાટકોનાકાળથી આ ચર્ચા શરૂ થવી જોઇતી હતી.ખેર વાંચો અહીં–
-આહા! મધુર ગમતાં rap ગાવા ગલોફાં મીઠાં
રે રે ! કિંતુ ડરી તું ઊડવાને ઇચ્છેઃ surreal rift ( કે પછી)
ખુલ્લા ઘામાં વળગી રહેલું ગુલાબી પણું સમર્થ
આંખો છાંટી ઉછેર્યું’તું દર્ભ કુણું અહોહો!……..@
http://himanshupatel555.wordpress.com
આભાર, હિમાન્શુ
કાંતકલા-3 માં કલાપીના પંખી સાથેના તીવ્ર સંવેદન સાથે બ્રાંકુઝીની ‘Bird in space’ની વિખ્યાત શિલ્પકૃતિઓને એમની રોમેનિયન મીથ ઉપરાંત આગવા આધુનિક સંવેદનો સાથે સાંકળી વેદનામાંથી વ્હાલનું સર્જન કરતી (કોકિલા કેલિ કરે) એક અલગ જ જાતની કૃતિ આપી છે.
Bravo! Bravo!
Brâncuşi began working on the group of sculptures that are known as “Bird in Space” — simple shapes representing a bird in flight. The works are based on his earlier “Maiastra” [2] series. In Romanian folklore the Maiastra is a beautiful golden bird who foretells the future and cures the blind. Over the following 20 years, Brâncuşi would make 20-some versions of “Bird in Space” out of marble or bronze.
http://en.wikipedia.org/wiki/Constantin_Br%C3%A2ncu%C5%9Fi
વેદના અને કાન્ત તથા તડપતા હૃદય સાથે વેહતો કવિ કલાપીનો કેકારવ
અને આ પ્રણયને ઝૂલાવતી ઊર્મિઓ ,સાચે જ આ માયાળું મનના ભાગો છે.
એક નોખૉ અંદાજ..અભિનંદન શ્રી હિમાંશુભાઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
આ કાવ્ય અને કાંતકલા માણવા તમારું રસ દર્શન ન હોત તો કેટલીક વાતો સમજાઈ ન હોત.શરુઆતમા તો આ અંગે અભ્યાસ કર્યો.”Bird in Space” works, Brancusi concentrated not on the physical attributes of the bird but on its movement. The bird’s wings and feathers are eliminated, the swell of the body is elongated, and the head and beak are reduced to a slanted oval plane.ડૉ.પંચમભાઇનો પતિભાવનો પણ અભ્યાસ કર્યો.વેદના તો અમારો અનુભવનો વિષય પણ આ વેદનામાંથી વ્હાલની વાત હ્રુદયને સ્પર્શી ગઈ.કેટલુ સમજાયું તે તો ખબર નથી પણ આ વાત સદા મનનમા રહેશે.
જ્યારે વેદનામાંથી વ્હાલ જન્મે છે ત્યારે તે વ્હાલ આપણું સ-જન અને સ્વ-જન બને છે
પછી તે વેદના પ્રત્યે આપણને વધુ ને વધુ વ્હાલ જન્મે છે અને તે જ આપણા સુખનો પર્યાય બની જાય છે.
બંને કાવ્યો એક અનોખા અંદાજમાં રજુ કરી તમે ખાસ અભિનંદનને પાત્ર થયા છો. આપના અભિગમને લીધે બંને કાવ્યો ફરી ફરી માણવા ગમ્યા.
આભાર !
કાંતકલાનો પરિચય આનંદ આપનારો રહ્યો. કાવ્ય ગમ્યું.
બંને કાવ્ય ફરી ફરીને વાંચ્યા, વેદનાને વ્હાલમાં ફેરવવું એ નાનોસૂનો પ્રયત્ન નથી. વળી સાંપ્રત સમય જોડે જોડવું અનોખી વાત છે. સુંદર…..સુંદર…… અભિનંદન.
Unique and wonderful expression!
Sudhir Patel.
કાવ્યની નવી વિભાવના ખૂબ ખૂબ ગમી. હિમાંશુભાઇ તમારું અા પ્રકારનું કાર્ય સાહિત્યમાં નવું પ્રદાન છે. અભિનંદન.