૧)
તને કેન્વાસ પર
ભૌમિતિક આકરે ખડબાં રંગમાં જામેલી જોઇ
સદંતર અસ્તવ્ય્સ્ત
શહેર યાદ આવ્યું.
હવામાં નિઃસ્તબ્ધ અપેક્ષા,
પરિષ્કૄત સમતોલન,
મકાન વિરુધ્ધ વાયર રેષાઃ
ઉત્તેજીત રંગો.
૨)
તું કેન્વાસ પર
વરણાગી ધક્કા મારતી રેષાઓ
સખત કુચડાંત છેડા. ખૂણા
કપયેલા અધૂરા રખડી પડેલા
કાળા,ભૂરા,વાદળી પ્લાસ્ટર ઓફ પેરિસના લાફા
અને પેન્સિલ, સાહી, ઠરેલી ડીવીડી પર
જ્યાં ભૂસવું, ખોતરવું અનેક ઉઝરડામાં દેખીતું છેઃ
તારા વિશે ફેરફાર અને પુનઃચિતરણ
સમતોલન
ઉઘાડું પડી જાય….
૩)
મને તારી
સ્કોટીશ ચપટીઓવાળી
પુલ્લિંગ ઘાઘરાદાર ભૂમિતિ નથી ગમતી,
તારા તિરકસ ફંટાતા વળાંકો
ઇકેબાના ડાળીઓ જેવા
ક્ષિતિજમાં ઝાંખી થતી ભૂરાશ સામે
પાતળી રેષાઓમાં ફંગોળાયેલા–
બરફ સામે સોરેલી ડાળીઓના
વેક્ટર ડાયેગ્રામ જેવા ઉઘાડા દેખાય છે.
૪)
તારી ગતિ.
અપારદર્શક રાખોડી શ્વેત,
અધૂરી પીરોજી, ઝાંખી લિંબુડી
અને વાદળી
ક્યાંકથી ઉતાવળે ધસી આવે–
ભીંતચિત્ર જેવું.
તીણી પ્રવાહી રેષાઓ
કેક ફ્રોસ્ટીંગ જેવા કેન્વાસ પર–
ગૂંજે છે.
૧૧-૨૪-૨૦૦૯
મિત્રો જ્યારે પ્રેમ-શબ્દ અને ભૂમિતિનુ ફ્યુઝન થાય ત્યારે એ બધો રંગીન મસાલો
કેન્વાસ પર ચિત્ર-કાવ્ય થઈ જાય,તો આજે વાંચો ભૌમિતિક પ્રેમ ચિત્ર કાવ્ય.એક સ્ત્રી
અને ચાર વ્યંજના,વેબ ઇતિહાસના સૌથી લાંબા મથળા તળે.
Your Gujarati Poem as 4 different thoughts read & enjoyed….now from the Canvas to the Heart, may you be filled with LOVE>>>>Chandravadan
http://www.chandrapukar.wordpress.com
Please DO visit Chandrapukar…..I will wait for your visit/comments !
હિમાંશુભાઈ out of this world. Excellent.
સુંદર
તને કેન્વાસ પર
ભૌમિતિક આકરે ખડબાં રંગમાં જામેલી જોઇ
સદંતર અસ્તવ્ય્સ્ત
શહેર યાદ આવ્યું.
વા હ્
લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે
શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે
ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે
આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે
બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે
યાદ આવી
શીર્ષક પોતે એક કાવ્ય સમાન લાગ્યું…
મારે એક કવિતા તારે માટે લખવી હતી, ભૂલથી કેન્વાસ થઈ ગઈ …
બ્લોગ જગતનું લાંબામાં લાબું શીર્ષક…..
રંગસભર કન્વાસ ક્યાંય સુધી મમળાવ્યું.
સરસ કવિતા વાં ચી અાનંદ થયો
પહેલી વાર તમારા બ્લોગની મુલાકાત લીધી. તમારા જેવી કવિતાઓ કોઈ બ્લોગ પર જોઈ નથી. હું પણ સિતાંશુ અને લાઠાના ઘરાણાનો માણસ છું. મેં નવો જ બ્લોગ શરૂ કર્યો છે. મારા બ્લોગની મુલાકાત લેવા પધારશો.
મારે એક કવિતા લખવી હતી ભૂલથી કેન્વાસ થઈ ગઈ..વાહ હિમાંશુ સરસ કવિતા થઈ ગઈ અને શિર્ષક પણ સરસ થયુ. પરફેક્ટ…
સપના
Wow, beyond my imgagination !
કવિતા કરતા ના આવડે પણ માણતાં તો આવડે.ડોબાઓને સમજાવી ને ઘણા થાક્યા હવે લાકડીઓ મારતા તો આવડે.મારા બ્લોગ ની મુલાકાત બદલ આભાર.બીજા લેખો વાંચશો એટલે ક્યાં ક્યાં કોને લાકડી ઠોકી છે એ સમજાય જશે.તમારી કવિતાઓ તો ઘણા સમય થી વાચું છું.પણ અભિપ્રાય કેમનો આપવો?મજા માણતાં તો આવડે.
ચાર અદભૂત કાવ્ય-ગુચ્છનું શીર્ષક જ એક લઘુ કાવ્ય જેટલું માતબર છે!
અભિનંદન, હિમાંશુભાઈ!
સુધીર પટેલ.
સરસ!
“મારે લખવી ‘તી કવિતા,
ભૂલથી કેન્વાસ થઈ ગઈ …”
એકજ છત્ર નીચે ચાર રચના
ત્રીજી રચના વધુ ગમી … વાંચતા મોર્ડન આર્ટ સ્વરૂપે કેન્વાસ પર ચિતરાયેલ આકૃતિ માનસપટ પર અનાયાસ ઊભી કરી દે એવું સબળ અક્ષરાંકન …
પોસ્ટનું શિર્ષક ખરે જ દાદ માંગી લે તેવું છે. ખરું પુછો તો એક કાબિલે તારીફ શેર …
મારે લખવી તી કવિતા,
ભૂલથી કેન્વાસ થઈ ગઈ .. વાહ ક્યા બાત હૈ ..